તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • If You Are Applying Conditioner In The Hair, Then Avoid Applying It On The Hair Roots, Do Not Wash Hair Quickly After Conditioning, Otherwise It Will Not Have Any Effect.

હેર કેર:વાળમાં કંડિશનર કરો ત્યારે હેર રૂટ્સમાં ના કરવું, કંડિશનિંગ પછી જલ્દી હેર વોશ ના કરો નહિ તો તેની અસર ઓછી થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંડિશનરની માત્રા વાળની લંબાઈ અને ગ્રોથ પર નિર્ભર હોવી જોઈએ

સ્કિન માટે મોશ્ચરાઝર કામ કરે છે તેમ કંડિશનર વાળ માટે કામ કરે છે. તે વાળને હાઈડ્રેટ કરે છે. કંડિશનર કર્યા પછી પણ તમને યોગ્ય રિઝલ્ટ ના મળતા હોય તો તમારી લગાવવાની રીત ખોટી હોય શકે છે. મોટાભાગના લોકો કંડિશનર કરતી વખતે જે ભૂલ કરે છે તે જાણો:

રૂટ્સ પર લગાવે છે: કંડિશનર ક્યારેય રૂટ્સ પર ના લગાવવું જોઈએ. તેને વાળની મિડ લેન્થથી લગાવવાનું શરુ કરી ટિપ્સ સુધી લઇ જાઓ જે સૌથી વધારે ડ્રાય ભાગ હોય છે. એક કે બે મિનિટ સુધી કંડિશનર રાખી ઠંડા પાણીથી વાળ ધુઓ.

જલ્દી વાળ ધુએ છે: જો તમે શેમ્પૂની જેમ માત્ર લગાવીને ધોઈ દેશો તો તેની કોઈ અસર નહિ થાય. ડીપ કંડિશનિંગ માસ્કમાં થોડા-થોડા વાળ લઈને સેક્શનમાં લગાવવું જોઈએ અને ઓછામાં ઓછા 10થી 30 મિનિટ સુધી રાખવું જોઈએ.

યોગ્ય કંડિશનર વાપરતા નથી: ડીપ કંડિશનિંગ માસ્કમાં નેચરલ ઓઈલ્સ હોય છે અને તેને સ્કલ્પ પર પણ યુઝ કરી શકાય છે, પરંતુ પાતળા વાળમાં તે ફ્લેટ લુક આપશે. ફાઈન હેર માટે વેટ કંડિશનર બેસ્ટ રહે છે.

વધારે કે ઓછું લગાવી રહ્યા છો: કંડિશનર વધારે કે ઓછું કરવાથી તેના પરિણામ ઊંઘા મળશે. વધારે લગાવવાથી પ્રોડક્ટ બિલ્ડ-અપ થાય છે અને વાળ ચીકણા થાય છે. કંડિશનરની માત્રા વાળની લંબાઈ અને ગ્રોથ પર નિર્ભર હોવી જોઈએ.