ઘરેલુ નુસ્ખા:ગળામાં દુખાવો થાય તો અપનાવો આ અસરકારક આયુર્વેદિક ઉપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 15-20 મિલી આંબળાનો જ્યુસ એક ચમચી મધની સાથે દિવસમાં બે વખત લો

બદલાતી સિઝનની સાથે ગળમાં દુખાવા જેવી સમસ્યા પરેશાન કરે છે. ગળામાં દુખાવાની સમસ્યા ખાણીપીણીમાં ફેરફારના કારણે પણ થાય છે. ઘણી વખત પકોડા, ભજીયા જેવા ડીપ ફ્રાય ફૂડ ખાવાથી ગળમાં દુખાવો થવા લાગે છે. આયુર્વેદિક ડૉ. દીક્ષા ભાવસારે જણાવ્યું કે, કેટલાક ઘરેલુ ઉપાયોને અપનાવીને ગળાના દુખાવાથી બચી શકાય છે.

ગળામાં ખરાશ થવાથી દુખાવો પણ સહન કરવો પડે છે.
ગળામાં ખરાશ થવાથી દુખાવો પણ સહન કરવો પડે છે.

1. કોગળા કરવા
250થી 300 મિલીલીટર પાણીમાં 1 ચમચી હળદર અને અડધી ચમચી મીઠું નાખીને પાણીને 5 મિનિટ સુધી ઉકાળો. હુંફાળું થવા પર આ પાણીથી કોગળા કરો. તમે દિવસમાં 3-4 વખત કોગળા કરી શકો છો. આ રીતે તમારા ગળાને આરામ મળશે.

2. જેઠીમધ પાઉડરથી પણ ફાયદો થશે
એક ચમચી જેઠીમધના પાઉડરમાં મધ મિક્સ કરીને બે વખત ચાટો અથવા તેમાં હુંફાળું પાણી નાખો અને કોગળા કરો. આ કોગળા દિવસમાં એક વખત કરવા.

આંબળાનો જ્યુસ ગળા માટે લાભકારી.
આંબળાનો જ્યુસ ગળા માટે લાભકારી.

3. આંબળાનો જ્યુસ
15-20 મિલી આંબળાનો જ્યુસ એક ચમચી મધની સાથે દિવસમાં બે વખત લો.

4. મેથીના દાના લાભકારી
એક ચમચી મેથીના દાના 250 મિલી પાણીમાં પાંચ મિનિટ માટે ઉકાળો અને ગાળીને પી લો.

5. તજનો પાઉડર
અડધી ચમચી તજના પાઉડરને 250 મિલી પાણીમાં પાંચ મિનિટ માટે ઉકાળો. હુંફાળું થવા પર તેમાં મધ અને લીંબુ મિક્સ કરીને પી લો.

તુલસીના પાંદડા પણ ઘણી બીમારીઓમાં ફાયદાકારક છે.
તુલસીના પાંદડા પણ ઘણી બીમારીઓમાં ફાયદાકારક છે.

6. તુલસીના પાંદડા
4-5 તુલસીના પાંદડા પાણીમાં ઉકાળી લો અને ગાળીને પી લો. તેમાં તમે મધ અને આદુ પણ મિક્સ કરી શકો છો.

7. કાળા મરી પણ ફાયદાકારક
હુંફાળા દૂધમાં હળદર અને કાળા મરી નાખીને પીઓ અને સૂતા પહેલા તેને પી લો. તેનાથી તમારા ગળાની ખરાશ મટી જશે.

8. લીંબુ અને મધ
હુંફાળા પાણીમાં અડધી ચમચી લીંબુ અને મધ મિક્સ કરો. તેને પી લો. આખો દિવસ હુંફાળું પાણી પીવું. તેનાથી પણ ગળામાં આરામ મળશે.

આ તમામ ઘરેલુ ઉપાયથી ગળાને રાહત મળી જશે. ગળામાં ખરાશ સિઝન બદલવાના કારણે થાય છે. તેને ઘરેલુ નુસ્ખાથી પણ મટાડી શકાય છે.