• Gujarati News
  • Lifestyle
  • If You Do Not Miss This Opportunity, This Company Is Giving 9 Lakh Rupees In Just 14 Days, Find Out What Work It Is

ડ્રીમ જોબ:જો જો ચુકી ના જતા આ તક, આ કંપની માત્ર 14 દિવસમાં 9 લાખ રૂપિયા આપી રહી છે, જાણો એવું તો શું કામ છે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ નોકરીમાં 22 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી હાજર રહેવું પડશે. જેના બદલામાં £9000 એટલે કે ભારતીય ચલણ પ્રમાણે લગભગ 9 લાખ રૂપિયાની રકમ મળશે. - Divya Bhaskar
આ નોકરીમાં 22 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી હાજર રહેવું પડશે. જેના બદલામાં £9000 એટલે કે ભારતીય ચલણ પ્રમાણે લગભગ 9 લાખ રૂપિયાની રકમ મળશે.
  • આ નોકરી સ્કોટલેન્ડની રાજધાની એડિનબર્ગમાં છે
  • અપ્લાય કરનાર સંપૂર્ણ રીતે વેક્સિનેટેડ હોવો જરૂરી છે

આજના સમયમાં દરેક વ્યક્તિ તેની 8 કલાકની નોકરી અને બોસની મગજમારીથી પરેશાન છે, નોકરી કરનાર લોકો ફક્ત એ જ વિચારે છે કે ક્યારે તેમના 8 કલાક પતે અને ક્યારે તેઓ ઘરે જાય, પણ બધાનું એક સપનું હોય છે કે કાશ આપણી પણ કોઈ એવી નોકરી હોય જ્યાં આપણને વગર મહેનતે ઘરે બેઠા લાખો રૂપિયા કમાવવાનો મોકો મળે! હાલના સમયમાં આવી જ એક જોબ લોકો વચ્ચે ચર્ચામાં છે. આ જોબ ભલે માત્ર બે અઠવાડિયા માટે જ હોય. પરંતુ તેને છોડ્યા પછી, તમે ચોક્કસપણે લખપતી બની જશો.

કેમ 9 લાખ રૂપિયા મળી રહ્યા છે
વાસ્તવમાં આ નોકરી સ્કોટલેન્ડની રાજધાની એડિનબર્ગમાં છે. અહીં એક જાહેરાત અનુસાર, આ નોકરીમાં 22 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી હાજર રહેવું પડશે. જેના બદલામાં £9000 એટલે કે ભારતીય ચલણ પ્રમાણે લગભગ 9 લાખ રૂપિયાની રકમ મળશે. જો કે, આ નોકરીની શરત એ છે કે આ સમય દરમિયાન વ્યક્તિને ઘરે જવા દેવામાં આવશે નહીં. જેનો અર્થ છે કે જો તમારે આટલા પૈસા કમાવવા હોય તો તમારે ઘરે ક્રિસમસ ઉજવવાનો વિચાર છોડી દેવો પડશે.

બાળકોની 24/7 સંભાળ રાખવી પડશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અહીં રહેતા એક અમીર પરિવારે જાહેરાત આપી છે કે. તેમને નાતાલની રજાઓ દરમિયાન તેમના બાળકો માટે આયાની જરૂર હોય છે.

નોકરી કરનારને 14 દિવસ સુધી 24 કલાક તે પરિવારની સાથે રહેવું પડશે. તેને બાળકોને ન્હાવા-ધોવડાવાનું અને ખાવાપીવાની જવાબદારી લેવાની સાથે તેન રાત્રે સૂવડાવવાની જવાબદારી લેવી પડશે. આ નોકરી માટે અપ્લાય કરનાર સંપૂર્ણ રીતે વેક્સિનેટેડ હોવો જરૂરી છે અને તેને બાળકોને સંભાળવાનો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. તે ઉપરાંત આ નોકરી માટે પસંદ કરવામાં આવશે તેને એમ્પ્લોયર તરફથી આવવા-જવાનો તમામ ખર્ચ આપવામાં આવશે.