કુશળ મિલિટરી ટેક્નિક:બે જ મિનિટમાં ઘસઘસાટ ઊંઘ આવી જશે, જાણો આ રહસ્ય

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમુક એવી વસ્તુઓ પણ છે કે, જેના કારણે તમે એકાએક તણાવમાં આવી જાવ છો જેમકે, સુવાનો પ્રયાસ કરતાં હોવ ને ઊંઘ ના આવે, પરંતુ જો તમે રાત્રે પથારીમાં જાગતા સૂવાની આદત ધરાવતા હોવ, મગજ કલાકના દસ લાખ માઈલની ઝડપે દોડતું હોય અને મીઠી ઊંઘ માટે ઝંખતા હો પણ આવતી ના હોય તો તમારા માટે સારા સમાચાર છે. આજે અમે તમને એક એવી કુશળ મિલિટરી ટેકનિક વિશે જણાવવા જઈ રહ્યા છીએ છે જે કોઈને પણ માત્ર બે મિનિટમાં ઊંઘી જવામાં મદદ કરે છે- અને તે કદાચ તમારું જીવન બદલી શકે છે.

અહેવાલ મુજબ આ યુક્તિનો ઉપયોગ કોઈપણ વ્યક્તિને ફક્ત 2 જ મિનિટમાં સારી રીતે ઊંઘવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. રિલેક્સ એન્ડ વિન ચેમ્પિયનશિપ પર્ફોર્મન્સ, 1981 નામના પુસ્તકમાં વિસ્તૃત વિગતો આપવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે, થાકને કારણે સૈનિકો જીવલેણ ભૂલો ન કરે તેની ખાતરી કરવા માટે આ ટેકનિક લશ્કરી વડાઓ દ્વારા વિકસાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

આ ટેક્નિક કેવી રીતે અજમાવવી તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે:

  • જીભ, જડબાં અને આંખોની આસપાસના સ્નાયુઓ સહિત તમારા ચહેરાનાં સ્નાયુઓને આરામ આપો.
  • તમારો ખભાનો ભાગ જ્યાં સુધી નીચે જઈ શકે ત્યાં સુધી ખેંચો. એક સમયે એક જ બાજુ આ ક્રિયાને તમારા અપર અને લોઅર આર્મ્સ દ્વારા અનુસરો.
  • શ્વાસોચ્છવાસની પ્રક્રિયા કરો અને જાંઘથી લઈને તમારા પગ ને પછી તમારી છાતીના ભાગને પણ રિલેક્સ કરો.

નીચે જણાવેલી ત્રણ પરિસ્થિતિઓને વિચારતાં પહેલાં તમારે તમારા મનની સફાઈ કરવા માટે 10 સેકન્ડ વિતાવવી પડશે.

  • તમે શાંત તળાવમાં એક હોડી પર સૂતા છો, જેમાં તમારી ઉપર સ્પષ્ટ વાદળી આકાશ સિવાય બીજું કશું જ નથી
  • તમે પીચ-બ્લેક રૂમમાં કાળા મખમલના બેડમાં સુઈ રહ્યા છો
  • તમે તમારી જાતને લગભગ ૧૦ સેકંડ સુધી વારંવાર કહો છો કે "વિચારશો નહીં, વિચારશો નહીં, વિચારશો નહીં".

એવું કહેવામાં આવે છે કે, આ તકનીક છ અઠવાડિયાની પ્રેક્ટિસ પછી ૯૬ ટકા લોકો માટે કામ કરશે. NHS હાલમાં ભલામણ કરે છે કે, સરેરાશ વ્યક્તિને યોગ્ય રીતે કાર્ય કરવા માટે દરરોજ રાત્રે લગભગ આઠ કલાકની સારી ગુણવત્તાવાળી ઊંઘની જરૂર હોય છે. તે ચેતવણી આપે છે કે, ઊંઘના અભાવને કારણે લોકો મેદસ્વીપણા, હાઈ બ્લડ પ્રેશર અને હૃદયરોગ સહિતની અનેક તબીબી પરિસ્થિતિઓનો ભોગ બની શકે છે. યુકેમાં દર ત્રણમાંથી એક વ્યક્તિ ઓછી ઊંઘથી પીડાઈ રહ્યો છે ત્યારે આ મિલેટ્રી ટેક્નિક તમને મીઠી ઊંઘ આપી શકે છે. જો તે કામ ના કરે તો સ્લીપ ઍક્સપર્ટ ડૉ. નીલ સ્ટેનલી કહે છે કે, જ્યારે ઊંઘવાની વાત આવે છે ત્યારે સૌથી અગત્યનું પરિબળ તમારા મનને શાંત કરવાનું છે.

ઊંઘવા માટે તમારે ત્રણ વસ્તુઓની જરૂર પડે છે : એક બેડરૂમ જે આરામદાયક સૂવા માટે અનુકૂળ હોય અને સૌથી અગત્યનું શાંત મન. જો તમારું મગજ દોડતું રહે તો તમે સૂઈ શકતા નથી અને તેથી તેને ધીમું કરવા માટે તમે જે કંઈપણ કરી શકો છો તે તમને સૂવામાં મદદ કરશે. આમ, કરવાની કોઈ જાદુઈ રીત નથી, તમારે તમારા પર કઈ રીત અસર કરે છે તે શોધવું પડશે. પછી કદાચ તે વાંચન હોઈ શકે, ગરમ સ્નાન હોઈ શકે, કેમોલી ચા હોઈ શકે, એરોમાથેરાપી અથવા પિંક ફ્લોઇડને સાંભળવું પણ હોઈ શકે. તમારે નક્કી કરવાનું છે કે, કઈ આદત તમારો તણાવ ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.