રિસર્ચ / વજન ઓછું કરવા માગતા હો તો બપોરે 3 વાગ્યા પહેલાં જમી લેવું

If you want to lose weight, take lunch before 3pm

divyabhaskar.com

May 20, 2019, 11:44 AM IST

હેલ્થ ડેસ્કઃ તંદુરસ્ત રહેવા માટે યોગ્ય સમયે હેલ્ધી વસ્તુઓ ખાવી બહુ જરૂરી છે. ખાસ કરીને એવા લોકો જે વજન ઘટાડવા માગે છે, તેમણે નિયમિત હેલ્ધી ફૂડ ખાવાની કાળજી લેવી જોઈએ. જો તમે ઓછા સમયમાં વધુ વજન ઘટાડવા માગો છો તો તમારે ખોરાક કયા યોગ્ય સમયે લેવો એ વિશે પણ ખબર હોવી જોઇએ. પરંતુ કામનું પ્રેશર અને પૂરતો સમય ન મળતો હોવાના કારણે મોટાભાગના લોકો બપોરનું ભોજન મોડું કરે છે અને આ જ આદત વજન વધવાનું કારણ બની જાય છે.


લંચ કરવાનો સૌથી ખરાબ સમય શું છે?
અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, જે લોકો બપોરે 3 વાગ્યા પછી જમે છે તેમનું વજન ઓછું થવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. આ અભ્યાસ સ્પેનના લગભગ 1200થી વધુ એવા લોકો પર કરવામાં આવ્યો, જે વજન ધટાડવાનો પ્રયાસ કરતાં હતાં. અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે જે લોકો 3 વાગ્યા પછી લંચ કરે છે તેમનું વજન ઝડપથી ઓછું થતું નથી.


લંચના ટાઇમથી કેમ ફરક પડે છે?
શરીરની આંતરિક જૈવિક ઘડિયાળની રિધમ શરીરના ઊંઘવા અને ઊઠવાની સાઇકલ રેગ્યુલેટ કરે છે. જે ઇન્સ્યુલિન હોર્મોન પર ગહન અસર પાડે છે. જ્યારે શરીરમાં ઇન્સ્યુલિન સેન્સિવિટી ઓછી થઈ જાય છે તો તે સમયે વજન ઘટાડવું મુશ્કેલ બની જાય છે.


જમવાનો સાચો સમય શું છે?
હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસ અનુસાર કસમયે જમવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચે છે. જે લોકો સાચા સમયે નથી જમતા તેમને વજન ઘટાડવામાં સમસ્યા આવે છે. દરરોજ નિયમિત સમયે જમી લેવાથી શરીરની આંતરિક જૈવિક ઘડિયાળ યોગ્ય રીતે કામ કરે છે.
રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે સાચા સમયે જમવાથી મેટાબોલિઝમ, સ્થૂળતા અને સ્લિપ સાઇકલ યોગ્ય રીતે કામ કરે છે. જો તમે પણ વજન ઘટાડવા માગો છો દરરોજ 3 વાગ્યા પહેલાં જમી લો. તેમજ દરરોજ જમવાનો એક સમય નક્કી કરી દો.

X
If you want to lose weight, take lunch before 3pm
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી