દુનિયામાં અવાજનું પ્રદૂષણ (Noise pollution) બહુ જ વધી રહ્યું છે. વધતા જતા અવાજના પ્રદૂષણને કારણે માણસ, જાનવર અને ઝાડને નુકસાન થઇ રહ્યું છે. નાના ગામડાથી લઈને મોટા શહેરો અવાજના પ્રદૂષણની ઝપેટે આવી રહ્યા છે. જેના કારણે ઈકો સિસ્ટમને અસર પડી છે.
જોર શોરથી અવાજને કારણે હાર્ટની બીમારીનો છે ખતરો
વધુ પડતા અવાજને કારણે મેટાબોલિકથી જોડાયેલા રોગો, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની સાથે-સાથે હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે. અવાજના પ્રદૂષણને કારણે યુરોપમાં, અડતાલીસ હજાર લોકો હૃદય રોગના શિકાર બન્યા છે. તો સતત અવાજને કારણે દર વર્ષે લગભગ બાર હજાર લોકોના અકાળે મોત થાય છે.
જર્મન ફેડરલ એન્વાયરમેન્ટ એજન્સી (UBA) ના અવાજ નિષ્ણાંત થોમસ માઈકે કહ્યું હતું કે, 'જો ફ્લેટ કે ઘર મુખ્ય રસ્તા પર હોય તો ભાડું ઓછું ચૂકવવું પડે છે. આનો અર્થ એ છે કે ઓછી આવક ધરાવતા લોકો ઘોંઘાટીયા સ્થળોમાં રહેતા હોવાની શક્યતા વધારે છે.'
પક્ષીઓ પણ મોટેથી બોલવા લાગ્યા
ઘોઘાંટની અસર ફક્ત મનુષ્યને થઇ હોય એવું નથી પરંતુ ઘોંઘાટથી પશુઓને પણ અસર થઈ રહી છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે, ઘોંઘાટથી તમામ પ્રાણીઓમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. અવાજ પ્રદૂષણને કારણે પક્ષીઓ સૌથી મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પક્ષીઓ મોટેથી ગાતા થઇ ગયા છે અથવા જોરથી અવાજો કરે છે જેથી તેઓ તેમના સાથીઓ સાથે વાત કરી શકે.
યુરોપ, જાપાન અથવા બ્રિટનના શહેરોમાં રહેતા ટિટ પક્ષીઓ જંગલોમાં રહેતા ટિટ કરતાં મોટા અવાજમાં વાત કરે છે. રસ્તાની બાજુના જંતુઓ, તિત્તીધોડાઓ અને દેડકાનાં અવાજમાં પણ ફેરફાર જોવા મળ્યો છે.
ન્યૂયોર્ક સહિત તમામ મોટા શહેરોમાં ઘોઘાંટનું પ્રમાણ વધારે
લંડનથી ઢાકા અને બાર્સેલોનાથી બર્લિન સુધીના શહેરોમાં વધુ ઘોંઘાટ થઈ રહ્યો છે. ન્યુ યોર્કમાં જાહેર પરિવહનનો ઉપયોગ કરતા 90% લોકો વધુ અવાજનો સામનો કરી રહ્યા છે. જેના કારણે સાંભળવાની ક્ષમતા પૂર્ણ થઇ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.