પેરેન્ટ્સને બાળકોના ખાનપાન સાથે જોડાયેલી ચિંતાઓ હંમેશાં રહે છે. તેમને એવું લાગે છે કે બાળકોને શું શીખવાડવું જેથી તેમનું સ્વાસ્થ્ય સારું રહે અને તેમનો વિકાસ પણ થાય. આ વાતોને વિચારીને પેરેન્ટ્સ બાળકોના ખાનપાનના રૂટિનનું ખાસ ધ્યાન રાખે છે.
માતા-પિતાને એવું લાગે છે કે, થોડી-થોડી વારમાં બાળક દૂધ પીતું રહેવું જોઈએ. એટલે બાળકને પણ દૂધની બોટલ આપવામાં આવે છે. જો તમે પણ આવું જ કરો છો, તો સારા વિચાર સાથે કરવામાં આવતું આ કામ બાળકને નુકસાન પહોંચાડી શકે છે. આ ગંભીર વિષય અંગે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડો. રિતિકા સિંઘલ જણાવી રહ્યા છે.
નવજાત બાળકને તમે થોડા-થોડા સમયાંતરે દૂધ પીવડાવો છો?
ડો. સિંઘલના જણાવ્યા પ્રમાણે આ ખોટી ધારણા છે કે નવજાત કે 4-5 મહિનાના બાળકને થોડા-થોડા કલાકોમાં દૂધની જરૂર હોય છે. જે બાળક કોઇ જટિલતાઓ સાથે જન્મેલું નથી, તેને જન્મના 3 દિવસ પછી થોડા-થોડા કલાકે દૂધ પીવડાવવું જોઈએ. ત્યાં જ, જે બાળક પ્રી-મેચ્યોર કે અઢી કિલોથી ઓછા વજનનું હોય છે તેને જન્મના 14 દિવસ પછી થોડા-થોડા કલાકે ફીડિંગ કરાવવું પડે છે. તે પછી બાળકને બે-ત્રણ કલાકના અંતરાલમાં દૂધ પીવડાવવું.
જન્મના થોડા દિવસો પછી પણ નાના અંતરાલમાં કેમ દૂધ પીવડાવવામાં આવે છે?
ડો. સિંઘલ જણાવે છે કે જન્મના થોડા શરૂઆતી દિવસોમાં બાળકના શરીરમાં લિવર ડેવલપ થાય છે. બાળકનું દૂધ પીવું અને તેનું પેટ ભરેલું રહેવાથી લિવરનો યોગ્ય વિકાસ થઇ શકે છે. જો આ દરમિયાન બાળકના ફીડિંગમાં બેદરકારી કરવામાં આવે તો તેને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઈ શકે છે. સાથે જ, લિવર પણ નબળું કે અવિકસિત રહે છે. આ જ કારણ છે કે જન્મ પછી બાળકને શરૂઆતી થોડા દિવસો માટે થોડા-થોડા કલાકોમાં દૂધ પીવડાવવાની જરૂર પડે છે.
જ્યારે બાળક થોડા મહિનાનું થઈ જાય, ત્યારે તેના દૂધ પીવાની ટેવ કેવી હોવી જોઇએ?
જ્યારે બાળક ચાર મહિનાનું થઈ જાય, ત્યારે તેને ત્રણથી ચાર કલાકના અંતરાલમાં દૂધ પીવડાવવું જોઈએ. જો બાળક સૂઈ રહ્યું હોય, તો તેના જાગવાની રાહ જોવી. તેને જગાવીને દૂધ પીવડાવવું નહીં. ડો. સિંઘલ પ્રમાણે પેરેન્ટ્સમાં આ ગેરસમજ રહે છે કે બાળકનું પેટ ભરેલું રહેશે નહીં તો તેના માનસિક કે શારીરિક વિકાસમાં મુશ્કેલીઓ આવી શકે છે.
એક વર્ષની ઉંમર પછી, શું અડધી રાતે બાળકને દૂધ પીવડાવવું જરૂરી છે?
એક વર્ષની ઉંમર પછી બાળક આખી રાત આરામથી સૂવે છે. જે પેરેન્ટ્સને એવી બીક હોય છે કે બાળક અડધી રાતે જાગીને ભૂખથી રડશે અને એટલાં માટે જ રાતે એકથી બે વાર તેને દૂધ પીવડાવવું જોઈએ, તેઓ હકીકતમાં બાળકને નુકસાન પહોંચાડી રહ્યા હોય છે. ડો. સિંઘલ કહે છે કે તેનાથી બાળકના દાંત ખરાબ થાય છે, દૂધ પચાવવાની ક્ષમતાને અસર કરે છે, એટલે માત્ર પોતાના મનને સંતુષ્ટ કરવા માટે ઊંઘમાં બાળકને સતત દૂધ પીવડાવવું જોઈએ નહીં.
બાળકને ઊંઘથી જગાડીને કે ગાઢ ઊંઘ દરમિયાન દૂધ પીવડાવવાથી કેવા નુકસાન થાય છે?
બાળક બ્રેસ્ટ ફીડિંગ કરતું હોય કે ફોર્મૂલા મિલ્ક પી રહ્યું હોય, જ્યારે તે ઊંઘમાં દૂધ પીવે છે ત્યારે દૂધમાં રહેલ ખાંડ મોઢામાં કલાકો સુધી રહે છે, જેના કારણે નાની ઉંમરે જ દાંત સડવા લાગે છે. જે ભવિષ્યમાં ડાયાબિટીસનું કારણ બની શકે છે અથવા બાળકની પાચનશક્તિને અસર કરે છે. તેનાથી તેમની ઊંઘ ડિસ્ટર્બ થાય છે, જેની અસર તેમના વિકાસ ઉપર પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.