• Gujarati News
  • Lifestyle
  • I'm Pregnant I Can't Wear A Seatbelt, Girlfriend Is Waiting, Let Her Go, Otherwise There Will Be A Breakup

ટ્રાફિક પોલીસથી બચવા માટેનાં ગજબ બહાનાં:‘પ્રેગ્નન્ટ છું સીટબેલ્ટ નહિ પહેરી શકું’, ‘સાહેબ, ગર્લફ્રેન્ડ રાહ જોઈ રહી છે, જવા દો’

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિલ્હી પોલીસનાં ઓફિશિયલ એકાઉન્ટ પરથી એક ટ્વીટ શેર કરવામાં આવ્યું છે, જેમાં લોકો ટ્રાફિકનાં નિયમો તોડયાં બાદ દંડ ના ભરવો પડે તે માટે કેવી-કેવી વિચિત્ર યુક્તિઓ શોધી કાઢે છે, તેના વિશે જણાવ્યું. જેમ કે ‘મારાં કૂતરાંએ મારું ડ્રાઇવિંગ લાઇસન્સ ખાઈ લીધું’, ‘હું ગર્ભવતી છું એટલે સીટ બેલ્ટ પહેરી નથી’ અને એકસ્ટ્રા ઓર્ડિનરી બહાનું ‘ગર્લફ્રેન્ડ રાહ જોઈ રહી છે, જવા દો નહિતર બ્રેકઅપ થઈ જશે.’

ચલાનથી બચવા માટેનાં વિચિત્ર બહાનાં
દિલ્હી પોલીસે કરેલાં ટ્વીટનાં જવાબમાં લોકોએ ચોંકાવનારાં બહાનાં શોધી કાઢ્યાં છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારાં ઘણાં લોકોનું માનવું છે કે, તેમણે પહેલી વાર આ ગુનો કર્યો છે તેવું ટ્રાફિક પોલીસને કહેવાથી તેઓ દંડથી બચી જાય છે. દિલ્હી પોલીસે ટ્વીટ કરીને લોકોને પૂછ્યું હતું કે, ‘ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થયા બાદ દંડથી બચવા માટેનાં વિચિત્ર બહાનાં શું હોય શકે?’

પરિવાર સાથે જોડાયેલાં બહાના કાઢવામાં દિલ્હીના લોકો સૌથી આગળ
દિલ્હી પોલીસનાં આ ટ્વિટનાં જવાબમાં સોશિયલ મીડિયા યુઝર્સે ખૂબ જ ગજબ બહાનાઓ વિશે વાત કરી હતી. એક મહિલાએ લખ્યું, ‘હું ગર્ભવતી છું એટલે સીટ બેલ્ટ પહેરી શકતી નથી.’ એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, ‘હું તમને મારાં એક મિત્રએ અજમાવેલ બહાનું કહી રહ્યો છું, સર પત્નીનું કોઈની સાથે અફેર ચાલી રહ્યું છે અને તે તેની સાથે અત્યારે તળાવની પાળે બેઠી છે, મને જવા દો.’ આ રીતે લોકોએ ટ્વીટનાં રિપ્લાયમાં જુદાં-જુદાં બહાનાં જણાવ્યા. આ પછી જ્યારે ન્યૂઝ એજન્સીએ ટ્રાફિક પોલીસ અધિકારીને આ બહાનાઓ વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે, જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરતાં લોકો પકડાય છે તો સામાન્ય રીતે તે પરિવાર સાથે જોડાયેલાં બહાનાં વધુ બનાવે છે અને આ પ્રકારના બહાના કાઢવામાં દિલ્હીનાં લોકો સૌથી આગળ છે.

‘મારી ગર્લફ્રેન્ડ રાહ જુએ છે, જવા દો’
એક યુઝરે લખ્યું, ‘સર, મારી ગર્લફ્રેન્ડ રાહ જોઈ રહી છે. મને જવા દો નહીંતર બ્રેકઅપ થઈ જશે અને આ રીત દરેક વખતે સફળ થાય છે.’ અન્ય એક વ્યક્તિએ ટ્વિટર પર લખ્યું, ‘સર, આ પહેલી વાર છે... જવા દો... પાકકું આગલી વખતે આવું નહીં થાય.’ સૌરભ શ્યામલ નામનાં અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘એક દિવસ જ્યારે હું હેલ્મેટ ન પહેરવાનાં કારણે પકડાયો હતો ત્યારે મેં કહ્યું ‘સર, અમે વિદ્યાર્થીઓ છીએ, અમારી પાસે પૈસા જ નથી હોતાં.’

