• Gujarati News
  • Lifestyle
  • If You Can't Wear Tight Jeans Because Of Camel Toe, Learn Interesting Ways And Always Be Fashionable

મૂંઝવણનો ઉકેલ:શું તમે પણ ‘કેમલ ટો’ના કારણે ટાઈટ જીન્સ નથી પહેરી શકતા, તો જાણો રસપ્રદ રીતો અને હંમેશા ફેશનેબલ રહો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જે મહિલાઓની થાઈ અને હિપ હેવી હોય છે તેમને એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેમને ટ્રાઉઝર થોડું કન્ફર્ટ ફિટ હોય

ઘણી વખત આપણે આપણા મનપસંદ લેગિંગ્સ, ટાઈટ પેન્ટ, યોગા પેન્ટ, સ્વિમસ્યુટ અથવા કોઈપણ સ્કિની ટ્રાઉઝર પહેરીએ છીએ, તો જેનાઈટલ એરિયા ખરાબ દેખાય છે. આવી સ્થિતિમાં જો ટ્રાઉઝર ટાયટ છે તો શરમ અનુભવાય છે અને તેને પહેરીને તમે બહાર નથી જઈ શકતા. ટાઈટ જીન્સ અથવા પેન્ટના કારણે પ્યુબિક એરિયાનો શેપ બહાર પણ દેખાય છે. આ શેપને ‘કેમલ ટો’ કહેવામાં આવે છે. એટલે કે તે બોડી પાર્ટ ઉંટના પગના શેપ જેવો લાગે છે. કેમલ ટોથી બચવા માટે એવા ઘણા હેક્સ છે જે તમને તમારી પસંદગીના ડ્રેસ પહેરવાથી દૂર નહીં રાખે.

'કેમલ ટો'ના કારણે છોકરીઓ તેમની પસંદગીના ટ્રાઉઝર પહેરી શકતી નથી.
'કેમલ ટો'ના કારણે છોકરીઓ તેમની પસંદગીના ટ્રાઉઝર પહેરી શકતી નથી.

શું સલાહ આપે છે એક્સપર્ટ?
મુંબઈની ફેશન ડિઝાઈનર શ્રૃતિ સંચેતી જણાવે છે કે ભારતની મહિલાઓની હિપ અને થાઈ એરિયા થોડો હેવી હોય છે, તેથી તેમને કેમલ ટોની સમસ્યા થવી સામાન્ય વાત છે. તેનાથી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું.

બોડી ટાઈપના અનુસાર સ્ટિચિંગ
જ્યારે ટ્રાઉઝરનું સ્ટિચિંગ કરાવો તો તે તમારી બોડી ટાઈપના હિસાબથી હોવી જોઈએ જેથી કેમલ ટોની સમસ્યા ન થાય.

સીમલેસ પેન્ટી પહેરવી
એવી ઈનર વિયર પહેરો જે સીમલેસ અને પ્રોપર ફિટિંગની હોય. સીમલેસ પેન્ટિજ તેને કહેવામાં આવે છે જેમાં બહારથી સિલાઈ નથી દેખાતી અને સ્કિન માટે સોફ્ટ હોય છે.

ખુલ્લા ટ્રાઉઝર ખરીદો
જે મહિલાઓની થાઈ અને હિપ હેવી હોય છે તેમને એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેમને ટ્રાઉઝર થોડું કન્ફર્ટ ફિટ હોય. જેથી કેમલ ટો ન બને.

ફેબ્રિકની ક્વોલિટી સારી હોવી જોઈએ
ટ્રાઉઝરનું ફેબ્રિક, જીપ અને બટન સારી ક્વોલિટીના હોવા જોઈએ.

ટોયલેટ પેપરનો ઉપયોગ કરવો
કેમલ ટોથી બચવા માટે સૌથી સિમ્પલ અને ઈઝી સોલ્યુશન છે ટોયલેટ પેપર. તમારે જલ્દી ક્યાંય નીકળવાનું છે અને કોઈ ઉપાય સમજમાં નથી આવી રહ્યો તો વોશરૂમ જાવ અને ટોયલેટ પેપરને આંગળીઓ પર ત્રણ રાઉન્ડમાં ફોલ્ડ કરો, વચ્ચેથી ફાડી દો પેન્ટીજમાં તેને લગાવો. તમારો આ ઉપાય કોઈને દેખાશે નહીં અને તમે તમારી પસંદગીનું ટ્રાઉઝર પહેરી શકશો.