આરોપીઓને વિચિત્ર જેલની સજા:આરોપીએ છેડતી કરી તો આખા ગામની મહિલાઓના કપડાં ધોવાની ફટકારી સજા, વાંચો અજબ-ગજબ સજા વિશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોઈ પણ વ્યક્તિ ગુનો કરે છે તો તેને સજા તો અચૂક મળે છે. બિહારના મધુબની જિલ્લામાં નીચલી કોર્ટે છેડતી અને દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીની સુનાવણી કરીને સજા ફટકારી છે. કોર્ટે દોષિતને કપડાં ધોવાનો આદેશ કર્યો છે. કોર્ટે જણાવ્યું છે કે, દોષિતને એ જ શરતે જામીન આપવામાં આવ્યા છે કે, તેને આગામી 6 મહિના સુધી ગામની બધી જ મહિલાઓના કપડાં ધોવા પડશે.

કપડાં ધોવાથી મહિલાઓ પ્રત્યે સન્માન વધશે
કોર્ટનાં જણાવ્યા અનુસાર, આ સજા એટલે ફટકારવામાં આવી છે કે, આરોપીને મહિલાઓ પ્રત્યે સન્માન વધે. આ સાથે જ કોર્ટે આરોપીને આદેશ આપ્યો છે કે, ફક્ત કપડાં જ નથી ધોવાના પરંતુ તેને ઈસ્ત્રી કરીને ઘરે જઇને મહિલાઓને કપડાં પરત આપવાના છે. આ મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આ પ્રકારની સજા પહેલીવાર ફટકારવામાં નથી આવી, આ પહેલાં પણ ઘણી કોર્ટે વિચિત્ર નિર્ણયને લઈને ચર્ચામાં આવી ચુકી છે.

આરોપીને કપડાં ધોવાની સજા
આરોપીને કપડાં ધોવાની સજા

પતિનું મોત થતા પત્ની ન રડતા કોર્ટ ફટકારી ઉંમર કેદની સજા
આસામની એક કોર્ટએ અજબ-ગજબ નિર્ણય લઇને એક મહિલાને ઉંમર કેદની સજા ફટકારી છે. આ મહિલા પર આરોપ હતો કે, તેના પતિનું મોત થતા તે રડી ન હતી. તેથી સ્થાનિક કોર્ટએ મહિલાને દોષિત માનીને ઉંમર કેદની સજા ફટકારી છે. આ બાદ આ મહિલા હાઇકોર્ટમાં પહોંચી હતી. પરંતુ હાઇકોર્ટ પણ સ્થાનિક કોર્ટ ફટકારેલી ઉંમર કેદની સજા યથાવત રાખી હતી.

પતિનું મોત થતા પત્ની ન રડતા ફટકારી સજા
પતિનું મોત થતા પત્ની ન રડતા ફટકારી સજા

ગરીબ બાળકોનો ભણવાનો ખર્ચ આપવાની સજા ફટકારી
મધુબનીમાં એક મહિલાની છેડતી અને બળાત્કારનો પ્રયાસ કરવાના આરોપીને નીચલી અદાલતે એ શરતે જામીન આપ્યા કે તે છૂટ્યા પછી તેના ઘરની સામેની ગટર સાફ કરશે. ગેરકાયદેસર દારૂ વેચતા એક આરોપીને ત્રણ મહિના માટે પાંચ ગરીબ બાળકોના શિક્ષણનો ખર્ચ આપવાની સજા આપી હતી.

ગાયની સેવા કરવાની ફટકારવામાં આવી સજા
ગાયની સેવા કરવાની ફટકારવામાં આવી સજા

કોર્ટે ગાયની સેવા કરવાની સજા આપી
2 જૂનના રોજ અલ્હાબાદ કોર્ટે એક આરોપીને જમીનમાં આ વિચિત્ર શરતો મૂકી હતી. અદાલતે આરોપીને બરેલીની એક ગૌશાળામાં રજીસ્ટ્રેશનમાં એક લાખ રૂપિયા આપવાનું કહ્યું છે, આ સાથે જ 3 મહિના સુધી ગાયની સેવા કરવાની સજા આપી છે.

લોકોની સેવા કરવા માટે મળ્યા જામીન
મધ્યપ્રદેશ હાઈકોર્ટની બેન્ચે જુલાઈ 2020માં 15થી વધુ જામીનના આદેશોમાં આરોપીઓને તેમના નિવાસસ્થાનની નજીકની સરકારી પ્રાથમિક શાળાઓને "ભૌતિક અને નાણાકીય સહાય પૂરી પાડવા" નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટે ઘણા કેસોમાં આરોપીઓને કોરોનામાં સહાય માટે સ્વયંસેવક બનવા કહ્યું હતું.

સજા તરીકે કુરાનનું દાન કરવાનું
ઝારખંડની રાજધાની રાંચીમાં સ્થાનિક કોર્ટે 2019માં કથિત રૂપે સાંપ્રદાયિક પોસ્ટ મામલે એક મહિલા આરોપીની ધરપકડ કરી હતી. જેને જામીન શરત તરીકે કુરાનની પાંચ નકલો વિવિધ પુસ્તકાલયોને દાનમાં આપવા જણાવ્યું હતું. જોકે, વિરોધ અને તપાસ અધિકારીની વિનંતી બાદ આ શરત પાછી ખેંચી લેવામાં આવી હતી.

