તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • In A Hong Kong Restaurant, The Disabled Are Trained To Make Meals, From Cooking To Serving.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારા કામની પહેલ:હોન્ગકોન્ગના એક રેસ્ટોરાંમાં દિવ્યાંગોને ભોજન બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવે છે, આ લોકો કુકિંગથી લઇને સર્વિંગનું કામ કરે છે

4 મહિનો પહેલા

હોન્ગકોન્ગના એક રેસ્ટોરાંમાં ગરમાગરમ લસ્કાથી લઈને શિફોન કેકની ટેસ્ટી સ્લાઈઝનો આનંદ લઇ શકાય છે. આ રેસ્ટોરાંનું નામ ‘ડિગ્નીટી કિચન’ છે. અહિનો મોટાભાગનો સ્ટાફ શારીરિક કે માનસિક રૂપે દિવ્યાંગ છે. આ રેસ્ટોરાંમાં દરેક લોકોને ભોજન બનાવવાની સાથે કસ્ટમરને સર્વ કરવાની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.

રેસ્ટોરાંના સંસ્થાપક કોહ સેંગ ચુનનું કહેવું છે કે, દિવ્યંગોની મદદ કરવી જરૂરી છે કારણકે આ પણ આપણા સમાજનો ભાગ છે. 61 વર્ષીય આન્ત્રપ્રિન્યોરે જાન્યુઆરી મહિનામાં રેસ્ટોરાં શરુ કર્યું હતું. તેઓ કહે છે કે, આ લોકોને આપની મદદની જરૂર છે. જો આપણે તેમને નોકરી આપીશું તો તેઓ ગરીબીના અંધકારમાંથી નીકળી શકશે.

‘ડિગ્નીટી કિચન’ માધ્યમથી દિવ્યાંગોને ટ્રેનિંગ આપવાનો એક હેતુ એ પણ છે કે જો આ લોકો યોગ્ય ટ્રેનિંગ લેશે તો તેઓ અન્યને પણ શીખવાડી શકશે. કોહે સૌથી પહેલા આ પ્રકારના રેસ્ટોરાંની શરુઆત સિંગાપોરમાં કરી હતી. એ પછી તેમણે હોન્ગકોન્ગમાં પોતાની બ્રાંચ ખોલી. આ રેસ્ટોરાંમાં આવતી કસ્ટમર લીસા કહે છે કે, ‘હું અહિયાં લસ્કા ખાવા આવું છું અને તે બહુ ટેસ્ટી છે.’

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો