• Gujarati News
  • Lifestyle
  • In Las Vegas Woman Marry Pink Color. Was In Relationship With Pink Color Since Many Years

અમેરિકા:એક ટેણિયાએ મહિલાને પૂછ્યું- પિન્ક કલર ગમે છે તો લગ્ન કેમ નથી કરી લેતા? આ સાંભળી મહિલાએ પિન્ક કલર સાથે લગ્ન કરી લીધા

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાગ વેગસમાં કિટન સેરા નામની મહિલાએ પિન્ક કલર સાથે લગ્ન કર્યા
  • સેરાએ સમ ખાધા કે તે મૃત્યુ પામે ત્યાં સુધી માત્ર પિન્ક કલર જ પહેરશે

શું તમને કોઈ એક કલર પ્રત્યે એટલો અનહદ પ્રેમ હોઈ શકે તે તેની સાથે તમે લગ્ન કરી લો. અમેરિકાના લાગ વેગસમાં એક મહિલાએ તેના ફેવરિટ કલર સાથે લગ્ન કરી લીધા. સેરા નામની મહિલા ઘણા વર્ષોથી પિન્ક કલર સાથે રિલેશનશિપમાં હતી ફાઈનલી બંને લાઈફ પાર્ટનર બની ગયા.

ટેણિયાના સવાલના કારણે લગ્નનો વિચાર આવ્યો

કિટન સેરાનું ફર્નિચર પણ પિન્ક રંગમાં રંગાયેલું છે
કિટન સેરાનું ફર્નિચર પણ પિન્ક રંગમાં રંગાયેલું છે

કિટન સેરા નામની મહિલાના મનમાં પિન્ક કલર સાથે લગ્ન કરવાનો વિચાર 2 વર્ષ પહેલાં આવ્યો. એક વખત એક ટેણિયાએ સારાને પૂછ્યું કે, તમને પિન્ક કલર ગમે છે? સારાએ કહ્યું, 'હા, પિન્ક પ્રત્યે મને ઘણો પ્રેમ છે.' તો સામે ટેણિયાએ સારાને કહ્યું કે, 'જો તમને પિન્ક કલર આટલો જ ગમે છે તો તેની સાથે લગ્ન કેમ નથી કરી લેતા'. ટેણિયાના આવા શબ્દ સાંભળી સેરાને પિન્ક કલર સાથે લગ્નનો વિચાર આવ્યો.

સેરાના તમામ આઉટફિટ પિન્ક કલરના હોય છે
સેરાના તમામ આઉટફિટ પિન્ક કલરના હોય છે

સેરાએ પિન્ક કલર સાથે નવાં વર્ષે 1 જાન્યુઆરીએ લગ્ન કર્યા. લગ્નમાં સેરાએ પિન્ક ગાઉન, ફ્લફી પિન્ક કોટ પહેર્યો હતો. સેરાની જ્વેલરી અને લિપ્સ્ટિક પણ પિન્ક કલરની હતી. લગ્નમાં સેરાએ કેટલાક પિન્ક શૅડ સાથે શપથ લીધા કે તે આ પિન્ક શેડ્સ સિવાય ક્યારે બીજા કોઈ કલરનો ઉપયોગ નહિ કરે.

સેરાની કાર પણ પિન્ક કલરની છે
સેરાની કાર પણ પિન્ક કલરની છે
કારની એક્સેસરીઝ ઈવન તેના પાલતુ શ્વાનના ફર પણ પિન્ક કલરના
કારની એક્સેસરીઝ ઈવન તેના પાલતુ શ્વાનના ફર પણ પિન્ક કલરના

સેરાના લગ્નમાં આવેલા મહેમાનો પણ પિન્ક આઉટફિટમાં આવ્યા હતા. મહેમાનોએ પિન્ક સૂટ, પિન્ક શૂઝ અને જ્વેલરી પિન્ક કલરના પહેર્યા હતા.

લગ્નમાં હાજર મહેમાનો
લગ્નમાં હાજર મહેમાનો

લગ્નમાં સેરાની એન્ટ્રી ફ્લોર પર પથરાયેલા પિન્ક ફૂલો પર થઈ. પિન્ક કલરના ફૂલો હાથમાં લઈ સેરાએ કસમ ખાધીકે તે મૃત્યુ પામે ત્યાં સુધી માત્ર પિન્ક કલર જ પહેરશે.

વેડિંગ કેક
વેડિંગ કેક
અન્ય સમાચારો પણ છે...