• Gujarati News
  • Lifestyle
  • If You Want To Eat Sandwiches For Free For The Rest Of Your Life, Complete This Little Bet

વિચિત્ર ઓફર:આખી જિંદગી મફતમાં સેન્ડવીચ ખાવી હોય તો પૂરી કરો આ નાનકડી શરત

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

દુનિયામાં જેટલા પણ લોકો હશે તે લોકોને અલગ-અલગ સ્વાદ પસંદ હશે. કોઈ વ્યક્તિને પિઝા ખાવાનું પસંદ હશે તો કોઈને બર્ગર ખાવાનું પસંદ હશે. તો કોઈ વ્યક્તિ એવી હશે કે, બહાર જમવાને બદલે ઘરનો દેશી ખોરાક જ પસંદ કરશે, પરંતુ હાલમાં જ એક ફૂડ કંપનીએ ઓફર લોન્ચ કરી છે કે, જો તમે એક નાની શરત પૂરી કરો છો તો જિંદગીભર તમને મફતમાં સેન્ડવીચ ખાવાનો મોકો મળી શકે છે.

મશહુર ફૂડ ચેન સબવેએ તેના ગ્રાહકો માટે એક અનોખી ઓફર લોન્ચ કરી છે. જે સબવે ફૂડના ફેન છે તે લોકો માટે આ તક સારી સાબિત થઇ શકે છે. જે લોકોને સબવેનો સ્વાદ દાઢે વળગેલો છે તે માટે આ બેસ્ટ સમય છે. પરંતુ એ અલગ વાત છે કે, કંપનીએ જે શરત રાખી છે તે બધા જ લોકો પુરી કરી શકશે નહીં.

આ રહી અનોખી શરત
અમેરિકન ફાસ્ટફૂડ કંપની તરફથી આ ઓફર આપવામાં આવી છે કે, મફતમાં સેન્ડવીચ ખાવાની તક ત્યારે જ મળશે જયારે કંપનીએ રાખેલી એક કાયમી શરતને પુરી કરશે. આ શરત જેટલી માનો છો તેટલી સહેલી પણ નથી. જો શરત વિશે વાત કરવામાં આવે તો ગ્રાહકે સબવે સીરીઝનું 12*12 ઇંચનું ટેટૂ બનાવડાવું પડશે. જે બાદ જ આ ઓફરનો લાભ મળશે. અમેરિકાની લાસ વેગાસમાં સવારે 11થી 5 વાગ્યા સુધી આ ટેટૂ કરાવી શકો છો. ન્યુયોર્ક પોસ્ટના એક રિપોર્ટ અનુસાર, ગ્રાહક ઈચ્છે તે અંગ પર ટેટૂ કરાવી શકે છે.

નાનું ટેટૂ તો ઓછો ફાયદો
કંપની દ્વારા આપવામાં આવેલી ઓફર અનુસાર, 12*12 ઇંચનું ટેટૂ બનાવડાવો છો તો આખી જિંદગી મફતમાં સેન્ડવીચ ખાવા મળશે. જો કોઈ કસ્ટમર 2*2 ઇંચનું ટેટૂ કાંડા, પગ અને અન્ય અંગ પર કરાવે છે તો આખો મહિનો સબવેનું ફૂડ મફતમાં ખાવા મળશે. જો કોઈ વ્યક્તિ આખા પગમાં ટેટૂ કરાવે છે તો $50,000નું ગિફ્ટ કાર્ડ દર વર્ષે મળશે. જો કંપનીનું માનીએ તો આ ઓફરમાં ટીનએજર્સને સામેલ કરવામાં આવશે નહીં.