• Gujarati News
  • Lifestyle
  • If You Have Sensitive Skin, Try These Home Remedies To Protect Yourself From Pollution, Dirt And Sun.

બ્યૂટી ટિપ્સ:જો તમારી સ્કિન સેન્સેટિવ હોય તો પ્રદૂષણ, ગંદકી અને તડકાથી બચાવવા માટે આ ઘરગથ્થુ ઉપચાર કરો

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

શું તમારી સ્કિન કોઈ ખાસ કોસ્મેટિક અને બીજી કોઈ વસ્તુના સંપર્કમાં આવવાથી લાલ થઈ જાય છે? તમને કંઈક અલગ જ અહેસાસ થાય છે? જો તમારો જવાબ 'હા' હોય તો એનો અર્થ એ છે કે તમારી સ્કિન સેન્સેટિવ છે. સેન્સેટિવ સ્કિન એટલે સંવેદનશીલ ત્વચા પર ઋતુમાં ફેરફાર થવાથી કોસ્મેટિક, પ્રદૂષણ વગેરેની અસર ખૂબ જ ઝડપથી થાય છે. જે લોકોને સંવેદનશીલ ત્વચા હોય છે તે લોકોએ સંભાળની વધુ જરૂર હોય છે. જો ત્વચા ઓઈલી હોય તો પિંપલ્સ, ફોલ્લી થવાનું જોખમ રહે છે. બ્યૂટી-એક્સપર્ટ શહનાઝ હુસૈન સંવેદનશીલ ત્વચાની સંભાળ રાખવા માટેના ઘરગથ્થુ ઉપચાર જણાવે છે.

સેન્સેટિવ સ્કિનની સંભાળ રાખવી પડે છે.
સેન્સેટિવ સ્કિનની સંભાળ રાખવી પડે છે.

સેન્સેટિવ સ્કિન શું હોય છે?
આપણી ત્વચા પર એક પ્રોટેક્ટિવ લેયર હોય છે, જેના કારણે ત્વચા પર ભેજ રહે છે. આ પ્રોટેક્ટિવ લેયર સ્કિનને ધૂળ-માટી, પ્રદૂષણ, ગંદકીથી બચાવે છે, પરંતુ જો આ લેયરમાં કોઈ સમસ્યા થાય છે તો સ્કિન હાઇપર એક્ટિવ થઈ જાય છે. આ ત્વચાને સંવેદનશીલ ત્વચા કહેવામાં આવે છે. જે લોકોની ત્વચા સંવેદનશીલ હોય તે લોકોને ખીલ, ફોલ્લીઓ, કાળા ડાઘા જેવી ત્વચાની સમસ્યાઓ દેખાય છે. ઘણા કિસ્સામાં સંવેદનશીલ ત્વચાને કારણે અનેક રોગ પણ થાય છે.

સેન્સેટિવ સ્કિન આવી દેખાય છે
જ્યારે આપણા શરીરમાં એસિડ-આલ્કલાઇનના બેલેન્સમાં ગડબડ થાય છે, ત્યારે એની સીધી અસર ત્વચા પર જોવા મળે છે. આ સ્થિતિમાં ત્વચા પર ફોલ્લીઓ થાય છે, ત્વચા લાલ થઈ જાય છે, ચહેરા પર લાલ ધબ્બા થઈ જાય છે, જેને કારણે ત્વચા પર ખંજવાળ અને બળતરા પણ થઈ શકે છે. જો તમારી ત્વચા સંવેદનશીલ ત્વચા છે તો તમારે ખાસ ધ્યાન રાખવું પડે છે. ડ્રાય સ્કિનની સંવેદનશીલતા ઘટાડવા માટે ત્વચા પર સાબુ લગાડવાની ભૂલ ન કરવી જોઈએ. આ ત્વચા પર એલોવેરાયુક્ત ક્લીન્ઝિંગ જેલનો ઉપયોગ કરવો બેસ્ટ માનવામાં આવે છે.

