અલર્ટ:ફ્રિજમાં સ્ટોર કરેલું ભોજન લેતાં હો તો ચેતી જજો, પોષક તત્વો નાશ પામેલો ખોરાક લેવાથી તમે બીમાર થઈ શકો છો

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાંધેલો ખોરાક 4 કલાક સુધી ખાઈ શકાય છે ત્યારબાદ તેમાં બેક્ટેરિયા ઉત્પન્ન થવા લાગે છે
 • ફળ કાપ્યાના 5થી 8 કલાક બાદ તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને નુક્સાન થાય છે

ભોજનનો બગાડ ન થવો જોઈએ આ વાત તમામ લોકોને ખબર છે. ભોજનનો બગાડ ન થાય તેના માટે લોકો વધેલાં ભોજનને ફ્રિજમાં રાખવાનું પસંદ કરતા હોય છે. સમય બચાવવા માટે પણ કેટલીક ગૃહિણીઓ વધારે ભોજન બનાવી તેને ફ્રિજમાં સ્ટોર કરે છે. આ કામ લાગે તો સરળ છે પરંતુ તેનાથી તમારાં સ્વાસ્થ્યને નુક્સાન પહોંચી શકે છે.

વાસી અને ઠંડાં ભોજનમાં બેક્ટેરિયા ઉત્પન્ન થવાને કારણે ભોજન ઈન્ફેક્ટેડ થઈ શકે છે. ફૂડ સ્ટાન્ડર્ડ એજન્સીના રિસર્ચ પ્રમાણે પૈસા અને સમય બચાવવા માટે લોકો ફ્રિજમાં ખોરાક સ્ટોર કરે છે. સ્ટોરેજને કારણે ઘણા લોકો એક્સપાયર ડેટનું પણ ધ્યાન રાખી શકતા નથી. લોકો લાંબા સમય સુધી ફ્રિજમાં ભોજન સ્ટોર કરવાની આદત અપનાવી લેતા હોય છે.

2020માં કોરોના મહામારી દરમિયાન WHOએ ગાઈડલાન્સ જાહેર કરી છે. તે પ્રમાણે માત્ર એટલું જ ભોજન બનાવવું જોઈએ જેટલું તમે ખાઈ શકતા હો. તેથી વધેલું ભોજન ફ્રિજમાં સ્ટોર કરવાનો વારો જ ન આવે. વધેલાં ભોજનને 5 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછાં તાપમાને ફ્રિજમાં રાખી શકાય છે. લાંબા ગાળા સુધી ફ્રિજમાં વધેલું ભોજન સ્ટોર ન કરો. નોએડા ફોર્ચ્યુન ઈન ગ્રાઝિયાના હેડ શેફ એલબી શર્મા જણાવે છે કે, કોઈ પણ પ્રકારનો રાંધેલો ખોરાક 4 કલાક સુધી ખાઈ શકાય છે. ત્યારબાદ તેમાં બેક્ટેરિયા ઉત્પન્ન થવા લાગે છે. આ બેક્ટેરિયા ખોરાકના તમામ પોષક તત્વો ધીરે ધીરે નાશ કરે છે. તેથી ફ્રિજમાં સ્ટોર કરેલાં ખોરાકને ફરી ગરમ કરી ખાવો જોઈએ.

નોએડા ફોર્ચ્યુન ઈન ગ્રાઝિયાના હેડ શેફ એલબી શર્મા
નોએડા ફોર્ચ્યુન ઈન ગ્રાઝિયાના હેડ શેફ એલબી શર્મા

આટલા સમય સુધી સ્ટોર કરેલું ભોજન જ લાભદાયક

 • ભાત: સામાન્ય રીતે કોઈ પણ ભોજન તાજું જ લેવું જોઈએ, પરંતુ વધેલા ભાત 2 દિવસ સુધી ફ્રિજમાં સેફ રહે છે. 2 દિવસ બાદ તે ખાવા લાયક બચતા નથી. ફ્રિજમાંથી બહાર કાઢ્યા બાદ તેને ગરમ કરવા જરૂરી છે તેથી તેમાંથી બેક્ટેરિયા નાશ પામે.
 • દાળ: મોટે ભાગે લોકોની આદત હોય છે કે તેઓ 2-3 દિવસ સુધી દાળ સ્ટોર કરે છે અને સમયાંતરે તેનો ઉપયોગ કરે છે. જો તમે પણ આવું કરો છો તો તમારે અલર્ટ થઈ જવાની જરૂર છે. ફ્રિજમાં સ્ટોર કરેલી દાળ ગેસની સમસ્યા સર્જી શકે છે.
 • રોટલી: ઘઉંની રોટલી ફ્રિજમાં રાખો છો તો 12થી 15 કલાકની અંદર તેને વાપરી લો. તેનાથી વધુ સ્ટોર કરવા પર તેના પોષક તત્વો નાશ પામે છે.

ફળને આ રીતે સ્ટોર કરો
ફ્રુટ્સને ફ્રિજમાં સ્ટોર કરવા માટે તેનો ટાઈમિંગ ઘણો અગત્યનો છે. ફળ કાપી લીધા બાદ 5થી 8 કલાક બાદ તેનું સેવન ન કરવું જોઈએ. માય ફિયરલેસ કિચનના જણાવ્યાનુસાર, ફ્રિજમાં સમારેલા ન હોય તેવા ફ્રુટ્સ આટલા દિવસ સુધી સ્ટોર કરી શકાય છે

 • સફરજન: 4થી 6 અઠવાડિયાં સુધી
 • ચેરી: 1 અઠવાડિયાં સુધી
 • બ્લૂબેરી, સ્ટ્રોબેરી: 3થી 6 અઠવાડિયાં સુધી
 • ખાટાં ફળો: 1થી 3 અઠવાડિયાં સુધી
 • મકાઈ: 1થી 2 દિવસ
 • કાકડી: 4થી 6 દિવસ
 • રિંગણ: 4થી 7 દિવસ
 • મશરૂમ: 3 દિવસથી 1 અઠવાડિયાં સુધી
 • દ્રાક્ષ: 1 અઠવાડિયાં સુધી
 • તડબૂચ, શક્કર ટેટી: 2 અઠવાડિયાં સુધી
 • બીન્સ: 3થી 5 દિવસ

ફરી ભોજન ગરમ કરતાં પહેલાં આ વાતોનું ધ્યાન રાખો

 • ઊંચા તાપમાને ખાવાનું ગરમ ન કરો. તેનાથી પૌષક તત્વો, વિટામિન્સ અને મિનરલ્સ નષ્ટ થઈ જાય છે. મીડિયમ અથવા સ્લો ફ્લેમ પર જ ભોજન ફરીથી ગરમ કરો.
 • ભોજન પર પાણી છાંટી સ્લો ફ્લેમ પર પણ ગરમ કરી શકાય છે.
 • બ્રેડ, પિત્ઝા, ફ્રાઈડ ફૂડ્સ માઈક્રોવેવમાં ગરમ કરવાને બદલે ગેસ પર ગરમ કરો.