ખાઓ અને ખુશ રહો:જો રોજ ખુશ અને પોઝિટિવ રહેવું હોય તો આ સુપર ફૂડ્સને મિત્રો બનાવી લો, ડાર્ક ચોકલેટ ખાવાથી સ્ટ્રેસ રિલીઝ થાય છે

શ્વેતા કુમારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓમેગા 3થી ભરપૂર ફૂડ પ્રોડક્ટ્સ દિલ-દિમાગને ખુશ રાખે છે

આખો દિવસ કઈ ખરાબ ના થયું હોય, ઘર-ઓફિસમાં બધું વ્યવસ્થિત ચાલુ હોય તેમ છતાં શું તમારો મૂડ ખરાબ રહે છે? કઈ ગમતું ના હોય, માઈન્ડ અપસેટ રહે, શું આવી સ્થિતિમાંથી તમે પસાર થયા છો? આજે ડાયટ ફોર ડિલાઇટની ડાયટીશિયન ડૉ. ખુશ્બુ શર્મા તમારો મૂડ સારો રાખવાના અમુક સુપર ફૂડ્સ જણાવી રહ્યા છે.

સુપર ફૂડ્સ કેવી રીતે કામ કરે છે?
આ એવા ફૂડ્સ છે જે આપણા માઈન્ડને પોઝિટિવ રાખે છે. તેમાં હાજર પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ આપણા માટે સ્ટ્રેસ બસ્ટર હોય છે. સુપર ફૂડ્સ અન્ય ફૂડ કરતાં અલગ છે કારણકે તે આપણી બાયોકેમેસ્ટ્રી પર અસર કરે છે. તે ખાધા પછી આપણે તરત જ એનર્જેટિક અનુભવીએ છીએ અને આપણામાં સારી ફીલિંગ પણ આવે છે.

શું તમે આ ફૂડ્સ તમારી ડાયટમાં સામેલ કર્યા?
ખુશ રહેવા માટે ઓમેગા 3 જરૂરી: ઓમેગા 3થી ભરપૂર ફૂડ પ્રોડક્ટ્સ દિલ-દિમાગને ખુશ કરવા માટે એક જબરદસ્ત ઓપ્શન માનવામાં આવે છે. રિસર્ચ પ્રમાણે, માઇનરથી મેજર સુધીના ડિપ્રેશનથી લડવામાં મદદ મળે છે. અળસી, અખરોટ, ટોફુ, ગ્રીન બીન્સ, સ્ટ્રોબેરી, સોયાબીન, સ્પ્રાઉટ્સ અને બ્રોકલીમાં ભરપૂર માત્રામાં ઓમેગા 3 હોય છે.

એન્ટિ-ઓક્સિડન્ટ યુક્ત આહાર: આપણા શરીરમાં એન્ડોર્ફિન હોર્મોન સ્ટ્રેસ રિલીઝ કરે છે. તેનાથી બચવા માટે આપણે એન્ટિ-ઓક્સિડન્ટથી ભરપૂર આહાર ખાવો જોઈએ. આના માટે સૌથી સારો ઓપ્શન છે ડાર્ક ચોકલેટ. આ ઉપરાંત લસણ, ગાજર, પાલક, જાંબુ અને રીંગણ પણ ખાઈ શકો છો.

વિટામિન B6 સ્ટ્રેસ ઓછો કરશે: ડાયટમાં વિટામિન B6 સામેલ કરવાથી આપણા મગજમાં ડોપામાઈન કેમિકલ એક્ટિવ કરે છે અને તે ખુશ રહેવામાં પણ મદદ કરે છે. જો તમે મેન્ટલી ખુશ રહેવા ઇચ્છતા હો તો કેળા, બ્રાઉન રાઈસ, મગફળી, ઈંડાં, ગાજર અને સોયાબીન અને માછલી ડાયટમાં સામેલ કરવી જોઈએ. આ ફૂડ્સમાં વિટામિન B6 હોય છે.

વિટામિન D ચિંતાથી દૂર રાખશે: જો તમને નાની-નાની વાતોથી ચિંતા રહેતી હોય તો તમારી ડાયટ સુધારો. વિટામિન D યુક્ત આહાર મેન્ટલ સ્ટ્રેસ ઓછો કરવામાં મદદ મળશે. સંતરા, ગાયનું દૂધ, ઓટ્સ, દહીં અને મશરૂમ ખાઈને વિટામિન Dની જરૂરિયાત પૂરી કરી શકાય છે.

સારા બેક્ટેરિયા પણ મદદરૂપ: પ્રોબાયોટિક્સ એટલે કે ગુડ બેક્ટેરિયાથી ભરપૂર ફૂડ્સ આપણને ચિંતા અને ડિપ્રેશનથી દૂર રહેવામાં મદદ મળે છે. દહીં, કિમચી, પનીરને રેગ્યુલર ડાયટમાં સામેલ કરવું.

ડૉ. ખુશ્બુ શર્માએ કહ્યું કે, આપણી ખુશી કે ઉદાસીનું ડાયરેક્ટ કનેક્શન ડોપામાઈન કેમિકલ સાથે છે. ખુશ રહેવા માટે આ વધવું જરૂરી છે, પરંતુ જો આનું પ્રમાણ જરૂર કરતાં વધી જાય તો તે આપણા ડિપ્રેશન અને ચિંતાનું કારણ બને છે. કુલ મળીને બેલેન્સ હોવું જરૂરી છે.