તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • In Just A Few Hours, A 10 Floor Building Was Erected, And Luxurious Apartments Were Ready In No Time.

ચીન:માત્ર થોડા જ કલાકોમાં 10 માળની ઈમારત ઊભી કરવામાં આવી, જોત જોતામાં તો તૈયાર થઈ ગયા આલીશાન અપાર્ટમેન્ટ્સ, ઈન્ટરનેટ પર વીડિયો વાઈરલ

3 મહિનો પહેલા
ચીનના ચાંગ્શામાં બ્રોડ ગ્રુપ નામની એક કંપનીએ 28 કલાક અને 45 મિનિટમાં એક 10 માળની ઈમારત ઊભી કરી દીધી.
  • ચીનના ચાંગ્શામાં બ્રોડ ગ્રુપ નામની એક કંપનીએ 28 કલાક અને 45 મિનિટમાં એક 10 માળની ઈમારત ઊભી કરી દીધી
  • કંપનીએ 4 મિનિટ 52 સેકન્ડના વીડિયોમાં ઈમારત બનાવવાની આખી પ્રોસેસ બતાવી છે

ઊંચામાં ઊંચી ઈમારત બનાવવા માટે સામાન્ય રીતે મહિનાઓ અથવા વર્ષો લાગી જાય છે. પરંતુ ચીનની એક કંપનીએ 10 માળની બિલ્ડિંગ બનાવવા માટે પ્લાનિંગ તો કર્યું પરંતુ એટલો ઓછો સમય લીધો કે સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે. આ બિલ્ડિંગને માત્ર 28 કલાક 45 મિનિટમાં તૈયાર કરવામાં આવી.

ચીનના ચાંગ્શામાં બ્રોડ ગ્રુપ નામની એક કંપનીએ 28 કલાક અને 45 મિનિટમાં એક 10 માળની ઈમારત ઊભી કરી દીધી છે. બ્રોડ ગ્રુપ એક ચિની એન્ટરપ્રાઈઝ છે, જેણે વિવિધ ક્ષેત્રમાં કામ કર્યું છે. તાજેતરમાં આ ગ્રુપ દ્વારા 28 કલાક 45 મિનિટમાં 10 માળની રહેણાંક ઈમારતનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આટલા ઓછા સમયમાં તૈયાર કરવામાં આવેલા આ બાંધકામથી ઈન્ટરનેટ પર ખળભળાટ મચી ગયો છે. જ્યારે બિલ્ડિંગનો વીડિયો અને તસવીર સામે આવી તો તે જોઈને લોકો ચોંકી ગયા. મનમાં એક જ સવાલ હતો કે આટલા ઝડપી બાંધકામની પાછળનું રહસ્ય શું છે?

પ્રિ-ફેબ્રિકેટેડ કન્સ્ટ્રક્શન સિસ્ટમ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો
હકીકતમાં આ ઈમારતને ઉભી કરવા માટે પ્રિ-ફેબ્રિકેટેડ કન્સ્ટ્રક્શન સિસ્ટમ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના અંતર્ગત ઈમારતનું નિર્માણ સેલ્ફ-કન્ટેન્ડ મોડ્યુલર યુનિટ્સને ભેગા કરીને કરવામાં આવે છે, જે પહેલાથી જ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવ્યા હોય છે.

પહેલાથી જ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવેલા ઈમારતના કન્ટેનરને બાંધકામના સ્થળે લાવવામાં આવ્યા. આ કન્ટેનરને એક બીજાની ઉપર રાખીને બોલ્ટની મદદથી એકસાથે જોડીને આખી ઈમારત તૈયાર કરવામાં આવી. બાદમાં વીજળી અને પાણીનું કનેક્શન કરવામાં આવ્યું.

બ્રોડ ગ્રુપે 10 માળની ઈમારત બનાવવામાં સફળતા મેળવી
સીએનએનના અનુસાર, ચીનના ચાંગ્શામાં 28 કલાક 35 મિનિટમાં બ્રોડ ગ્રુપે 10 માળની ઈમારત બનાવવામાં સફળતા મેળવી છે. આ ઈમારતને તૈયાર કરવાનો શોર્ટ વીડિયો તૈયાર કરવામાં આવ્યો છે અને આ ટેક્નિકને લઈને ચર્ચા પણ થઈ રહી છે. 4 મિનિટ 52 સેકન્ડના વીડિયોમાં કંપનીએ આખી ઈમારત બનાવવાની આખી પ્રોસેસ બતાવી છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘Standard container size, low-cost transportation worldwide. Extremely simple onsite installation’​​​​​​​​​​​​​​​​​​​​​
​​​​​​​

આ વીડિયોમાં એક જૂથ એમ પણ કહે છે કે, આ ઈમારતનું ઈન્સ્ટોલેશન એકદમ સરળ હતું, માત્ર બોલ્ટથી કન્ટેનરને ફિટ કરો અને પાણી અને વીજળીને કનેક્ટ કરી દો.