કોરોના સમયે લોકડાઉનમાં પણ લોકોએ વિચિત્ર બહાનાબાજી કરી હતી. વાંચો પોલીસથી બચવા માટે લોકોએ કેવાં-કેવાં બહાના બનાવ્યા...
સર, મા માંદી છે, બહેન ગુજરી ગઈ છે

વિજય નગર ચોકડી પર સવારથી જ મોરચો માંડીને બેઠેલાં ટી.આઇ. કાઝીએ લોકોને અટકાવ્યા અને એક પછી એક બસમાં બેસાડવાનું શરૂ કર્યું ત્યારે એકે કહ્યું, કે મારી બહેન ગુજરી ગઈ છે, તેની સાથે જ બીજાં એકે કહ્યું, કે મારી મા બહુ બીમાર છે. તેમને જોઈને એવું ન લાગ્યું કે તેમને આવી કોઈ આપત્તિ આવી જ નથી. જ્યારે આ વાતની ખરાઈ કરી તો વાત ખોટી નીકળી ને તેમને તરત જ બસમાં બેસાડીને કામચલાઉ જેલમાં મોકલી દેવામાં આવ્યો.

‘સર, હું મારા મિત્રને પોલીસમાંથી છોડાવવા આવ્યો છું’
વિજય નગર ચોકડી પર ચેકિંગ દરમિયાન એક યુવક તેના સાથી સાથે ટીઆઈ પાસે પહોંચ્યો હતો. ગુરુવારની સાંજે બહાર પાડવામાં આવેલાં કલેક્ટરના આદેશની તેમની પાસે એક નકલ હતી. તે બતાવીને કહ્યું, અમારી પાસે તો પરમીશન છે. ટીઆઈએ પૂછ્યું કે, તમારી કંપની શું કરે છે? તેમણે જવાબમાં બીપીઓ કહ્યું. વાત-વાતમાં જાણવા મળ્યું કે, તે પોતાનાં સાથીને છોડાવવા માટે પોલીસ પાસે ગયો હતો, જેને પોલીસવાળાં કારણ વગર સવારમાં ઘરની બહાર નીકળવાનાં કારણે પકડીને લઈ ગયા હતાં. જ્યારે લોકડાઉન છે, તો પછી તમે ઘરની બહાર કેમ નીકળ્યા? ટીઆઈએ કહ્યું, કે જ્યારે લોકડાઉન છે તો પછી તમે બંને કેમ બહાર નીકળ્યાં. તેણે તે બંને યુવકોને પણ બેસાડી દીધાં હતાં.

‘સર, મા ડૉક્ટર છે અને અમે સેનિટાઈઝેશનનો સ્ટોલ ઊભો કર્યો છે’
માતા સાથે સ્કૂટર પર આવેલા યુવકને દેવાસ નાકાની ચોકડી પર પોલીસે અટકાવ્યો હતો. તો યુવકે કહ્યું સાહેબ, અમે સ્કીમ નંબર - 78 પર સેનિટાઈઝરનો સ્ટોલ લગાવીએ છીએ. તમે જોયું કે, મમ્મી ડૉક્ટર છે. તમે એકવાર આવ્યા હતાં. ટીઆઈ એ પૂછ્યું કે, શું તમે સેનિટાઇઝરને રસ્તાની બાજુમાં રાખીને વેચો છો? ના સર, કરિયાણાની દુકાને રસ્તા પર નહી. જ્યારે ટીઆઈએ કહ્યું કે, ઘરે જાઓ ત્યારે તેણે કહ્યું કે, તે તો સેનિટાઇઝર્સ વેચે છે.

’સર, બહેનને ટાઇફોઇડ છે, તેને લેવા જઈ રહ્યો છું’
પોલીસે કારમાં બેઠેલા ચારથી પાંચ લોકોને રોક્યા હતા. તેમને પૂછવામાં આવ્યું કે, આટલા બધા લોકો ક્યાંથી આવી રહ્યા છે? યુવકે કહ્યું, સર બહેનને ટાઇફોઇડ થયો છે, તેને લેવા ગયો હતો. આ અંગે ટીઆઇએ જણાવ્યું હતું કે, આટલા બધા લોકો લેવા ગયા હતા. શું તમે આખા પરિવારને કોરોનાના શિકાર બનાવવા ઈચ્છો છો?

પૂજા-અર્ચના કરવા માટે પૂજાની વસ્તુઓ લેવા નીકળ્યા હતા
પોલીસે કહ્યું કે, જે લોકોને પકડીએ તે નવા-નવા બહાના કાઢે છે. આ બહાનાઓની ચકાસણી કર્યા બાદ તેમને કામચલાઉ જેલમાં મોકલવામાં આવ્યા હતા. મોટી કારમાં નીકળેલાં લોકો પણ કારણ વગર નીકળી રહ્યા હતા.