શરીર પર જલ્દી ઘા ભરાય તે માટે અત્યાર સુધી કોટન વૂલ પાટાનો ઉપયોગ થતો હતો. તેનાથી એડવાન્સ્ડ IIT ગુવાહાટીના સંશોધકોએ એક ટ્રાન્સપરન્ટ પાટો ડેવલપ કર્યો છે. આ પાટાની અનેક વિશેષતાઓ છે. તે ટ્રેડિશનલ પાટાની સરખામણીએ જલ્દી ઘા રુંઝાવામાં મદદ કરે છે. તેને સિન્થેટિક પોલિમરથી તૈયાર કરવામાં આવ્યો છે. તે બાયોડિગ્રેડેબલ છે. અર્થાત તેનાથી પર્યાવરણને કોઈ નુક્સાન થતું નથી. સંશોધકોનો દાવો છે કે આ પાટો સસ્તી કિંમતમાં ઉપલબ્ધ થશે.
ટ્રાન્સપરન્ટ પાટો કેવી રીતે ઘા મટાડે છે
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, આ પાટો ભેજ વધારે છે. આ ભેજ શરીરમાં રહેલા એન્ઝાયમ્સની મદદથી ઘા ભરે છે. પરિણામે આ પાટો લગાવવાથી શરીર આપમેળે જ પોતાની સારવાર કરવા લાગે છે. અન્ય પાટાની સરખામણીએ તેની કિંમત 50% સુધી સસ્તી હોઈ શકે છે.
શા માટે ટ્રાન્સપરન્ટ પાટો ડેવલપ કર્યો?
ઘા ભરાઈ જાય તે માટે સામાન્ય રીતે કોટન વૂલનો પ્રયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ ઓછા સમયમાં ઘા ભરાઈ જાય તેના માટે કરવામાં આવે છે, પરંતુ આ પાટો હટાવતાં સમયે ઘણી વખત રિપેર થયેલાં ટિશ્યુ પણ ડેમેજ થઈ જતાં હોય છે.
આવી સમસ્યાથી બચવા માટે ટ્રાન્સપરન્ટ પાટો તૈયાર કરવામાં આવ્યો. તેની મદદથી બહારથી જ ઘાની સ્થિતિ જાણી શકાશે અને યોગ્ય સારવાર થઈ શકશે.
સિન્થેટિક પોલિમર અને હાઈડ્રોજેલનો ઉપયોગ
આ પાટો ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ એન્જિનિયરિંગની ટીમે તૈયાર કર્યો છે. સંશોધક અરિત્રા દાસ કહે છે કે આ પાટો તૈયાર કરવામાં પોલિવિનાઈલ આલ્કોહોલ જેવા સિન્થેટિક પોલિમર અને હાઈડ્રોજેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને કારણે આ પાટો નોન ટોક્સિક અને લૉ કોસ્ટ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.