ઘર હોય કે ઓફિસ જ્યાં સુધી ભૂખ તરસ ન લાગે, ત્યાં સુધી કામમાં મન નથી લાગતું. આપણે તરસ પ્રમાણે પાણી પીએ છીએ, આખા દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ તેને ધ્યાનમાં નથી રાખતા. ઓછું પાણી પીવાની આદત સ્વાસ્થ્ય માટે કેવી રીતે હાનિકારક છે તે જણાવી રહ્યા છે ડાયટિશિયન અનીતા ઝા.
તંદુરસ્ત વ્યક્તિએ દરરોજ 8-10 ગ્લાસ પાણી કેમ પીવું જોઈએ?
પાણી પીવાથી બોડી એક્ટિવ રહે છે. પરસેવા દ્વારા શરીરમાંથી ટોક્સિન નીકળી જાય છે અને વ્યક્તિ સ્વસ્થ રહે છે. દરરોજ 8-10 ગ્લાસ પાણી પીવાથી ત્વચા અને યુરિન સાથે સંબંધિત સમસ્યાઓનું જોખમ ઘટી જાય છે. ઘણી વખત માથાનો દુખાવો, થાક, અને અનિદ્રાના કારણે શરીરમાં પાણીની ઉણપ સર્જાય છે. તેથી ડૉક્ટર એક તંદુરસ્ત વ્યક્તિને 3-4 લીટર પાણી પીવાની સલાહ આપે છે. જો કે, કિડની અથવા લિવર સાથે સંબંધિત સમસ્યાઓમાં ઓછું પાણી પીવાનું કહેવામાં આવે છે.
ઓછું પાણી પીવાથી કઈ બીમારીઓનું જોખમ રહે છે?
કબજિયાતની સમસ્યા વધી શકે છે- ઓછું પાણી પીવાના કારણે શરીર ખાવાનું યોગ્ય રીતે પચાવી શકતું નથી, જેના કારણે પેટ સાફ નથી થતું. લાંબા સમય સુધી ઓછું પાણી પીવાની આદત હોય તો પેટ સાથે સંબંધિત સમસ્યા થવાની આશંકા વધી જાય છે.
એક્જિમાની સમસ્યા વધી શકે છે- ત્વચા પર લાલ ચકામા, બળતરા અને ખંજવાળ જેવી સમસ્યા એક્જિમાના સંકેત હોય છે. શરીરમાં પાણીના અભાવના કારણે પરસેવો નથી થતો જેના કારણે ટોક્સિન રૂપમાં ત્વચા પર લાલ ચકામા થઈ જાય છે.
બ્લડ પ્રેશરનું જોખમ રહે છે- પાણી ઓછું પીવાથી લોહી જાડું થઈ જાય છે અને બ્લડ પ્રેશર વધે છે. હાઈ બ્લડ પ્રેશરના કારણે હાર્ટ અટેક અથવા સ્ટોકની આશંકા પણ રહે છે.
ડિહાઈડ્રેશનની સમસ્યા- શરીરમાં પાણીની અછતના કારણે ડિહાઈડ્રેશનની સમસ્યા રહે છે. તેમાં શરીર થાક મહેસૂસ કરે છે. માથું ભારે થઈ જવું. તે ઉપરાંત ચહેરા પર ગ્લો ઓછો થઈ જાય છે, વ્યક્તિ પોતાની ઉંમર કરતા મોટો દેખાય છે.
યુરિન ઈન્ફેક્શનની આશંકા વધે છે- દિવસભર પૂરતું પાણી ન પીવાના કારણે યુરિન ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે. હકીકતમાં પાણી પીવાથી યુરિનમાં રહેલા ટોક્સિન પાણીમાં ડાઈલિયુટ નથી થતા અને યુરિન જાડું થઈ જાય છે, જે પ્રાઈવેટ પાર્ટમાં ઈન્ફેક્શન વધારે છે.
બ્રેનના ફંક્શનિંગ પર અસર પડે છે- પાણી પીવાથી શરીર અને મગજ બંને એક્ટિવ રહે છે. તેમજ પાણીના અભાવથી શરીરમાં એનર્જી પણ ઘટવા લાગે છે. તેનાથી મગજ એકાગ્ર નથી થઈ શકતું. વિચારવાની, કામ કરવાની ક્ષમતા પર અસર પડે છે અને માથું પણ દુખે છે.
પાણીના અભાવથી મેદસ્વિતા વધે છે- જ્યારે આપણે ઓછું પાણી પીએ છીએ, તો આપણી ડાયટ વધી જાય છે. આપણને ભૂખ વધારે લાગે છે અને પેટ ભરવા માટે આપણે ઓવરઈટિંગ કરવા લાગીએ છીએ. પછી તે બપોરનું ભોજન હોય કે રાતનું. લાંબા સમય સુધી આ આદતને અપનાવાના કારણે વજન ઝડપથી વધે છે.
પાણી પીવાની આ બાબતોને અવગણશો નહીં
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.