આજનાં સમય મુજબ મોબાઈલ વગરની જિંદગી નકામી જ છે. લોકો સવારે ઉઠે ત્યારથી લઈને રાતે સુવે ત્યાં સુધી મોબાઈલ સાથે જ રાખે છે. પરંતુ શું તમને ખબર છે કે, મોબાઈલ શર્ટ અથવા તો જીન્સના પોકેટમાં રાખવો નુકસાનકારક છે. મોબાઈલના વધારે પડતા ઉપયોગથી અંગુઠો અને આંગળીઓ કામ કરતી બંધ થઇ જાય છે.
ફોનની રિંગ વધારે છે બીપી
જે લોકો મોબાઈલનો રેગ્યુલર ઉપયોગ કરે છે તે લોકોને એક મિનિટના કોલથી બીપી હાઈ થઇ જાય છે. આ લોકોને બ્લડ કોલેસ્ટ્રોલ લેવલ પણ વધી જાય છે. અમેરિકન સોસાયટી ઓફ હાયપર ટેંશન સ્ટડીમાં જાણવા મળ્યું હતું કે, ફોનની રિંગ બ્લડ પ્રેશરને વધારે છે. જો કોઈ વ્યક્તિ ફોન ઉપાડે છે ત્યારે બ્લડપ્રેશર 121/77થી 129/82 સુધી પહોંચે છે.
પેસ મેકર લગાવ્યું હોય તો શર્ટનાં ખિસ્સામાં ના રાખો ફોન
શર્ટનું ખિસ્સું છાતી પાસે હોય છે. જો તમને હાર્ટની બીમારી હોય અને પેસમેકર લગાવેલું હોય તો શર્ટના ખિસ્સામાં મોબાઈલ અથવા ઈયરફોન ચાર્જિંગ કેસ રાખવાથી જીવ ગુમાવવો પડી શકે છે. એક સ્ટડીમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, આઇફોનનાં નવા મોડેલ અને એરપોડસમાં હેડફોન ચાર્જિંગ કેસમાં ચુંબક હોય છે જે પેસમેકરને પ્રભાવિત કરે છે. આ સંશોધન બેસલ વિશ્વવિદ્યાલય અને યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સ એન્ડ આર્ટ્સ નોર્થવેસ્ટનના સ્વિસ વૈજ્ઞાનિકોએ કરી છે.
દિલ્લીની સર ગંગારામ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર બી.એસ. વિવેકે જણાવ્યું હતું કે, સામાન્ય વ્યક્તિઓ માટે શર્ટમાં રાખેલાં ફોન હાનિકારક નથી પરંતુ પેસમેકર લગાવેલા દર્દીઓને કહેવામાં આવે છે કે, આ ઈલેક્ટ્રોમૈગ્નેટિક ફિલ્ડથી બચો. આ પેસમેકરને 60 બીટ પર મિનિટ સેટ કરવામાં આવે છે. મોબાઈલ ઈલેક્ટ્રોમૈગ્નેટિક ફિલ્ડમાં આવે છે તો પેસમેકર કામ કરવાનું બંધ કરી શકે છે. જે દર્દીઓ પુરી રીતે પેસમેકર પર નિર્ભર છે તે લોકોને વધુ જોખમ રહે છે.
મોબાઈલનાં રેડિએશનથી યાદશક્તિ જવાની શક્યતા
બુખારેસ્ટમાં બ્યુ યુરોપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સએ તેમના અભ્યાસમાં જણાવ્યું છે કે, મોબાઇલ ફોનમાંથી નીકળતા રેડિએશનને કારણે બ્લડસેલમાંથી હિમોગ્લોબિન લીક થાય છે. તેનાથી હૃદય રોગ અને કિડનીમાં પથરી થઈ શકે છે. રેડિએશન મગજમાં પ્રોટીન અને ઝેરી પદાર્થોને લીક કરી શકે છે. તેનાથી અલ્ઝાઈમર અને મલ્ટીપલ સ્ક્લેરોસિસ જેવી બીમારીઓ થઈ શકે છે.
કાર્પલ ટનલ સિન્ડ્રોમ પણ થઈ શકે છે
મોબાઈલનો વારંવાર ઉપયોગ અંગૂઠા અને આંગળીઓને વ્યસ્ત રાખે છે. તે ક્યુબિટલ ટનલ સિન્ડ્રોમ તરફ પણ દોરી શકે છે. મોબાઈલનો ઉપયોગ કરતી વખતે કોણી વારંવાર વળે છે. જેની અસર કોષો પર પડે છે. જેનાથી હાથ ફેરવવામાં મુશ્કેલી થઈ શકે છે. વસ્તુઓને પકડી રાખવી પણ મુશ્કેલ બની જાય છે.
પિતા બનવામાં થાય છે તકલીફ
ક્લિવલેન્ડ ક્લિનિક ફાઉન્ડેશન ઓફ ઓહિયો, અમેરિકાના એક સ્ટડીમાં ખુલાસો કર્યો છે કે, જોઈ કોઈ પુરુષ પેન્ટનાં ખિસ્સામાં 4 કલાકથી વધુ ફોન રાખે છે તો તેની અસર સ્પર્મ પર પડે છે. જેના કારણે સ્પર્મની ગુણવત્તામાં ઘટાડો થાય છે, જે સ્પર્મ કાઉન્ટ ન સંખ્યા ઘટાડે છે અને નબળા પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.