• Gujarati News
  • Lifestyle
  • 'I'm Not For Sale': After 'marrying Herself', Brazilian Model Receives Marriage Proposal From An Arab Sheikh

આઈ એમ નોટ ફોર સેલ:પોતાને જ પરણેલી બ્રાઝિલિયન મોડલને અરબી શેખે મેરેજ માટે પ્રપોઝ કરી, મોડલે 3.70 કરોડ રૂપિયાની ઓફર નકારી ચોખ્ખી ‘ના’ પાડી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરબી શેખે મોડલને પોતાની જાત સાથે ડિવોર્સ લેવાના કહ્યા હતા
  • ક્રિસે કહ્યું, ‘હું કોઈ સેલ માટે નથી, પોતાની સાથે મેરેજ કરી ખુશ છું’

થોડા દિવસ પહેલાં બ્રાઝિલિયન મોડલ ક્રિસ ગેલેરાએ પોતાની સાથે જ લગ્ન કરીને આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. 33 વર્ષીય ક્રિસ ગેલેરાને પુરુષો પરથી ભરોસો ઊઠી ગયો અને તેણે બાકીની જિંદગીમાં પાર્ટનર શોધવાને બદલે પોતાને જ વધારે પ્રેમ કરવાનું પસંદ કર્યું. ચર્ચ ભાર વેડિંગ ડ્રેસમાં ઊભેલી ક્રિસના ફોટો ઘણા વાઇરલ થયા. ક્રિસના ફોટા એટલા બધી વાઇરલ થયા કે તેને અરબી શેખનું મેરેજ પ્રપોઝલ મળ્યું પણ ક્રિસે ઘસીને ના પાડી.

‘હું કોઈ સેલ માટે નથી’
મેરેજ પ્રપોઝલની વાત કરતા કિસે જણાવ્યું, અરબી શેખે મને પોતાની સાથે ડિવોર્સ લઈને તેની સાથે લગ્ન કરવાનું પ્રપોઝલ મૂક્યું. તેણે મને આ મેરેજ બદલ 3.70 કરોડ રૂપિયાની ઓફર કરી.અરબી શેખે મેરેજ પ્રપોઝલ ઇંગ્લિશમાં લખ્યું હતું. ક્રિસે બ્રાઝિલ લેન્ગવેજમાં ટ્રાન્સલેટ કરીને લેટર વાંચ્યો. ક્રિસે કહ્યું, ‘અમે બંનેએ માત્ર એક જ વખત વાત કરી છે પણ હું કોઈ સેલ માટે નથી. હું પોતાની સાથે મેરેજ કરીને ઘણી ખુશ છું.’

‘જાતે પણ ખુશ રહી શકો છો’
શરૂઆતમાં ક્રિસને લાગતું હતું કે ખુશ રહેવા અને ખાલીપાને દૂર કરવા માટે પાર્ટનર હોવો જરૂરી છે. પણ જ્યારે ક્રિસને પ્રેમમાં દગો મળ્યો ત્યારે તેને યુવકોથી નફરત થવા લાગી. થોડા સમય પછી તેણે જાણ્યું કે તેને ખુશ રહેવા માટે કોઈ બીજાની જરૂર નથી. તે જાતે પણ ખુશ રહી શકે છે.

વેડિંગ ડે મિત્રો સાથે સેલિબ્રેટ કર્યો
ક્રિસે કહ્યું, ‘હું મેચ્યોર અને સ્ટ્રોંગ મહિલા છું. મને પહેલેથી એકલા રહેવાનો ડર લાગતો હતો, પણ સમય જતા મને ખબર પડી કે, તમે જાતે પણ ખુશ રહી શકો છો. એ પછી મેં પોતાના સાથે જ મેરેજ કરવાનું નક્કી કર્યું અને વેડિંગ ડે મિત્રો સાથે સેલિબ્રેટ કર્યો.’

ક્રિસે એકપણ નેગેટિવ કમેન્ટ ના વાંચી
મેરેજના દિવસે ક્રિસે વ્હાઇટ ગાઉન પહેર્યું હતું અને ચર્ચની બહાર ફોટો ક્લિક કરાવ્યા હતા.સોશિયલ મીડિયા પર ક્રિસે તેના વેડિંગના ફોટો ક્લિક કરતા ઘણા લોકોને નવાઈ લાગી હતી તો ઘણા યુઝર્સે નેગેટિવ કમેન્ટ કરી હતી. ક્રિસે પહેલેથી જ નક્કી કરી રાખ્યું હતું કે તે નેગેટિવ કમેન્ટ વાંચીને પોતાનો મૂડ ઓફ નહીં કરે. ક્રિસને તેના નિર્ણય પર કોઈ અફસોસ નથી.

થોડા દિવસ પહેલાં ઓસ્ટ્રેલિયામાં એક યુવતીએ પોતાના સાથે જ લગ્ન કર્યા હતાં. આ મહિલાએ સેલ્ફ લવને મહત્ત્વ આપી તેના પાર્ટનર સાથે સગાઈ તોડી અને ઓછા ખર્ચે પોતાની સાથે જ લગ્ન કર્યા.

સેલ્ફ લવને મહત્ત્વ આપવાનું કહ્યું
30 મિનિટની વેડિંગ સેરેમનીમાં પેટ્રિકાએ સેલ્ફ લવ બાબતે સ્પીચ આપીહતી . તેના એક-એક શબ્દએ હાજર રહેલા દરેકના દિલ જીતી લીધા હતા. પેટ્રિકાને આશા છે કે, અન્ય યુવતીઓ પણ કોઈ બીજી વ્યક્તિમાં પ્રેમ શોધી દુઃખી અને રિલેશનશિપમાં સ્ટેટસમાં ફસાવવાને બદલે સેલ્ફ લવને મહત્ત્વ આપશે.

‘I said YES...to myself’
વેડિંગ સેરેમની પૂરી થયા પછી પેટ્રિકા તેની મિત્રો સાથે પિકનિક પર ગઈ હતી. પેટ્રિકાએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને લખ્યું, I said YES...to myself. અત્યારે ભલે પેટ્રિકા પોતાના સાથે જ મેરેજ કર્યા પણ તેને લીધે તે કોઈ યુવકને મળવાનું બંધ નહીં કરી દે, પણ હાલ તે પોતાના પર ફોકસ કરવા માગે છે.

અન્ય સમાચારો પણ છે...