• Gujarati News
  • Lifestyle
  • In Honor Of Scientist Sara Gilbert, Barbie Doll Launches A Doll Like Hers, Wishing Sara Well, 'kids See This And Think Of Making A Career In Vaccinologist'

ગૌરવ:વૈજ્ઞાનિક સારા ગિલ્બર્ટનાં સન્માનમાં બાર્બી ડોલે તેમના જેવી ડોલ લોન્ચ કરી, સારા ઈચ્છે છે, ‘બાળકો આ જોઇને વેક્સિનોલોજિસ્ટમાં કરિયર બનાવવાનું વિચારે’

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
વૈજ્ઞાનિક સારા ગિલ્બર્ટને આશા છે કે, તે નેક્સ્ટ જનરેશનને પ્રેરણા આપશે - Divya Bhaskar
વૈજ્ઞાનિક સારા ગિલ્બર્ટને આશા છે કે, તે નેક્સ્ટ જનરેશનને પ્રેરણા આપશે
  • #ThankYouHeroes કેમ્પેન હેઠળ બાર્બી ડોલ મેકર્સે ડૉક્ટર્સ, નર્સ અને અન્ય ફ્રંટ લાઈન વર્કર્સને સન્માન આપ્યું

કોરોના વેક્સિન બનવાનારા ઓક્સફોર્ડનાં વૈજ્ઞાનિક પ્રોફેસર સારા ગિલ્બર્ટના સન્માનમાં બાર્બી ડોલ બનાવતી કંપનીએ તેના જેવી જ ડોલ બનાવી છે. પ્રોફેસરે કહ્યું, આ સન્માન વિજ્ઞાન, ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ ફિલ્ડમાં કરિયર બનાવવા ઇચ્છતી છોકરીઓને પ્રેરણા આપશે. સાથે જ તે જાણી શકશે કે આખી દુનિયામાં સાયન્સમાં કરિયર બનાવવું કેટલું મહત્ત્વપૂર્ણ છે. સારા ઈચ્છે છે કે, તેના જેવી બાર્બી જોઇને બાળકો વિચારે કે વેક્સિનોલોજિસ્ટ તરીકે પણ કરિયરમાં ઘણી બધી શક્યતા છે. સારાએ પ્રથમવાર આ બાર્બીને જોઈ તો તેને નવાઈ લાગી હતી.

આની પહેલાં પણ મહિલાઓના સન્માનમાં તેમના જેવી આબેહૂબ બાર્બી ડોલ બની ચૂકી છે. એક અમેરિકન ફેન્સરને સન્માન આપવા માટે સૌથી પહેલાં વર્ષ 2017માં હિજાબ પહેરેલી બાર્બી લોન્ચ કરી હતી. આ એથ્લીટે હિજાબ પહેરીને ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો.

બાર્બી ડોલ્સે ફ્રંટ લાઈન વર્કર્સને સન્માન આપ્યું
#ThankYouHeroes કેમ્પેન હેઠળ બાર્બી ડોલ મેકર્સે ડૉક્ટર્સ, નર્સ અને અન્ય ફ્રંટ લાઈન વર્કર્સને સન્માન આપવા ડોલ બનાવી. આ બાર્બીના સેટને વન-ઓફ-અ બાર્બી ડોલ્સ નામ આપ્યું છે. આ ડોલ્સમાં પ્રોફેસર સારા ગિલ્બર્ટ પણ સામેલ છે. એસ્ટ્રાઝેનેકા વેક્સિન બનાવવામાં તેમનો ફાળો મહત્ત્વનો છે.

નેક્સ્ટ જનરેશનને પ્રેરણા મળશે
બાર્બી એન્ડ ડોલ્સના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ લિસા મેકનાઈટે કહ્યું, કોરોના મહામારી દરમિયાન દરેક ફ્રંટલાઈન વર્કર્સનું કામ અનેરું છે. કપરા સમયમાં તેમણે કરેલા બલિદાન અમે ક્યારેય ભૂલી નહીં શકીએ. તેમની સ્ટોરી પર પ્રકાશ પાડવા માટે અમે તેમની સ્ટોરી શેર કરી રહ્યા છીએ. અમને આશા છે કે, નેક્સ્ટ જનરેશન આ હીરોમાંથી પ્રેરણા લેશે.

અન્ય સમાચારો પણ છે...