• Gujarati News
  • Lifestyle
  • If You Have Strong DNA, You Will Soon Have Six Pack Abs When You Exercise, Scientists Have Discovered 13 Genes Related To Workout

અનોખું કનેક્શન:સ્ટ્રોન્ગ DNA હશે તો એક્સર્સાઈઝ કરવા પર જલ્દી સિક્સ પેક એબ્સ બનશે, વૈજ્ઞાનિકોએ વર્કઆઉટ સાથે સંબંધ ધરાવતાં 13 જનીન શોધી કાઢ્યાં

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાના વૈજ્ઞાનિકોએ DNA અને એક્સર્સાઈઝની અસર વચ્ચેનું કનેક્શન શોધી કાઢ્યું
  • જનીન અલગ હોવાથી એક જ એક્સર્સાઈઝની જુદી અસર થાય છે

અમેરિકાના વૈજ્ઞાનિકોએ DNA અને એક્સર્સાઈઝની અસર વચ્ચેનું કનેક્શન શોધી કાઢ્યું જનીન અલગ હોવાથી એક જ એક્સર્સાઈઝની જુદી અસર થાય છે

તમે અને તમારા મિત્ર એક જેવું ફિટનેસ વર્કઆઉટ અને ડાયટ ફોલો કરો તેમ છતાં તમારા મિત્રને જલ્દી સિક્સ પેક એબ્સ આવી જાય છે અને તમારા બનતા વાર લાગે છો તો તેમાં તમારો કોઈ દોષ નથી. આમ થવા પાછળનું કારણ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે. રિસર્ચ પ્રમાણે આમ થવા પાછળનું કારણ તમારા DNA છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે નબળાં DNA વાળા લોકોમાં એક્સર્સાઈઝ કરતાં હોવા છતાં તેની અસર લાંબા ગાળે થાય છે. જ્યારે સ્ટ્રોન્ગ DNAવાળા લોકો પર તેની અસર જલ્દી થાય છે.

રિસર્ચ

  • માણસના જનીનની અસર એક્સર્સાઈઝ પર કેવી થાય છે તે સમજવા માટે કેમ્બ્રિજની એંગ્લિયા રસ્કિન યુનિવર્સિટીના સંશોધકોએ અગાઉનાં 24 રિસર્ચનું એનાલિસિસ કર્યું.
  • રિસર્ચમાં સામે આવ્યું કે, માણસમાં એવાં 14 જનીન હોય છે જેનું કનેક્શન એક્સર્સાઈઝ સાથે છે. એક્સર્સાઈઝની અસર થાય તે માટે આ જનીન સ્ટ્રોન્ગ હોવા જરૂરી છે.
  • આ જનીનની અસર કાર્ડિયો ફિટનેસ, મસલ સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને એરોબિક એક્સર્સાઈઝ પર પડે છે. માણસની બોડી પર એક્સર્સાઈઝની અસર માટે આ 13 જનીન જવાબદાર હોય છે.

72% સુધી જનીન જવાબદાર
સંશોધકોનું કહેવું છે કે, એક્સર્સાઈઝની અસર માટે જનીન 72% સુધી જવાબદાર હોય છે. જોકે માણસનું ડાયટ અને પોષક તત્વોનો પણ રોલ હોય છે તે વાત પણ સાચી છે.

15થી 55 વર્ષની ઉંમરના 3012 વયસ્કો પર રિસર્ચ થયું. માણસનાં જનીનની અસર કાર્ડિયો ફિટનેસ, મસલ સ્ટ્રેન્થ અને એરોબિક એક્સર્સાઈઝ પર થાય છે.

દરેક માણસની જનીન કુંડળી અલગ અલગ
સંશોધકોનું કહેવું છે કે, દરેક માણસનાં જનીન અલગ અલગ હોય છે. તેથી એક જેવી એક્સર્સાઈઝ કરવા પર દરેક લોકો પર તેની અલગ અલગ અસર થાય છે. આ કેસમાં જનીન સમજ્યા બાદ એક્સર્સાઈઝ રૂટિન બદલી શકાય છે અને ઈચ્છા મુજબ ફિટનેસ ગોલ હાંસલ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...