• Gujarati News
  • Lifestyle
  • In Addition To The Back And Neck, Brides Have Started Applying Mehndi In The Form Of Armband, Girdle.

નવો ટ્રેન્ડ:દુલ્હન હાથ અને પગ ઉપરાંત પીઠ અને ગળા પર પણ મહેંદી મૂકાવે છે, માર્કેટમાં આ ટ્રેન્ડનો ક્રેઝ જબ્બર વધ્યો

કમલા બડોની5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવી દુલ્હનના શરીર પર આ મહેંદી આર્ટ સરસ લાગે છે

આ વેડિંગ સીઝનમાં મહેંદી લગાવવાનો ટ્રેન્ડ બદલાઈ ગયો છે. જો તમે કોઈ દુલ્હનની પીઠ કે પછી ગળા પર મહેંદીની ડિઝાઇન જુઓ, તો ચોંકવાની જરૂર નથી. કારણકે હાલની દુલ્હનની ચોઈસ બદલાઈ ગઈ છે. હવે તેમને તેઓ માત્ર હાથ પર જ મહેંદી નથી મુકાવતી પણ મહેંદી આર્ટના નવા ટ્રેન્ડ પણ ટ્રાય કરે છે. બ્રાઇડલ મહેંદીના નવા ટ્રેન્ડ જાણવા માટે અમે સેલિબ્રિટી મહેંદી ડિઝાઈનર જ્યોતિ છેડા અને તન્વી પટેલ સાથે વાત કરી..

મહેંદી આર્ટિસ્ટ તન્વી પટેલે કહ્યું, મહેંદી આર્ટમાં એક નવો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. દુલ્હન હવે હાથ ઉપરાંત અલગ-અલગ બોડી પાર્ટ્સ પર પણ મહેંદી મૂકાવવાની ડિમાન્ડ કરે છે. આ વર્ષે ટ્રેન્ડ પોપ્યુલર બની ગયો. નવી દુલ્હનના શરીર પર આ મહેંદી આર્ટ સરસ લાગે છે.

તન્વી પટેલ દુલ્હનની પીઠ, ગળા અને કમર પર મહેંદીની ડિઝાઇન કરે છે અને તેની આ સ્ટાઈલ ઘણી ફેમસ થઈ ગઈ. તન્વીએ કહ્યું, મોડર્ન છોકરીઓને હંમેશાં કંઈક નવું જોઈએ છે અને આ કરવા માટે તેઓ ન્યૂ ટ્રેન્ડ સેટ કરે છે. આ વર્ષે લગ્નમાં હાથ-પગ ઉપરાંત અલગ-અલગ બોડી પાર્ટ્સ પર પણ મહેંદી લગાવવાનો ક્રેઝ વધી રહ્યો છે અને લોકોને પણ આ ટ્રેન્ડ ગમી રહ્યો છે.

યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલા સાથે સેલિબ્રિટી મહેંદી આર્ટિસ્ટ જ્યોતિ છેડા
યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલા સાથે સેલિબ્રિટી મહેંદી આર્ટિસ્ટ જ્યોતિ છેડા

સેલિબ્રિટી મહેંદી આર્ટિસ્ટ જ્યોતિ છેડાએ કહ્યું, બોડી જ્વેલરી, બોડી ટેટૂની ફેશન આશરે આઠથી દસ વર્ષ પહેલાંથી છે, પરંતુ હવે આ મહેંદી આર્ટનો ક્રેઝ વધી રહ્યો છે. હવે દુલ્હન માત્ર હાથ-પગ જ નહીં પણ અન્ય બોડી પાર્ટ્સ પર પણ મહેંદી મૂકાવે છે.

જ્યોતિએ યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલા, દિશા પરમાર અને રાહુલ વૈદ્ય, ગૌહર ખાન અને ઝૈદ દરબાર જેવા સેલિબ્રિટીને લગ્નની મહેંદી મૂકી દીધી છે.

બોડી મહેંદી વિશે જ્યોતિએ કહ્યું, શૂટિંગ માટે દુલ્હનને મહેંદી મૂકવામાં આવે છે, ત્યારે રિયલ મહેંદીને બદલે ટેમ્પરરી મહેંદી મૂકવામાં આવે છે. જે દુલ્હનને મહેંદીથી એલર્જી હોય તેઓ નેલપેઇન્ટ, એક્રેલિક પેઇન્ટ, માર્કર કે સ્કેચ પેનથી બેક કે નેક પર મહેંદી મૂકાવે છે. નેલ પોલિશ ભીની હોય ત્યારે તેમાં ડાયમંડ કે ઝરી લગાવીને મહેંદીમાં ચાર ચાંદ લગાવી શકાય છે.

માર્કેટમાં મહેંદી સ્ટિકર્સ પણ મળી જાય છે, દુલ્હન ઈચ્છે તો વેડિંગ ફેશન માટે તેનો ઉપયોગ કરી શકે છે. સ્કૂલ-કોલેજના ફંક્શન માટે છોકરીઓ મહેંદી, સ્ટિકર્સ કે પછી માર્કરનો ઉપયોગ કરે છે.