જો ત્વચા સંવેદનશીલ હોય તો કોસ્મેટિકની પસંદગી સમજી-વિચારીને કરો.
જો ત્વચા સંવેદનશીલ હોય તો કોસ્મેટિકની પસંદગી સમજી-વિચારીને કરો.

સેન્સેટિવ સ્કિનનાં આ રહ્યાં લક્ષણો
સેન્સેટિવ સ્કિન સમય પહેલાં મેચ્યોર જોવા મળે છે. જે લોકોને સેન્સેટિવ સ્કિન હોય છે તે લોકોમાં કરચલી ઉંમર પહેલાં જોવા મળે છે. ઘણીવાર તો એવું થાય છે કે સ્કિન સૂઝેલી પણ હોય છે, સેન્સેટિવ સ્કિન પાછળ લાઇફસ્ટાઇલ અને બ્લડ સર્ક્યુલેશન પણ જવાબદાર છે. સ્કિનની દેખભાળ માટે લાઇફસ્ટાઇલ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. જે લોકોની સ્કિન સેન્સેટિવ હોય તે લોકોએ વધુ મીઠું ન ખાવું જોઈએ. આ સાથે જ ચા, કોફી અને માદક પદાર્થથી પણ દૂર રહેવું જોઈએ.

કોસ્મેટિક એલર્જીથી બચો
આપણે સ્કિન પર જે કોઈપણ વસ્તુ લગાવીએ છીએ એ શોષી લે છે. સેન્સિટિવ સ્કિન પર કોસ્મેટિકથી એલર્જી થઈ શકે છે. ઓઈલી સ્કિન પર ક્રીમ લગાવવાથી અથવા મસાજ કરવાથી ફોલ્લીઓ ખીલ થઈ શકે છે. સ્કિન માટે મેકઅપ પ્રોડક્ટ્સની પસંદગી સમજી-વિચારીને કરવી જોઈએ.

આ રહ્યા ઘરગથ્થુ ઉપચાર

  • સ્કિનમાં જો બળતરા થતી હોય તો એલોવેરા જેલ લગાવી શકાય છે. એલોવેરા જેલથી ત્વચા રિપેર થાય છે અને એમાં ચમક જોવા મળે છે.
  • એક ગ્લાસ પાણીમાં એક મોટો ચમચો એપલ સાઈડ વિનેગર અથવા બેકિંગ સોડા મિક્સ કરીને ત્વચાને ધોવાથી પણ રાહત મળે છે.
  • ખસખસને પીસીને એમાં ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ બાદ ત્વચા પર લગાવો.
  • તજના પાઉડરને મધના થોડાં ટીપાં સાથે મિક્સ કરીને ખીલ પર લગાવો.
  • સંવેદનશીલ ત્વચા પર ખીલ માટે ઉપયોગમાં લેવાતા સ્ક્રબ્સ અથવા દાણાદાર ક્લીન્ઝર્સનો ઉપયોગ કરવાનું ટાળો.
  • 5 મિલી ગુલાબજળમાં 10 ટીપાં ટી ટ્રી તેલને મિક્સ કરો. આ મિશ્રણ રૂથી લગાવો.
  • ચંદનનો લેપ સંવેદનશીલ ત્વચાની લાલાશ અને ખંજવાળથી રાહત આપે છે. ચંદનના પાઉડરમાં ગુલાબજળનાં થોડાં ટીપાં મિક્સ કરો અને એને ફોલ્લીઓ અને ફોડા પર લગાવો.

ઘરગથ્થુ ઉપચારની સાથે-સાથે સંવેદનશીલ ત્વચાને કેમિકલયુક્ત કોસ્મેટિકથી પણ દૂર રાખવી જોઈએ. આ માટે લાઇફસ્ટાઇલ યોગ્ય રાખો, ઊંઘ પૂરી કરો અને ત્વચાને હાઇડ્રેટેડ રાખવા માટે દરરોજ 10-12 ગ્લાસ પાણી પીઓ.