• Gujarati News
 • Lifestyle
 • If The Light Blue Ozone Gas Is Not Protected, Human Life Will Be Ended By The Sun's Rays, The Biggest Gap In The Lockdown Has Been Filled.

વર્લ્ડ ઓઝોન ડે:જો આછા વાદળી રંગના ઓઝોન ગેસની સુરક્ષા ન રહી તો સૂર્યનાં કિરણોથી મનુષ્યનું જીવન સમાપ્ત થઈ જશે, લોકડાઉનમાં તેનું સૌથી મોટું ગાબડું પૂરાઈ ગયું

એક વર્ષ પહેલા
 • લોકડાઉનમાં પ્રદૂષણ, નાઇટ્રોજન ઓકસાઈડ અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો નોંધાયો, તે ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે
 • આ વર્ષે વર્લ્ડ ઓઝોન ડેની થીમ 'ઓઝોન ફોર લાઇફ' છે, એટલે કે પૃથ્વી પર જીવન માટે તેનું હોવું જરૂરી છે

મનુષ્યને ઘણી જીવલેણ બીમારીઓથી બચાવનાર ઓઝોન લેયર માટે લોકડાઉન રાહતનો સમય હતો. દેશમાં લોકડાઉનની જે અસર થઈ, તેનો એક મોટો ફાયદો ઓઝોન લેયરને પણ થયો છે. NCBI જર્નલમાં પ્રકાશિત ભારતીય વૈજ્ઞાનિકોના રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, વિશ્વના કેટલાક દેશોમાં 23 જાન્યુઆરીથી લોકડાઉન થયા બાદ પ્રદૂષણમાં 35% ઘટાડો થયો હતો અને નાઇટ્રોજન ઓક્સાઇડમાં 60%નો ઘટાડો થયો છે. તે દરમિયાન કાર્બનનું ઉત્સર્જન જે ઓઝોન લેયરને નુકસાન પહોંચાડે છે તેમાં પણ 1.5 ટકાથી 3 ટકાનો ઘટાડો થયો અને કાર્બન ડાયોક્સાઇડનું સ્તર પણ ઘટ્યું છે. આ તમામ એવા પરિબળો છે, જે ઓઝોન લેયરને નુકસાન પહોંચાડે છે.

આ વર્ષે એપ્રિલ મહિનાની શરૂઆતમાં ઓઝોન લેયર પર બનેલું સૌથી મોટું કાંણું આપમેળે સરખું થઈ ગયું હોવાના પણ સમાચાર આવ્યા હતા. વૈજ્ઞાનિકોએ પુષ્ટિ કરી છે કે, આર્ક્ટિકથી ઉપર દસ લાખ ચોરસ કિલોમીટરના પરિઘવાળું ગાબડું પુરાઈ ગયું છે.

સૂર્યના ખતરનાક અલ્ટ્રાવાયોલેટ કિરણોને રોકતા આ લેયરને કોરોનાકાળમાં કેટલી રાહત મળી છે, તેના પર સંપૂર્ણ રિપોર્ટ આવવાનો બાકી છે. પર્યાવરણવિદ્ શમ્સ પરવેઝના જણાવ્યા પ્રમાણે, લોકડાઉન દરમિયાન ઓઝોન લેયરને નુકસના પહોંચાડતા કાર્બન અને વાયુઓના ઉત્સર્જનમાં 50%નો ઘટાડો થયો છે, જેની પોઝિટિવ અસર આવનાર સમયમાં જોઈ શકાય છે. આ દરમિયાન એર ટ્રાફિક 80% ઘટ્યો, જે આ સમયે એક સારો સંકેત છે. આજે વર્લ્ડ ઓઝોન ડે છે, આ પ્રસંગે જાણો શા માટે તે મહત્ત્વપૂર્ણ છે અને વધતા તાપમાનની તેના પર શું અસર પડશે...

સમાચાર પહેલાં ઓઝોન લેયર વિશેની આ 5 વાતો સમજો

1. ઓઝોન લેયર શું છે?
ઓઝોન લેયર બે પ્રકારના હોય છે. એક ફાયદાકારક છે અને બીજું નુકસાનકારક છે.
ફાયદાકારક ઓઝોન લેયરઃ ઓઝોન એક એવું સ્તર છે, જે સૂર્યની તરફથી આવતા હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષી લેવાનું કામ કરે છે. ઓઝોન સ્તર પૃથ્વીના વાતાવરણના અવશેષોના નીચેના ભાગમાં હાજર હોય છે. સામાન્ય ભાષામાં સમજીએ તો તે અલ્ટ્રાવાયોલેટ કિરણોને ફિલ્ટર કરે છે અને તેમને પૃથ્વી પર મોકલે છે. આ શોધ 1957માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રો. ગાર્ડન ડોબ્સને કરી હતી.

નુકસાનકારક ઓઝોન લેયરઃ આ ઓઝોન ગેસનું સ્તર આપણા બ્રીધિંગ લેવલ (શ્વાલ લેવાના સ્તર પર) પર હોય છે, જે નુકસાન પહોંચાડે છે. તે ગાડીઓ અને ફેક્ટરીમાંથી નીકળતા ધુમાડામાં હાજર નાઇટ્રોજન ઓક્સાઈડથી બનેલું છે. તે કાર્સિનોજેનિક છે, જે કેન્સરનું કારણ બની શકે છે. હવાની તપાસ કરીને તેનું સ્તર સમજી શકાય છે.

