• Gujarati News
  • Lifestyle
  • If You Want To Have A Relationship Then Definitely Keep These 5 Things In Mind On The First Date

રિલેશનશિપ ટિપ્સ:ડેટ પર પાર્ટનરને લાઈફ પાર્ટનર બનાવવો છે? એક્સપર્ટની આ ટિપ્સ ફોલો કરો

મીના2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોન્ફિડન્સ સાથે વાત કરવાથી તમે પાર્ટનરનો વિશ્વાસ જીતી શકો છો

અત્યાર સુધી તમે જેની સાથે ઓનલાઈન ચેટિંગ કરતા હતા હવે તેને રૂબરુ મળવાનો સમય આવી ગયો છે તો તમે નર્વસ થાઓ તે સ્વાભાવિક છે. પહેલી ડેટ પર તમે કયાં કપડાં પહેરશો? શું વાતો કરશો? શું સવાલો કરશો? કઈ રીતે વાતની શરૂઆત કરશો? આવા તમામ સવાલો તમારા મગજમાં ફરતાં રહે છે. આ સવાલોનું પ્રેશર એટલું હોય છે કે તેની અસર તમારી ડેટ પર જોવા મળે છે. ડેટ પર નર્વસ થવાની જરૂર નથી. કોન્ફિડન્સ સાથે તમે ડેટને સક્સેસફુલ બનાવી શકો છો. દિલ્હીના મેરેજ કાઉન્સેલર અને જનરલ ફિઝિશિયન ડૉ. કે આર ધર કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છે. આ ટિપ્સ ફોલો કરી તમે ડેટ સક્સેસફુલ બનાવી શકો છો.

જેવા છો તેવાં જ રહો

ડૉ. ધર જણાવે છે કે ડેટ પર પ્રથમ વખત જવાનું થાય ત્યારે ઘણા યંગસ્ટર્સ નવર્સ થઈ જાય છે અથવા ઓવર કોન્ફિડન્સમાં આવી જાય છે. આ બંને સ્થિતિમાં વાત બગડી શકે છે. તમારી જેવી પર્સનાલિટી છે તેવી જ રાખો ફર્સ્ટ ઈમ્પ્રેશનના ચક્કરમાં તમારી ઓરિજિનલ પર્સનાલિટી ચેન્જ ન કરો.

સામેવાળી વ્યક્તિને પણ સાંભળો

ઘણી વાર ડેટ પર તમે એમ વિચારો કે તમે એકલા જ બોલ બોલ કરશો તો તમારી સારી ઈમેજ રહેશે તો તમે ખોટા છો. ડેટ પર પાર્નટરની વાતો અધૂરી ન રહેવા દો. એકતરફી વાતચીતથી રિલેશનશિપમાં બોન્ડિંગ રહેતું નથી. પાર્ટનરને પણ બોલવાની તક આપો.

આત્મવિશ્વાસ રાખો
ડેટ પર જાઓ તો સારા કપડાં પહેરી કોન્ફિડન્સ સાથે જાઓ. કોન્ફિડન્સ સાથે વાત કરવાથી તમે ખુલીને પાર્ટનર સાથે વાત કરી શકો છો. તમારી મીટિંગનો હેતુ સમજ્યા બાદ ડેટ પર વાતચીત કરો.

તમારા મોબાઈલને સાઈડ પ્લીઝ કહો

ડેટ પર તમે પાર્ટનરને બદલે તમારા મોબાઈલને વધારે મહત્ત્વ આપશો તો વાગ બગડી શકે છે. ડેટ પર તમે પાર્ટનર સાથે હો તો પૂરો સમય તેને જ આપો. પાર્ટનરને વધારે મહત્ત્વ આપવાથી તે સ્પેશિયલ ફીલ કરશે.

અન્ય સમાચારો પણ છે...