તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • If You Have A Cold, Use Aloe Vera Fragrance Wipes For Freshness, Apply A Mask With Protein To Remove Puffy Eyes.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્યુટી અપડેટ:શરદી-ઉધરસ હોય તો ફ્રેશનેસ માટે એલોવેરા ફ્રેગરન્સ વાઈપ્સ વાપરો, પફી આઈઝની પ્રોબ્લેમ દૂર કરવા પ્રોટીનયુક્ત માસ્ક પહેરો

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

બદલાતા મોસમને લીધે બીમાર થતા હોવ તો આ દરમિયાન સ્કિનને પોષણ આપતા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી ફ્રેશ ફીલ કરી શકો છો. આ રીતે તમે સ્કિનની ચમક પણ કાયમ રાખી શકો છો.

ચહેરો ફ્રેશ રહેશે: જ્યારે તબિયત સારી ના હોય ત્યારે ચહેરો ધોવા પથારીમાંથી ઊભા થવા પર પણ થાક લાગે છે. તાવ આવતો હોય ત્યારે પરસેવો લૂછવા તમારી સાથે હાઈડ્રેટિંગ ફેશિયલ વાઈપ્સ રાખી શકો છો. નીમ ઓઇલ, કુકમ્બર અને એલોવેરા ફ્રેગરન્સવાળા વાઈપ્સ ઘણા રિફ્રેશિંગ હોય છે. આ ઉપરાંત એક કૂલ ફેસ મિસ્ટ પણ તમને તાજગી આપી શકે છે. રોઝ વોટર સ્પ્રે પણ અસરકારક છે.

માથાના દુખાવામાંથી રાહત મળશે: હેડેક વખતે કૂલ અને રિલેક્સિંગ માસ્કનો ઉપયોગ કરી શકાય છે. કુકમ્બર, પપૈયા, લેમન, ઓરેન્જ અને કેમોમિલની મદદ લેવી. આ દરમિયાન શીટ માસ્ક પણ અસરકારક હોય છે.

સ્કિન ઇન્ફ્લેમેશન દૂર થશે: તાવ દરમિયાન ઘણીવાર ચહેરો લાલ થઇ જાય છે. ઠંડી અને તાવની અસર ચહેરા પર થાય છે. સેન્સિટિવ સ્કિન હોય તો સ્કિન વધારે લાલ થઇ શકે છે. તેવામાં એન્ટિ-ઓક્સિડન્ટ પ્લાન્ટ્સ ઉપયોગી છે. આ ઉપરાંત વિટામિન E, કમ્ફર્ટ ઓઇલ્સ અને પ્રોબાયોટિક્સ પણ સ્કિનની લાલાશ દૂર કરવામાં પણ મદદગાર સાબિત થશે. આલ્કોહોલ અને તીવ્ર સ્મેલ ધરાવતા પ્રોડક્ટ્સથી દૂર રહેવું જોઈએ.

પફી આઈઝ: શરદી-ઉધરસ અને તાવમાં સ્લીપ પેટર્ન આખી બગડી જાય છે અને પફી આઈઝની તકલીફ થાય છે. હેવી આઇક્રીમની જગ્યાએ એવા માસ્ક પહેરો. તેનાથી પફી અને ફાઈન લાઇન્સ દૂર થશે. જેમ મિનરલ્સ, એમિનો એસિડ, પ્લાન્ટ બેઝ ફેશિયલ ઓઇલ્સ, કેફીન અને પ્રોટીનયુક્ત માસ્ક પહેરી શકો છો.

ડ્રાય લિપ્સને પોષણ આપો: ઠંડી સીઝન અને તાવ દરમિયાન લિપ્સ ડ્રાય થતા હોય તો લિપ બામને બદલે બેરી એક્સટ્રેકટ્સ અને વિટામિન C સ્ક્રબ અને માસ્ક પહેરો. હાલ્યૂરોનિક એસિડ પણ લિપ્સ મોશ્ચ્રઈઝ કરે છે. એ પછી કોકો બટર, હની, શિયા બટર કે વિટામિન E બામ લગાવી શકો છો.

વહેતા નાકની તકલીફથી રાહત મળશે: વહેતા નાકને લીધે ટિશ્યુ પેપરની મદદ લઇ રહ્યા હોવ તો નાક લાલ થશે અને સ્કિન પણ છોલાઈ જશે. શક્કર, વોલનટ, સ્ટ્રોબેરી સીડ જેવા નેચરલ ઇન્ગ્રિડિએટ્સવાળા માઈલ્ડ એક્સફોલિએન્ટનો ઉપયોગ કરો. શિયા બટર, સીસમ સીડવાળા માઈલ્ડ મોશ્ચ્રરાઇઝરપણ વાપરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો