• Gujarati News
  • Lifestyle
  • If You Are In The Mood To Party At Home, Make Your Own Chocolate Red Wine Cake And Give The Family A Tasty Treat.

ક્રિસમસ સેલિબ્રેશન:ઘરે પાર્ટી કરવાનો મૂડ હોય તો જાતે જ બનાવો ચોકલેટ રેડ વાઈન કેક અને પરિવારને આપો ટેસ્ટી ટ્રીટ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ક્રિસમસમાં રેડવાઈન કેક ખાધા વગર સેલિબ્રેશન અધૂરું લાગે છે. મુંબઈની સેલેબ્રિટી બેકર જુહી પાહવા જણાવી રહી છે કે ઘરે 'ક્રિસમસ સ્પેશિયલ ચોકલેટ રેડ વાઈન કેક' બનાવવાની સરળ રીત. ક્રિસમસના ખાસ પ્રસંગે તમે પણ આ કેક બનાવીને તમારા પરિવારને આપો હેલ્ધી ટ્રીટ.

સામગ્રી

  • 1/2 કપ માખણ
  • 3/4 કપ બ્રાઉન સુગર
  • 1/2 કપ કેસ્ટર સુગર
  • 2 ઈંડા
  • 1 ટી સ્પૂન વેનીલા
  • 1 કપ રેડ વાઈન
  • દોઢ કપ મેંદો
  • 1/3 કપ કોકો પાઉડર
  • 1/2 ટીસ્પૂન બેકિંગ પાઉડર
  • 1 ટી સ્પૂન બેકિંગ સોડા
  • 1 ટી સ્પૂન તજનો પાઉડર

બનાવવાની રીત

  • વ્હિસ્ક અથવા સ્ટેન્ટ મિક્સરમાં માખણ અને ખાંડને સારી રીતે મિક્સ કરી લો.
  • ઈંડા, વેનિલા અને રેડા વાઈન મિક્સ કરો.
  • મેંદો, કોકો પાઉડર, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને સોડાને ગાળી લો. આ મિશ્રણને ઘોળમાં મિક્સ કરો.
  • તેને પહેલાથી ગરમ ઓવનમાં 35-40 મિનિટ માટે 160* સેલ્સિયસ પર બેક કરો.
  • બેક થયા બાદ ઠડું કરો અને ઉપરથી ચોકલેટ સોસથી ગાર્નિશ કરો.
  • હવે તમારી પસંદના અનુસાર ક્રિસમસ ડેકોરેશનથી સજાવીને સર્વ કરો.