No સ્વીટ ટ્રીટ:જો તમે પણ ગળ્યું ખાવ છો, તો આ આદત તમને જલ્દી વૃદ્ધ બનાવી શકે છે, જાણો કારણ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગળપણ તમારા સ્વાસ્થ અને સુંદરતા માટે નુકસાનકારક છે
  • રિસર્ચના અનુસાર, વધારે પડતું ગળ્યું ખાવાથી તમે જલ્દી વૃદ્ધ દેખાઈ શકો છો

સુંદર અને યુવાન દેખાવવાની ઈચ્છા કોને ન હોય. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની ત્વચા પર ડાઘ ન હોય, ખીલ ન થાય. પરંતુ જો તમને ગળ્યું ખાવાનો શોખ છે તો સાવધાન થઈ જાવ. હેલ્ધી અને ગ્લોઈંગ સ્કિન માટે બહારના ઉપાયો કરતા જરૂરી છે કે તમે કેટલું હેલ્ધી ખાવાનું ખાવ છો. આવી સ્થિતિમાં સુગરનું સેવન તમારા સ્વાસ્થ્ય અને સ્કિન પર ખરાબ અસર પહોંચાડી શકે છે. તેના કારણે સ્કિન એજિંગની સમસ્યા પણ વધે છે. સ્કિન એક્સપર્ટ અને નોયડા પ્રકાશ હોસ્પિટલના ડર્મોટોલોજિસ્ટ ડૉ.મોહના સિંહ જણાવી રહ્યા છે કે વધારે ગળ્યું ખાવાથી તમારા સ્વાસ્થ્ય અને સ્કિનને શું નુકસાન થઈ શકે છે.

તમે કેટલુ ગળ્યું ખાઈ શકો છો?
ડૉ. મોહના સિંહ જણાવે છે કે તમે જે ખાવ છો તે તમારી સ્કિન પર દેખાય છે. ખાંડ કોલેજનને બાઈન્ડ કરી નાખે છે જેને ગ્લાઈકેશન કહેવામાં આવે છે. ગ્લાઈકેશન ઇન્ફ્લેમેશન ક્રિએટ કરે છે જેનાથી કોલેજનમાં બ્રેક ડાઉન શરૂ થઈ જાય છે. તેનાથી સ્કિનમાં રિંકલ્સ આવી જાય છે અને સ્કિન ઇલેસ્ટિસિટી ખોવા લાગે છે. આવી સ્થિતિમાં એજિંગના નિશાન ત્વચા પર દેખાવા લાગે છે. ખાવામાં માત્ર 2થી 3% જ ગળપણ ખાવું જોઈએ. ગળપણ તમારા સ્વાસ્થ અને સુંદરતા માટે નુકસાનકારક છે. થઈ શકે તો સપ્તાહમાં માત્ર એક જ દિવસ ગળ્યું ખાવું. જો તમને ડાયાબિટીસ છે તો ખાંડ ઓછી ખાવી.

નોયડા પ્રકાશ હોસ્પિટલના ડર્મોટોલોજિસ્ટ ડૉ.મોહના સિંહ.
નોયડા પ્રકાશ હોસ્પિટલના ડર્મોટોલોજિસ્ટ ડૉ.મોહના સિંહ.

એક રિસર્ચના અનુસાર, વધારે પડતું ગળ્યું ખાવાથી તમે જલ્દી વૃદ્ધ દેખાઈ શકો છો. તે સ્કિનને ન માત્ર ઉપરથી ડેમેજ કરે છે પરંતુ ઈન્ટરનલી પણ નુકસાન પહોંચાડે છે. કેટલાક એવા લક્ષણો પણ છે જે જણાવશે કે ખાંડ સ્કિન પર ખરાબ અસર પહોંચાડી રહી છે.

  • સ્કિન સર્ફેસનું ટાઈટ થવું
  • હોઠની આસપાસ લાઈન
  • સ્કિન પર હાઈપર પિગમેન્ટેશન અને ડાર્કનેસ
  • જૉ લાઈનની આસપાસની સ્કિન ઢીલી પડવી

વધારે ગળ્યું ખાવાથી થતા નુકસાન

  • ઈમ્યુનિટી કમજોર થવી
  • બ્લડ સુગર લેવલનું વધવું
  • સમયથી પહેલા વૃદ્ધ દેખાવું
  • હાર્ટ અટેકનું જોખમ
  • સ્કિન સાથે સંબંધિત સમસ્યા

આ રીતે સ્કિનને નુકસાનથી બચાવો
કેમિકલ ફ્રી ફૂડ લો- ગ્લોઈંગ સ્કિન માટે ટ્રેંડી સુપરફૂડનું સેવન કરવાનું ટાળવું, કેમ કે ઘણા ખાદ્ય પદાર્થોમાં હિસ્ટામાઈન અને સેલિસિલેટ્સ જેવા કેમિકલ વધારે પ્રમાણમાં હોય છે.

સુગર કન્ઝપ્શન ઓછું કરવું- જો ડાયટમાંથી સુગરને એકદમ ઓછી કરવી તમારા માટે મુશ્કેલ છે તો તેને ધીમે ધીમે ઓછી કરો.

મેન્ટલ હેલ્થ સારી રાખો- સ્ટ્રેસ સ્કિનને અસર કરે છે. તેનાથી દૂર રહેવા માટે મેડિટેશન, ડીપ બ્રીધિંગ અને યોગ કરો.

પોતાની જાતને હાઈડ્રેટ રાખો- વધારે પાણી પીવાથી શરીરના ટોક્સિંસ બહાર નીકળી જાય છે. સ્કિનને સ્વાસ્થ રાખવા માટે દરરોજ ત્રણ લિટર પાણી પીવું.

ગ્લોઈંગ સ્કિન માટે બેસ્ટ સુપરફૂડ

  • લીલા શાકભાજી
  • ટામેટા
  • નટ્સ અને સીડ્સ
  • આખું અનાજ
  • લસણ
  • દહીં અને ઓટમીલ
  • ઓયલી ફિશ
  • ખાટા ફળ અને બેરિઝ
  • ઈંડા
  • દહીં અને ઓટમીલ