• Gujarati News
  • Lifestyle
  • If You Are Ashamed Of Yourself After Seeing The Figure Of Shilpa And Deepika, Then You Have Become A Victim Of 'self Body Shaming', Know The Way To Escape

સેલ્ફ બોડી શેમિંગ:શિલ્પા અને દીપિકાનું ફિગર જોઈ તમને પોતાની જાત પર શરમ આવે છે તો તમે 'સેલ્ફ બોડી શેમિંગ'નો શિકાર બન્યા છો, જાણો બચવાની રીત

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોતાની જાતને અનહદ પ્રેમ કરી અને પોઝિટિવ રહી આ સિન્ડ્રોમમાંથી છુટકારો મેળવી શકાય છે

આબેહૂબ શિલ્પા શેટ્ટી અને દીપિકા પાદુકોણ જેવા આઉટફિટ ખરીદો છો પરંતુ પહેરતાની સાથે જ તમારો મૂડ ખરાબ થઈ જાય છે. અપ ટુ ડેટ તૈયાર થઈને પોતાની જાતને અરીસામાં જોઈને ઢગલો ખામી જણાય છે અથવા ઢગલો સેલ્ફી લઈને તેમાં તમારી ખામીઓ જોઈ તેને ડીલિટ કરી દો છો તો તમે 'સેલ્ફ બોડી શેમિંગ'નો શિકાર છો. રાજસ્થાનની એમિટી યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગમાં અસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. નેહર્ષિ શ્રીવાસ્તવ પાસેથી જાણો સેલ્ફ બોડી શેમિંગનાં નુક્સાન અને બચવાની રીત....

ડૉ. નેહર્ષિ શ્રીવાસ્તવ જણાવે છે કે મહિલા અને પુરુષ બંનેને 'સેલ્ફ બોડી સિન્ડ્રોમ' થઈ શકે છે. જોકે તેનો સૌથી વધુ શિકાર મહિલાઓ બને છે. મહિલાઓ પર્ફેક્શન સિન્ડ્રોમનો શિકાર બની બોલિવુડ એક્ટ્રેસ સાથે પોતાની સરખામણી કરવા લાગે છે. શિલ્પા શેટ્ટી, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા સહિતની એક્ટ્રેસ જેવી દેખાવા માટે મહિલાઓ તેમના જેવી હેર સ્ટાઈલ, ફિગર અને મેકઅપ કરવા માટે એક રેસમાં સામેલ થઈ જાય છે. મહિલાઓ બોલુવિડ એક્ટ્રેસ જેવી સ્લિમ એન્ડ ફિટ દેખાવાના ચક્કરમાં માનસિક બીમારીનો શિકાર થઈ જાય છે. સેલેબ્સ સુંદર અને ફિટ રહેવા માટે અઘરું રૂટિન ફોલો કરતા હોય છે તે વાત ભૂલી મહિલાઓને પોતાના પ્રત્યે હીનભાવના થવા લાગે છે.

'સેલ્ફ બોડી સિન્ડ્રોમ' ને કહો બાય બાય
પોતાની જાતનો સ્વીકાર કરો
ડૉ. શ્રીવાસ્તવ જણાવે છે કે, સેલ્ફ બોડી શેમિંગની સમસ્યામાંથી બહાર આવવા માટે રિયાલિટી એક્સેપ્ટ કરવી જરૂરી છે. તમારો રંગ અને ફિગર જેવું હોય તેવું જ સ્વીકારી લો. તમે જેવા છો તેવા જ સુંદર લાગો છો.

પોતાની જાતને અનહદ પ્રેમ કરો
ડૉ. શ્રીવાસ્તવ જણાવે છે કે સેલ્ફી બોડી શેમિંગમાં મહિલાઓને પોતાના માટે હીનભાવના થવા લાગે છે. પોતાનાં પર ધ્યાન આપવાનું બંધ કરી દે છે. એટલી હદે આ સિન્ડ્રોમ વધવા લાગે છે મહિલાઓ પોતાની જાતને પ્રેમ કરવાનું છોડી દે છે. તેથી તેમનો આત્મવિશ્વાસ ડગુંમગું થાય છે. પોતાની જાતને પ્રેમ કરો અને પોતાની જાતની કાળજી લો. પોતાનાં મનપસંદ કામ કરો અને શોખ પૂરા કરો. ફિટ રહેવા માટે ફોકસ કરો. આ રૂલ્સ ફોલો કરી તમે સુંદર લાગી શકો છો.

પોઝિટિવ રહો

સેલ્ફ બોડી શેમિંગનો વિચાર મનમાં આવતાં જ પોતાની જાતને પહેલાં એક માણસ તરીકે જુઓ. હંમેશાં તમારો લુક જ મેટર નથી કરતો. તમારો લુક નથી બદલી શકાતો પરંતુ તમે તમારો વ્યવહાર મધુર બનાવી શકો છો. તમે રૂપસુંદરી પરંતુ તોછડું બોલનારી મહિલાઓ જોઈ હશે. ભલે તેઓ સુંદર લાગતી હોય પરંતુ વાણી અને વ્યવહારમાં મધુરતા ન હોય તો તેમની કોઈ કદર કરતું નથી. તમે તમારી પર્સનાલિટી પર ફોકસ કરો. પોઝિટિવ વાઈબ્સ વધારવા પર ફોકસ કરો.

પોતાની જાતની કદર કરો

ડૉ. શ્રીવાસ્તવ જણાવે છે કે, નાનાં ભૂલકાઓને પેરેન્ટ્સ સમજાવી શકે છે કે વડીલોની કદર કરો, પરંતુ આ વસ્તુ આપણે આપણી જાતને જ સમજાવવાની જરૂર છે. આપણે પોતાની જાતનું સમ્માન કરીએ તે જરૂરી છે. આપણે અન્ય લોકોના ફીડબેકને આધારે આપણું જીવન જીવતાં હોઈએ છીએ, પરંતુ અન્ય લોકોની વાતને ધ્યાન ન આપી તમારે પોતાનાં મનની વાત સ્વીકારવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...