વાઈરલ વીડિયો:જો બીરયાની ખાવાનાં શોખીન છો તો ના જોશો આ વીડિયો, તમને આઘાત લાગી શકે છે

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

હૈદરાબાદની બિરયાનીનો સ્વાદ જો કોઈ એકવાર પણ ચાખી લે તો તેને આજીવન ભૂલી શકતા નથી. પછી તો જ્યારે પણ મોકો મળે ખાવાનાં શોખીન વ્યક્તિ તે ચૂકતાં નથી. જો તમે પણ ફૂડી લોકોની યાદીમાં સામેલ છો, તો આ વીડિયો જોઈને તમને પણ ખરાબ લાગશે. ભારતમાં હાલ વરસાદની મોસમ ભરપૂર જોશમાં ચાલી રહી છે. આવી સ્થિતિમાં ભારતનાં રસ્તાઓ પર ફૂડ ડિલીવરી કરવી અધરી બની જાય છે. આ સીન ખરેખર ખૂબ જ ભયાનક હોય છે.

બિરયાની પ્રેમીઓને વીડિયો જોઈને આંચકો લાગી શકે છે
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને રોડ પર પણ પાણી ભરાઈ ગયા છે. આ પછી કંઈક એવું દેખાય છે, કે જેને જોયા પછી તમને થોડું ખરાબ લાગી શકે છે. સૌથી પહેલાં તો તમે આ વાઈરલ વીડીયો જુઓ.

વીડિયો જોઈને લોકોએ આપી પ્રતિક્રિયા
આ વીડિયોમાં બિરયાનીનાં બે વાસણ વરસાદના પાણીમાં વહેતાં જોવા મળી રહ્યાં છે. આ વીડિયો જોઈને કોઈપણ બિરયાની પ્રેમીનું દિલ તૂટી શકે છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે, કે કોઈનો બિરયાનીનો ઓર્ડર ન મળતાં તે નાખુશ થવાનો છે. લોકો આ વીડિયો પર પ્રતિક્રિયા આપવાથી પોતાની જાતને રોકી શક્યા નહિ.

આ વીડિયો ટ્વિટર પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. માત્ર 13 સેકન્ડના આ વીડિયોને 10 લાખથી વધુ લોકોએ (સોશિયલ મીડિયા યુઝર્સ) જોયો છે. એટલું જ નહીં ઘણાં લોકોએ આ વીડિયો પર ફની કમેન્ટસ પણ લખ્યાં હતાં. કમેન્ટ સેક્શનમાં લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપતાં દેખાયાં.