• Gujarati News
  • Lifestyle
  • If You Get Rid Of Mood Swings During Pregnancy, Heart Will Be Healthy And Beneficial For Diabetic Patients

બેરીથી અનેક બીમારીથી છુટકારો મળશે:પ્રેગ્નન્સીમાં થનારા મૂડમાં થતા ફેરફારથી છુટકારો મળશે તો હાર્ટ હેલ્ધી રહેશે ને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક

3 મહિનો પહેલાલેખક: દીક્ષા પ્રિયાદર્શી
  • કૉપી લિંક

બહુ ઓછા લોકોને ખબર હશે કે, બેરીને સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બેરીમાં વિટામીન સી, ફાઈબર અને એન્ટી ઓક્સીડેન્ટ પોલીફેનોલ્સ ભરપૂર પ્રમાણમાં હોવાથી ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે.

ડાયેટિશિયન ડૉ. કામિની સિન્હા જણાવે છે કે, બેરી એ ઓછી કેલરીવાળો ખોરાક છે, જે વજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને પાચન તંત્ર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

પ્રેગ્નન્સીમાં બેરી અચૂક ખાઓ
અમુકવાર મહિલાઓને પ્રેગ્નન્સી દરમિયાન વારંવાર મૂડ સ્વિન્ગ થતો રહે છે. જો આ સમયમાં બેરીનું સેવન કરવામાં આવે તો ડિપ્રેશન, મૂડ સ્વિંગ અને મૂડ ડિસઓર્ડરને દૂર કરવામાં મદદ કરે છે. આ ગર્ભાશયમાં ઉછરી રહેલા બાળકના વિકાસ માટે ફાયદાકારક છે અને ન્યુરોલોજીકલ જન્મજાત ખામી જેવી સમસ્યાઓથી બાળકને દૂર રાખે છે.

પ્રેગ્નન્સી દરમિયાન ઘણી મહિલાઓને વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય છે, તેથી તમારા ડાયટમેં બેરીનો સમાવેશ કરતા પહેલા ડૉક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ.

યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનથી (UTI) છુટકારો મેળવો
મહિલાઓને બહુ જ જલ્દી યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન થઈ જાય છે. તેમાંથી રિકવરી માટે ડોકટરો ક્રેનબેરી અને બ્લુબેરીનો જ્યુસ પીવાની સલાહ આપે છે. બેરીમાં વિવિધ પોષક મૂ તત્ત્વો ભરપૂર હોય છે. જે શરીરમાંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢવામાં અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે.

ક્રેનબેરીમાં એન્ટિ-કા કેન્સર અને એન્ટી- ઈન્ફ્લામેટ્રી ગુણ હોય છે. કોપર, વિટામિન સી અને મેગ્નેશિયમથી ભરપૂર ક્રેનબેરી વેજાઈનલની સમસ્યાઓમાં ફાયદાકારક માનવામાં આવે છે.

બેરીથી કેન્સરના કોષો વધશે નહીં
રાસ્પબેરીમાં ઈલાજિક એસિડ નામનું તત્ત્વ હોય છે, જે કેન્સરના કોષોના વિકાસને અટકાવે છે . બેરીમાં વિટામિન્સ, ડાયેટરી ફાઇબર, એન્ટી ઓક્સિડન્ટ્સ અને મિનરલ્સથી પણ ભરપૂર પ્રમાણમાં હોય છે.તે જ સમયે બેરીમાં હાજર પોલિફેનોલિક મગજના હાનિકારક ઝેરને દૂર કરે છે, જેના કારણે અલ્ઝાઈમરની કોઈ સમસ્યા નથી.

હાર્ટની સમસ્યા હોય તો ડાયટમાં સામેલ કરો બ્લૂબેરી અને મલબેરી
બ્લૂબેરીમાં વિટામિન C, K અને B6 ભરપૂર પ્રમાણમાં હોય છે.આ સિવાય બેરીમાં ફાઈબર, પોટેશિયમ, પોલીન્યુટ્રિઅન્ટ્સ અને એન્ટી ઓક્સીડેન્ટ્સનો પણ હોવાથી દરરોજ તેનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર લેવલ ઘટે છે, જેનાથી હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે અને ધમનીઓ યોગ્ય રીતે કામ કરે છે.

જો તમને હૃદયરોગની સમસ્યા છે તો બ્લૂબેરીની સાથે શેતૂરને પણ ડાયટમાં સામેલ કરી શકો છો. બેરીમાં ફાઈબર અને વિટામિન સીથી ભરપૂર હોય છે. જેનાથી તણાવ ઘટે છે ને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે સુપરફૂડ
બેરીમાં શુગર હોતી નથી જેના કારણે ડાયાબિટીસના દર્દીઓ તેને ડાયટમાં સામેલ કરી શકે છે. બ્લૂબેરી શરીરમાં ઇન્સ્યુલિનની માત્રા જાળવી રાખે છે, જે ટાઇપ 2 ડાયાબિટીસની શક્યતા ઘટાડે છે.