• Gujarati News
  • Lifestyle
  • If You Want To Maintain A Budget During The Festive Season, Pay Special Attention To These Things While Shopping

શોપિંગ સ્ટ્રેસથી બચો:તહેવારોની સીઝનમાં બજેટ જાળવી રાખવું હોય તો શોપિંગ વખતે આટલી વાતોનું ખાસ ધ્યાન રાખો

કમલા બડોની5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોન્ગ સ્કર્ટની સાથે ક્રોપ ટોપ અને મોજડી પહેરીને તમે ફેસ્ટિવ લુક મેળવી શકો છો

ફેસ્ટિવ સીઝનમાં શોપિંગ બજેટ વધી જાય છે. તેને લીધે ઘણીવાર સ્ટ્રેસનો સામનો પણ કરવો પડે છે. તહેવારમાં બજેટ કેવી રીતે ઓછું કરવું, સ્માર્ટ શોપિંગ માટે શું કરવું..આ બધા પ્રશ્નોનો જવાબ જાણવા દિવ્ય ભાસ્કરે ફેશન સ્ટાઈલિસ્ટ સોનલ જૈન સાથે વાત કરી. તમે પણ સોનલે આપેલી આ ટિપ્સ ટ્રાય કરીને શોપિંગ સ્ટ્રેસ ઓછો કરી શકો છો:

ફેશન સ્ટાઈલિસ્ટ સોનલ જૈન
ફેશન સ્ટાઈલિસ્ટ સોનલ જૈન
  • થોડા રૂપિયા ખર્ચીને તમારા કલેક્શનમાં એક સ્ટેટમેન્ટ પીસ ચોક્કસ રાખો. આજકાલ જેકેટ, જ્વેલ્ડ બેલ્ટ અને હેવી જ્વેલરી ફેશનમાં છે. તમે રૂપિયા ખર્ચીને અલગ-અલગ સ્ટાઈલિંગ ટ્રાય કરી શકો છો.
  • તમારી જૂની ચણિયાચોળીની સાથે જેકેટ અને જ્વેલ્ડ બેલ્ટ પહેરી લો. તેનાથી ચણિયાચોળીનો ઉપયોગ પણ થઈ જશે અને તમને ફ્યુઝન લુક મળશે. તેની સાથે તમે ચોકર પહેરી શકો છો.
  • જૂના ડિઝાઇન ચણિયા સાથે પ્લેન શર્ટ પહેરીને નેકપીસ જ્વેલરી પહેરો. આજકાલ આ કુલ ફેશનમાં છે. માધુરી દીક્ષિતે હાલમાં જ ડાન્સ દીવાને 3ના સેટ પર આ લુક ટ્રાય કર્યો હતો અને આઉટફિટ ખૂબ જ સારો લાગતો હતો.
  • પ્લેન શર્ટની સાથે એમ્બ્રોડરીવાળું પેન્ટ પહેરો અને હેવી જ્વેલરીથી લુક કમ્પ્લીટ કરો. આ લુક બધા કરતાં હટકે પણ હશે અને તમારા રૂપિયા પણ બચાવશે.
  • જૂની સાડીની સાથે ડિઝાઈનર બ્લાઉઝ અને બેલ્ટ પહેરીને તમે સાડીનો લુક બદલી શકો છો.
  • સાડીની સાથે લોન્ગ જેકેટ પણ સારું લાગે છે.
ફોટો સાભાર: કંકલતા સારીઝ
ફોટો સાભાર: કંકલતા સારીઝ
  • યંગસ્ટર તેમના રેગ્યુલર જીન્સ અને પ્લેન ટીશર્ટની સાથે લોન્ગ જેકેટ અને હેવી જ્વેલરી પહેરીને ફેસ્ટિવ લુક કમ્પ્લીટ કરી શકે છે.
  • લોન્ગ સ્કર્ટની સાથે ક્રોપ ટોપ અને મોજડી પહેરીને તમે ફેસ્ટિવ લુક મેળવી શકો છો.
ફોટો સાભાર: શ્રુતિ સંચેતિ
ફોટો સાભાર: શ્રુતિ સંચેતિ
  • ફ્લેયર્ડ ડેનિમ સાથે વેસ્ટ કોટ અને જ્વેલ્ડ બેલ્ટ પહેરતા તમે સ્માર્ટ દેખાશો.
  • ડ્રેસ પહેરવો હોય તો, લોન્ગ કુર્તા અને પ્લાઝોની સાથે જ્વેલ્ડ બેલ્ટ પહેરો.

ફેસ્ટિવ સીઝનમાં આ રીતે રૂપિયા બચાવો.

ફેસ્ટિવ સીઝનમાં આ રીતે રૂપિયા બચાવો
લોકલ માર્કેટમાંથી શોપિંગ કરતા હો તો બાર્ગેનિંગ ચોક્કસ કરવું. જો કોઈ ડ્રેસ ગમી ગયો હોય તો બાર્ગેનિંગ શરૂ કરો. ડ્રેસની અદલા-બદલી કરો એટલે કે જે ડ્રેસ અને એક્સેસરિઝ પહેરવાનું મન થાય તેને ફ્રેન્ડ્સ સાથે એક્સચેંજ કરો. ક્રેડિટ કાર્ડથી શોપિંગ ના કરવું. તેનાથી બજેટ કરતાં વધારે શોપિંગ થવાની શક્યતા રહે છે.