ઘણા લોકો શિયાળામાં ગરમ પાણી પીએ છે. જેમ જેમ શિયાળામાં કડકડતી ઠંડી પડે છે તેમ-તેમ લોકો વધુ ને વધુ ગરમ પાણી પીવે છે. પરંતુ જો લાંબા સમય સુધી ગરમ પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. ગરમ પાણી પીવાથી ગળું સાફ થાય છે અને હૂંફ આપે છે પરંતુ શરીરના આંતરિક અવયવોને નુકસાન પહોંચાડે છે. જેના કારણે અનિદ્રા, બીપી અને કિડનીની સમસ્યા પણ થઈ શકે છે. આ સ્થિતિમાં પીવાના પાણીનું યોગ્ય તાપમાન અને પ્રમાણ જાણવું જરૂરી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, સવારે એક ગ્લાસ નવશેકું પાણી પીવું નુકસાનકારક નથી, તેના બદલે તે ઘણા કિસ્સાઓમાં ફાયદાકારક છે. અહીં આપણે વધુ પડતા ગરમ પાણી પીવાના કે વારંવાર ગરમ પાણી પીવાના ગેરફાયદા વિશે વાત કરીશું.
ગરમ પાણીને ફિલ્ટર કરવું કિડની માટે આસાન નથી
ન્યુટ્રિશનિસ્ટ કોમલ સિંહ જણાવે છે કે, 'આપણું અથવા અન્ય કોઈ જીવનું શરીર સામાન્ય પાણીને પચાવવા માટે બને છે. વધુ પડતું ઠંડુ કે ગરમ પાણી આપણા શરીર માટે સામાન્ય માનવામાં આવતું નથી. ડોક્ટરોના મતે ગરમ પાણીને ફિલ્ટર કરવા માટે કિડનીને વધુ મહેનત કરવી પડે છે. જેના કારણે કિડની સામાન્ય રીતે કામ કરી શકતી નથી.
કોરોનામાં લોકોએ ગરમ પાણી પીધું અને બીમાર પડી ગયા
કોરોનાના સમયમાં સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થાય હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ગરમ પાણી પીવાથી શરીરમાં કોરોના વાયરસ મરી જાય છે. જે બાદ લોકોએ ગરમ પાણી પીધું હતું. જેના કારણે ઘણા લોકોના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડી હતી.
ગળાથી લઈને પેટમાં અને આંતરડામાં પડી શકે છે છાલ્લા
લાંબા સમય સુધી ગરમ પાણી પીવાથી ગળા અને પેટમાં છાલ્લા થઈ શકે છે. આપણા શરીરની આંતરિક પેશીઓ ખૂબ જ નાજુક હોય છે. જેથી ગરમ પાણી તેમને ઇજા પહોંચાડી શકે છે. ગરમ પાણી ક્યારેક એસિડિટીની સમસ્યાનું કારણ પણ બને છે. પેટમાં બળતરા થાય છે. ગરમ પાણી પાચનતંત્રમાં પટલને પણ નુકસાન થઇ શકે છે. જેના કારણે આંતરડાની સપાટી પાચન ઉત્સેચકોના સીધા સંપર્કમાં આવે છે. તેનાથી અલ્સર થવાનું જોખમ વધી જાય છે. તેનાથી ફૂડ પાઇપને પણ નુકસાન થાય છે. ઘણી વખત વધારે ગરમ પાણી પીવાથી પણ શરીરમાં સોજા આવવાની સમસ્યા જોવા મળે છે.
રાતે ગરમ પાણી પીશો તો ઊંઘ નહીં આવે
રાત્રે ગરમ પાણી પીવાનો એક ગેરફાયદો એ છે કે વ્યક્તિને રાતે ઉંઘ નથી આવતી. ગરમ પાણી પીવાથી પણ રાત્રે વારંવાર પેશાબ થાય છે. જેના કારણે ઊંઘમાં ખલેલ પહોંચે છે.
ગરમ પાણીનું તાપમાન આપણા શરીરના તાપમાન કરતા વધારે હોય છે. જેના કારણે આ પાણી શરીરનું બ્લડ પ્રેશર પણ વધારે છે.
સવારે હૂંફાળું પાણી પીઓ, બાકીના સમયે નોર્મલ પાણી પીઓ
જમ્મુના આયુર્વેદાચાર્ય અભિષેક ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, સવારે નવશેકું પાણી પીવું ફાયદાકારક છે. તેનાથી મેટાબોલિઝમ વધે છે અને પેટ સાફ થાય છે. સવારે નવશેકું પાણી પીવું ઘણી રીતે ફાયદાકારક છે. આ પછી બાકીના સમય માટે સામાન્ય પાણી પીવું વધુ સારું છે.
જો શરદી વધુ હોય અને તમને ગરમ પાણી પીવાનું મન થાય તો તેને ચાની જેમ ચૂસકી કરીને પીવું જોઈએ. શિયાળાની ઋતુમાં દિવસમાં 2 થી 3 કપ ગરમ પાણી પી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.