તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • In Kuala Lumpur, 20 Girls Were Learning English And Malay For Immigrant Women, They Say These Women Will Educate Other Women By Reading And Writing.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મફત શિક્ષણ:મલેશિયામાં 20 છોકરીઓ બિનપ્રવાસી મહિલાઓને અંગ્રેજી અને મલય ભાષા લખતા-વાંચતા શીખવાડે છે

4 દિવસ પહેલા

મલેશિયાની રાજધાની કુઆલા લંપુરમાં એક રૂમમાં વિદ્યાર્થીઓ જમીન પર કાર્પેટ પાથરીને ભણી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ કોઈ બાળકો નહિ પણ બિનપ્રવાસી મહિલાઓ છે જેમાંથી અમુકની ઉંમર 50 વર્ષ છે. તેઓ પ્રથમવાર મલય અને અંગ્રેજી વાંચતા અને લખતા શીખી રહ્યા છે. સપ્ટેમ્બર મહિનાથી બે લો સ્ટુડન્ટ મહિલાઓને શિક્ષિત કરી સશક્ત બનાવવા માટે આ પ્રયત્નો કરી રહી છે.

અહિની એક 54 વર્ષીય સ્ટુડન્ટ જાલેહા અબ્દુલે કહ્યું કે, ‘પહેલાં મને અંગ્રેજીના આલ્ફાબેટ્સ વાંચતા આવડતા નહોતા. પરંતુ હવે હું શીખી રહી છું. મેં ગયા મહિને શીખવા ઘણી મહેનત કરી. હું ઈચ્છું છું કે, હું ગમે ત્યાં ખરીદી કરવા જાઉં તો ત્યાં વાંચી-લખી પોતાની વાત સરળતાથી દુકાનદારને કહી શકું.’

જાલેહાની જેમ મલેશિયાની ઘણી બધી એવી મહિલાઓ છે જેઓ મલય ભાષામાં વાત તો કરી શકે છે પણ તે લખતા આવડતું નથી. 23 વર્ષની અરિસા જેમિમા વોલન્ટીયર છે જે બિનપ્રવાસી મહિલાઓને ભણાવીને તેમનું જીવન સ્તર સુધારવા માગે છે.

બંને છોકરીઓએ મહિલાઓને ભણાવવા માટે અમુક ટીચર્સ સાથે વાત કરી અને ઇન્સ્ટાગ્રામથી જોડાયા. આ પ્રકારે અહિ 20 વોલન્ટીયર આશરે 50 પરિવારોની બિનપ્રવાસી મહિલાઓને ફ્રીમાં શિક્ષણ આપી રહ્યા છે. અરિસાએ કહ્યું કે, આ મહિલાઓ માટે આવી ચેરિટી ઘણી જરૂરી છે. તેઓ પોતે પણ લખતા-વાંચતા શીખશે અને સમુદાયના લોકોને પણ શિક્ષિત કરી શકશે. તેમાંથી ઘણી મહિલાઓ તેમના બાળકો સાથે લઈને પણ આવે છે. આ બાળકોને પણ અલગ રૂમમાં ભણાવવામાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો