• Gujarati News
  • Lifestyle
  • If The Children Were Not Sent To School Due To Corona, Then They Are Getting Admission In Government Schools Due To Loss Of Job.

હોમ ટ્યુશનની બોલબાલા:કોરોના પછી ઓનલાઇન ટ્યુશન અને હોમ ટ્યુશનને ફર્સ્ટ પ્રાયોરિટી, ઘણા પેરેન્ટ્સે નોકરી ગુમાવતા બાળકોના ટ્યુશન છોડાવ્યા તો ઘણાએ ટ્યુશન કરાવી આવક મેળવી

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી સ્કૂલમાં 7% એડમિશન વધ્યું

કોરોના મહામારીની અસર આખા દેશમાં દરેક ક્ષેત્ર પર પડી છે. લાખો લોકો નોકરી ખોઈને બેરોજગાર બન્યા પરંતુ સૌથી વધારે અસર એજ્યુકેશન પર પડી અને તેમાં ઘણા બધા ચેન્જ પણ આવ્યા. પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા બાળકો હવે સરકારી સ્કૂલમાં ભણે છે. વર્ષ 2018માં રાષ્ટ્રીય સ્તરે માત્ર 30% બાળકો જ ટ્યુશન જતા હતા પણ વર્ષ 2021માં આ આંકડો વધીને 40% સુધી પહોંચી ગયો. ટ્યુશનમાં જતા બાળકોમાં સરકારી અને પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ સામેલ છે. ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ પ્રાઇવેટ ટ્યુશન પર પહેલાં કરતાં વધારે નિર્ભર છે. ઓછું ભણેલા પેરેન્ટ્સ તેમના બાળકોને લઈને વધારે જાગૃત છે.

સરકારી સ્કૂલમાં 7% એડમિશન વધ્યું
એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન(Annual Status of Education Report-ASER) ના રિપોર્ટમાં કહ્યા પ્રમાણે, ઘણા પેરેન્ટ્સે નોકરી ગુમાવી. આર્થિક તંગીને લીધે માતા-પિતા તેમના બાળકોનું એડમિશન પ્રાઇવેટ સ્કૂલને બદલે સરકારી સ્કૂલમાં કરાવી રહ્યા છે. આ જ કારણે સરકારી સ્કૂલમાં 7% એડમિશન વધી ગયા અને હોમ ટ્યુશનની ડિમાન્ડ પણ વધી ગઈ.

ઘણા પેરેન્ટ્સે બાળકોના ટ્યુશન બંધ કરાવ્યા
​​​​​​​નોઈડામાં ‘બેસ્ટ ટ્યુશન ટીચર ડોટ કોમ’ના ડિરેક્ટર રાજ સિંહે કહ્યું, પહેલાંની સરખામણીએ હવે હોમ ટ્યુશન કે ઓનલાઇન ટ્યુશનની ડિમાન્ડ વધી ગઈ છે. પેરેન્ટ્સ તેમના બાળકોને સ્કૂલે મોકલવા ઇચ્છતા નથી. તો બીજી બાજુ ઘણા પેરેન્ટ્સે નોકરી ગુમાવી હોવાને લીધે પણ બાળકોના ટ્યુશન બંધ કરાવ્યા.

સેવિંગ પૂરું થતા ટ્યુશન શરૂ કર્યા
બેંગ્લુરુમાં એક MNC કંપનીની પૂર્વ કર્મચારી સ્વાતિએ કહ્યું, કોરોના ટાઈમમાં મારી જોબ જતી રહી અને તે સમયે નોકરી શોધવી મુશ્કેલ હતી. મારે હારીને મારા હોમટાઉન આવવું પડ્યું. થોડી સેવિંગ હતી તેમાંથી પરિવારનું ગુજરાન ચાલતું રહ્યું. પછી મને ઓનલાઇન ટ્યુશનનો વિચાર આવ્યો અને આજે હું મારા પરિવાર સાથે રહીને ઓનલાઇન ટ્યુશનથી જૂની નોકરી કરતાં વધારે કમાણી કરી રહી છું.

કોરોના પછી એડમિશનમાં કોઈ ફર્ક ના દેખાયો
DAV સ્કૂલના કોર્ડીનેટર રેણુ છિબ્બરે કહ્યું, કોરોનાને લીધે બાળકોના એડમિશન પર કોઈ અસર થઈ નથી. પહેલાંની જેમ અત્યારે પણ સ્કૂલમાં એડમિશન થઈ રહ્યા છે, ખરેખરમાં પહેલાં કરતાં વધારે એડમિશન થઈ રહ્યા છે. બાળકોનો અભ્યાસ પહેલાંની જેમ ચાલુ થયો, ક્યાંક ઓનલાઇન તો ક્યાંક ઓફલાઈન. ટીચર્સ પહેલાંની જેમ સ્કૂલે જાય છે અને દરેક ક્લાસમાં 4થી 5 બાળકો આવે છે.

ઓનલાઇન સ્ટડીથી બાળકોના મગજ પર ઊંડી અસર પડી
​​​​​​​સાઈકિયાટ્રિસ્ટ સંજીવ ત્યાગીએ કહ્યું, કોરોના પછી બાળકો પૂરી રીતે ડિજિટલી ઈન્ડિપેન્ડન્ટ બની ગયા છે. ઓનલાઇન સ્ટડીની બાળકોના મગજ પર ઊંડી અસર પડી. આની સૌથી વધુ અસર પ્લે સ્કૂલ અને પ્રાઈમરી સ્કૂલના બાળકો પર પડી કારણકે તેમને અગાઉ એવો કોઈ અનુભવ થયો નથી. ભવિષ્યમાં આના ઘણા ગંભીર પરિણામ હોય શકે છે. આથી પેરેન્ટ્સે બાળક સાથે શક્ય એટલો વધારે સમય પસાર કરવો. તેમની સાથે ઈનડોર અને આઉટડોર ગેમ્સ રમવી.

અન્ય સમાચારો પણ છે...