આજકાલનું બાળક હજુ તો 6 મહિનાનું થયું હોય ત્યાં સુધીમાં તો મોબાઇલની આદત પડી ગઇ હોય છે. તો અમુક વાર માતા-પિતા બાળકો વધારે જીદ કરતા હોય કે પછી રડતું હોય છે ત્યારે મોબાઇલ પકડાવી દે છે. મોબાઇલને કારણે બાળક તુ્રંત શાંત તો થઇ જાય છે, પરંતુ લાંબાગાળે તેની ખરાબ અસરના કેસ પણ જોવા મળી રહ્યા છે. બાળકોના ઉછેર સાથે જોડાયેલી આ એક મોટી ભૂલ છે.
મોબાઇલને કારણે બાળકોને માનસિક અસર
મિશિગન મેડિસિનમાં છાપવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર, બાળકોને શાંત થવા માટે મોબાઈલ આપવાથી તેઓ સમય જતા માનસિક રોગી બની શકે છે. મોબાઇલના વધુ ઉપયોગને કારણે તેઓ ચીડિયા પણ થઈ જાય છે અને કેટલીકવાર પડકારજનક વાતાવરણમાં બાળક આક્રમક વર્તન પણ કરે છે. મોબાઇલના ઉપયોગને કારણે બાળકોની શારીરિક પ્રવૃત્તિ તો ઓછી થાય જ છે, પરંતુ વધતી ઉંમરની સાથે તેમનું વર્તન પણ બદલાય જાય છે. આ બાળકો ભાવનાત્મક રીતે નબળા હોય છે. તેની અસર છોકરાઓમાં વધુ જોવા મળે છે.
3-5 વર્ષના બાળકોના વ્યવહારમાં થઇ રહી છે ખરાબ અસર
જામા પીડિયાટ્રિકસમાં મિશિગન મેડીસિન દ્રારા કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, 3-5 વર્ષના બાળકોને શાંત કરવા માટે ફોન કે ટેબલેટ સહિતના ડિવાઇસ આપવામાં આવે છે. આ ડિવાઇસના ઉપયોગથી છોકરાઓમાં ભાવનાત્મક વિકૃતિ થઈ શકે છે તો વધુ સમય સુધી ફોનનો ઉપયોગ કરવાને કારણે વર્તન નકારાત્મક થાય છે. તો પડકારજનક વર્તણૂકો પ્રત્યેની તેમની પ્રતિક્રિયા વધુ ખરાબ થાય છે.
તો મોબાઇલના ઉપયોગથી શરીરમાં એક પ્રકારની ડિસફંક્શન આવી જાય છે. બાળકોનો મૂડ સ્વિંગ થવા લાગે છે. ક્યારેક તેઓ ખૂબ જ ગુસ્સે થઇ જાય છે, તો ક્યારેક ચહેરા પર ઉદાસી અને નિરાશા જોવા મળે છે. જો આવા લક્ષણો દેખાય તો બાળકોએ મોબાઈલ આપવાનું બંધ કરી દેવું જોઈએ.
સ્વિંગિંગ જેવી પ્રવૃત્તિઓમાંથી ધ્યાન વિચલિત કરો
મુખ્ય સંશોધક રેડેસ્કીએ જણાવ્યું હતું કે બાળકોને શાંત કરવા માટે ઘણી વૈકલ્પિક પ્રવૃત્તિઓનો ઉપયોગ કરી શકાય છે, જે તેમના વિકાસમાં મદદરૂપ સાબિત થાય છે. સ્વિંગ્સ તેમને ઝૂલવું, ટ્રેમ્પોલિન પર કૂદવું, માટીથી રમવું, ગીતો સાંભળવા જેવી પ્રવૃત્તિઓ પણ કરાવી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.