2. ઓઝોન લેયરમાં કાંણું હોવાનો અર્થ શું છે?
આ લેયરમાં કાંણું હોવાને કારણે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો સીધા ધરતી સુધી પહોંચી જશે. આ કિરણો સ્કિન કેન્સર, મેલેરિયા, મોતિયો અને ચેપી રોગો થવાનું જોખમ વધારે છે. જો ઓઝોન લેયરનો વિસ્તાર 1% પણ ઘટે અને 2% સુધી અલ્ટ્રાવાયોલેટ કિરણો માણસો સુધી પહોંચે તો રોગોનું જોખમ ઘણું વધી શકે છે.

3. આ લેયરને કેમ નુકસાન પહોંચી રહ્યું છે?

 • એવી કોસ્મેટિક પ્રોડક્ટ્સ અને સ્પ્રેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં ક્લોરોફ્લોરો કાર્બન જોવા મળે છે. આ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે.
 • સ્મોક ટેસ્ટના ધોરણો પર ખરા ન ઉતરનારા વાહનોમાંથી નીકળતો ધૂમાડો. તેમાં વધારે કાર્બન હોય છે, જે ધોવાણનું કારણ બને છે.
 • લણણી પછી વધેલા ભાગને બાળીને બહાર નીકળતો કાર્બન સ્થિતિને વધુ ખરાબ કરી રહ્યું છે.
 • આ સિવાય પ્લાસ્ટિક અને રબરના ટાયરો અને કચરો બાળવાથી પણ આ લેયરને નુકસાન થઈ રહ્યું છે.
 • વધારે ભેજવાળા કોલસાને બાળી નાખવાથી સૌથી વધારે ખરાબ અસર થઈ રહી છે.

4. ઓઝોનને નુકસાન પહોંચાડનારા કણ કેવી રીતે બને છે?

 • જ્યારે વાતાવરણમાં નાઇટ્રોજન ઓક્સાઇડ અને હાઇડ્રોકાર્બન સૂર્યના કિરણો સાથે રિએક્શન આપે ત્યારે ઓઝોન પ્રદૂષક કણો રચાય છે.
 • વાહનો અને કારખાનાઓમાંથી નીકળતા કાર્બન-મોનો-ક્સાઈડ અને અન્ય વાયુઓની કેમિકલ પ્રક્રિયા પણ ઓઝોન પ્રદૂષક કણોની માત્રામાં વધારો કરે છે.
 • વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ઓઝોન પ્રદૂષકોનું પ્રમાણ સરેરાશ 8 કલાકમાં 100 માઇક્રોગ્રામ દીઠ ઘન મીટરથી વધુ ન હોવું જોઈએ.

5. વર્લ્ડ ઓઝોન ડેની શરૂઆત કેવી રીતે થઈ?
ઓઝોન સ્તરમાં ધોવાણ અટકાવવા સંયુક્ત રાષ્ટ્રએ પહેલ કરી હતી. 16 સપ્ટેમ્બર, 1987ના રોજ મોન્ટ્રીયલ પ્રોટોકોલ તરીકે ઓળખાતા કેનેડાના મોન્ટ્રીયલમાં ઘણા દેશો વચ્ચે એક કરાર થયો હતો. તેની શરૂઆત 1 જાન્યુઆરી 1989ના રોજ થઈ. આ પ્રોટોકોલનું લક્ષ્ય વર્ષ 2050 સુધી ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતા રસાયણોને નિયંત્રિત કરવાનું હતું. પ્રોટોકોલ મુજબ, ઓઝોન સ્તરને નષ્ટ કરનારા ક્લોરોફ્લોરો કાર્બન જેવા વાયુઓનું ઉત્પાદન અને ઉપયોગ મર્યાદિત રહેશે તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. તેમાં ભારતનો સમાવેશ પણ થયો હતો. આ વર્ષે વર્લ્ડ ઓઝોન ડેની થીમ 'ઓઝોન ફોર લાઇફ' છે, એટલે કે, પૃથ્વી પરના જીવન માટે તેનું હોવું જરૂરી છે.

6. માણસોને નુકસાન પહોંચાડનારો ઓઝોન ગેસ ઘટ્યો કે વધ્યો?
મહિનાના લોકડાઉનથી પ્રદૂષણના સ્તરમાં 50%થી વધુનો ઘટાડો થયો છે. પરંતુ ઓઝોન ગેસનું સ્તર ફક્ત 20% નીચે આવ્યું છે. તેનું સ્તર આટલું જ કેમ થયું તેના જવાબમાં શમ્સ પરવેઝ કહે છે કે, લોકડાઉન દરમિયાન સોડિયમ હાઇપો-ક્લોરાઇડનો ઉપયોગ થયો. તેનાથી બ્રીધિંગ લેવલ પર બનનારા ઓઝોન ગેસનું સ્તર એટલું ન ઘટ્યું, જેટલું ઘટવું જોઇતું હતું.

7. વિશ્વનું તાપમાન વધી રહ્યું છે, તે ઓઝોન સ્તરને કેવી અસર કરશે
વિશ્વમાં વધતા તાપમાન અને આ સ્તર વચ્ચે કોઈ સંબંધ નથી. જ્યારે વાતાવરણમાં રહેલા કણો પ્રદૂષણને કારણે સૂર્યની ગરમી ગ્રહણ કરે છે ત્યારે વાતાવરણનું તાપમાન વધે છે. તેમાં સૌથી વધુ કાર્બન હોય છે. દક્ષિણ એશિયાના દેશોમાં ઉચ્ચ પ્રદૂષણને કારણે તાપમાનમાં વધુ વધારો થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...