તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • In His Retirement Days, The 64 year old Bank Officer Passed The NEET Exam And Took Admission In MBBS

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડૉક્ટર બનવાનું સપનું:64 વર્ષના નિવૃત્ત બેન્ક અધિકારીએ NEETની આકરી પરીક્ષા પાસ કરી MBBSમાં એડમિશન લીધું

3 મહિનો પહેલા
  • જય કિશોર પ્રધાન અગાઉ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ડેપ્યુટી મેનેજર હતા
  • 2016માં બેન્કમાંથી નિવૃત્ત થયા બાદ પોતાનું ડૉક્ટર બનવાનું અધૂરું સપનું પૂરું કરવાની તૈયારીઓ શરૂ કરી
  • તેમની દીકરી ડેન્ટલ સર્જરીનું ભણી રહી છે અને પત્ની ફાર્મસિસ્ટ છે

નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ સાઠના દાયકામાં મોટા ભાગના લોકો પૌત્ર-પૌત્રાદિઓ સાથે આનંદ માણવામાં અને અધૂરાં રહી ગયેલાં સપનાં પર અફસોસ કરવામાં સમય વ્યતીત કરતા હોય છે, પરંતુ ઓડિશાના અતાબિરામાં રહેતા જય કિશોર પ્રધાન નામના 64 વર્ષીય નિવૃત્ત બેન્ક અધિકારીએ આ ઉંમરે ડૉક્ટર બનવાનું પોતાનું અધૂરું સપનું પૂરું કરવાની ક્વાયત આરંભી છે. તેમણે આ માટે NEETની અઘરી પરીક્ષા પણ પાસ કરી લીધી છે અને ત્યાંની વીર સુરેન્દ્ર સાંઈ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સીસ એન્ડ રિસર્ચમાં MBBSમાં એડમિશન પણ લઈ લીધું છે.

જય કિશોર પ્રધાન અગાઉ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ડેપ્યુટી મેનેજરના પદેથી રિટાયર થયા છે. તેમનું કહેવું છે કે યુવા અવસ્થામાં તેઓ મેડિકલની એન્ટ્રન્સ એક્ઝામમાં ફેલ થયા હતા, ત્યાર બાદ તેઓ બેચલર ઑફ સાયન્સમાં એડમિશન લઇને BSc થયા હતા. ત્યાર બાદ તેમણે બેન્કની નોકરી સ્વીકારી લીધી હતી. 2016માં બેન્કમાંથી નિવૃત્ત થયા બાદ પોતાનું ડૉક્ટર બનવાનું અધૂરું સપનું પૂરું કરવાની તૈયારીઓ આરંભી દીધી.

જય કિશોર પ્રધાન યુવાવસ્થામાં મેડિકલની એન્ટ્રન્સ એક્ઝામમાં ફેલ થયા હતા, એટલે એમણે BSc કરીને બેન્કની જોબ સ્વીકારી લેવી પડી હતી. હવે તેઓ આ સપનું ફરીથી સાકાર કરી રહ્યા છે
જય કિશોર પ્રધાન યુવાવસ્થામાં મેડિકલની એન્ટ્રન્સ એક્ઝામમાં ફેલ થયા હતા, એટલે એમણે BSc કરીને બેન્કની જોબ સ્વીકારી લેવી પડી હતી. હવે તેઓ આ સપનું ફરીથી સાકાર કરી રહ્યા છે

NEETની પરીક્ષામાં બેસવા માટે આમ તો 25 વર્ષની વયમર્યાદા છે, પરંતુ 2018માં આ વાતને પડકારતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ હતી, જે કેસ હજી પેન્ડિંગ છે, આથી NEETમાં તમામ વયના લોકોને અત્યારે પરીક્ષા આપવાની છૂટ અપાઈ છે. જય કિશોર પ્રધાને આ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરીને હવે MBBSમાં એડમિશન પણ લઈ લીધું છે.

પ્રધાને મેડિકલની પરીક્ષાની તૈયારી કરી રહેલી પોતાની દીકરીને મદદ કરતાં કરતાં પોતે પણ આ પરીક્ષા આપવાનું નક્કી કર્યું. તેમનું કહેવું છે કે જો તેઓ પોતાની દીકરીને મદદ કરી શકતા હોય તો પોતે શા માટે પરીક્ષા પાસ ન કરી શકે! ટ્વિન દીકરીઓના પિતા એવા જય કિશોરની એક દીકરી અત્યારે ડેન્ટલ સર્જરીનું ભણી રહી છે, જ્યારે અન્ય ડેન્ટલનું ભણતી અન્ય એક દીકરી અવસાન પામી છે. જ્યારે તેમનાં પત્ની પોતે પણ ફાર્મસિસ્ટ છે. તેમનો દીકરો દસમા ધોરણમાં ભણે છે.

જય કિશોર પ્રધાનનું કહેવું છે કે આ ઉંમરે MBBS કરીને તેઓ ભલે નોકરી ન કરી શકે, પરંતુ ગરીબોને ફ્રીમાં તબીબી સેવા તો આપી શકે ને!

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો