તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • In Andhra Pradesh, The Wife Built A Temple In Memory Of Her Dead Husband, Worshiping Her Husband's Marble Idol Morning And Evening.

પતિપ્રેમ:આંધ્ર પ્રદેશમાં પત્નીએ મૃત પતિની યાદમાં મંદિર બનાવડાવ્યું, પતિની આરસની મૂર્તિની સવાર-સાંજ પૂજા કરે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2017માં પદ્માવતીના પતિ અંકિ રેડ્ડીનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું
  • પદ્માવતીના પતિ તેના સપનામાં આવીને મંદિર બનાવવાનું કહીને ગયા હતા

આંધ્ર પ્રદેશમાં એક પત્નીનો તેના મૃત પતિ પ્રત્યેનો પ્રેમ જોવા જેવો છે. પ્રકાસમ જીલ્લામાં રહેતી મહિલાએ તેના પતિની યાદમાં મંદિર બંધાવ્યું. આ મંદિરમાં મૂકેલી તેના પતિની મૂર્તિની રોજ પૂજા કરે છે.

પતિનું મૃત્યુ થયા પછી પદ્માવતી ભાંગી પડી હતી
પદ્માવતીનો ઉછેર એક રૂઢીચુસ્ત પરિવારમાં થયો. વર્ષ 2017માં પદ્માવતીના પતિ અંકિ રેડ્ડીનું મૃત્યુ થયું હતું. મૃત્યુના થોડા દિવસ પછી પદ્માવતીના સપનામાં તેનો પતિ આવ્યો અને તેણે મંદિરની બનાવવાની વાત કહી. ચાર વર્ષ પહેલાં પદ્માવતીના પતિનું મૃત્યુ રોડ અકસ્માતમાં થયા પછી તેની જિંદગી વિખરાઈ ગઈ હતી.

દર પૂનમે ગરીબ બાળકોને જમાડે છે
પદ્માવતીએ કહ્યું, મારા મમ્મીને મેં મારા પિતાની પૂજા કરતા જોયા છે. તેમને જોઇને જ હું મોટી થઈ અને લગ્ન પછી પણ હું મારા મમ્મીએ શિખવાડેલા રસ્તે જ ચાલી છું. પદ્માવતીએ મંદિરમાં તેના મૃત પતિની આરસની મૂર્તિ મૂકી. આ મૂર્તિને ભગવાન સમજીને સવાર-સાંજ પૂજા કરે છે. તેના પતિના જન્મદિવસે અલગથી પૂજાની આયોજન પણ કરે છે. પદ્માવતી દર પૂનમે ગરીબ બાળકોને ભરપેટ જમાડે છે.

પતિની મૂર્તિ પદ્માવતી માટે ભગવાન સમાન છે
પદ્માવતીનો દીકરો શિવશંકર રેડ્ડી અને તેના પતિનો ફ્રેન્ડ મંદિરનું ધ્યાન રાખે છે. પદ્માવતી મંદિરમાં તેના પતિની મૂર્તિ જોઇને ઘણી ખુશ છે. તેના માટે આ જ ભગવાન છે. આની પહેલાં પણ તેલંગાણામાં એક પૌત્રએ તેના મૃત દાદા મોગુલપ્પા માટે મંદિર બનાવડાવ્યું હતું. મોગુલપ્પાને પોતાના કોઈ સંતાન નહોતા તેમણે મોટાભાઈના દીકરાને દત્તક લીધો હતો અને તેનો ઉછેર કર્યો હતો. વર્ષ 2013માં મોગુલપ્પાનું અવસાન થતા તેણે 24 લાખ રૂપિયા ખર્ચીને દાદાના નામે મંદિર બનાવ્યું અને તેમાં દાદાની આરસની મૂર્તિ પણ મૂકી હતી.

અન્ય સમાચારો પણ છે...