ધર્માદામાં નાણાં દાન કરવાનો આદેશ
ઘણા કિસ્સાઓમાં અદાલતો આરોપીઓને સામાન્ય રીતે ધર્માદા હેતુ માટે નાણાં દાન કરવા કહે છે. મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં મે 2020 માં લગભગ 17 જામીનના આદેશોમાં એક જ ન્યાયાધીશે આરોપીઓને આદેશ આપ્યો હતો કે, 'તેઓ કોઈપણ સરકારી એજન્સી દ્વારા સ્થળાંતરિત મજૂરો સહિત દલિત વ્યક્તિઓને ભોજન તૈયાર કરવા અને વિતરણ કરવા" માટે જિલ્લા કલેક્ટર પાસે પૈસા જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.'

ઝાડ વાવો અને દેખભાળ કરો
સામાન્ય રીતે જેલમાં રહેવાની સજા ફટકારવામાં આવે છે. એક કોર્ટ આરોપીને ઝાડ વાવવાની સજા ફટકારી છે. એપ્રિલ મહિનામાં મધ્યપ્રદેશ કોર્ટે હત્યાના પ્રયાસ કરનાર આરોપીને એ શરતે જામીન આપ્યા હતા કે, આરોપીએ લીમડા અથવા પીપળાના 10 ઝાડ વાવીને તેની દેખભાળ કરવી પડશે.

રાખડી બંધાવવાની શરતે જામીન
મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક મહિલાને હેરાન કરવાના આરોપમાં આરોપીને એ શરતે જામીન આપ્યા હતા કે, તે મહિલાઓને રાખડી બાંધવાનું વચન આપશે અને તેની સુરક્ષા કરશે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ નિર્ણયને નકારી કાઢવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટ જણાવ્યું હતું કે, તેણે જાતીય સતામણીના કેસોમાં અદાલતોએ કેવી રીતે કાર્યવાહી કરવી જોઈએ તે અંગે માર્ગદર્શિકા પણ આપી હતી.

1 વર્ષ સુધી સોશિયલ મીડિયાથી દૂર રહેવાની સજા ફટકારવામાં આવી
1 વર્ષ સુધી સોશિયલ મીડિયાથી દૂર રહેવાની સજા ફટકારવામાં આવી

સોશિયલ મીડિયાથી દૂર રહો
એક અદાલતે રાજનેતાઓની વિરુદ્ધ વાંધાજનક નિવેદનો આપવા બદલ કેસ નોંધાયેલા લોકોને જામીનની શરત તરીકે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની મનાઈ કરવામાં આવી છે.

ટ્રાયલ પહેલાં દોષિત
કેટલાક અપવાદોને બાદ કરતાં કાયદો માને છે કે જ્યાં સુધી વ્યક્તિ દોષિત સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ છે. આમાંની ઘણી શરતો લાદવામાં આવી છે, જેમ કે સામુદાયિક સેવા કરવી અથવા નાણાંનું દાન કરવું, તે વ્યક્તિને એવા ગુના માટે સજા કરવા સમાન છે કે જેના માટે તેને દોષિત ઠેરવવામાં આવ્યો નથી.

આમળાના ઝાડનો ઉછેર કરવાની સજા
રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં ચાર આરોપીઓને 27 વૃક્ષો કાપવા બદલ 270 રોપા રોપવા બદલ સજા કરવામાં આવી હતી. વનવિભાગના અધિકારીએ આ ફરિયાદ કરી હતી. કોર્ટે ચારેયને 270 આમળાના છોડ વાવવાની સજા ફટકારી હતી.

ASIને અનોખી સજા
હરિયાળા કોર્ટ 2015માં એક ASIને વર્દીનો પાવર કરવા બદલ મુરગો બનવાની સજા ફટકારી હતી.

કોરોના સંક્ર્મણ દર્દીઓની સેવા કરવાની સજા
બિહારના પટનામાં બિલ્ડરે ગ્રાહક પાસેથી પૈસા લીધા પછી પણ ફ્લેટ આપ્યો ન હતો. આ સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. કોર્ટે જામીન આપવાની વિચિત્ર શરત મૂકી છે અને બિલ્ડરને ત્રણ મહિના સુધી કોરોના સંક્રમણ દરમિયાન લોકોને મદદ કરવાની સજા ફટકારવામાં આવી હતી.

દર્દીઓની સેવા કરવાની સજા
બેગુસરાયની કોર્ટે આરોપીને સજા તરીકે એક મહિના માટે હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરવા જણાવ્યું હતું. તેનો ગુનો એ હતો કે તેણે મારપીટ કરી હતી અને જાતિવાદી શબ્દો કહ્યા હતા.

કોર્ટે કૂતરાને આપી મોતની સજા,
વિદેશોમાં અવારનવાર આવા કિસ્સાઓ સામે આવે છે. અમેરિકાના મિશિગન રાજ્યની એક અદાલતે પડોશમાં રહેતા અન્ય કૂતરા વ્લાડના મૃત્યુ માટે જેબ નામના કૂતરાને જવાબદાર ઠેરવ્યો હતો, પરંતુ બાદમાં ડીએનએ ટેસ્ટ ન થવાના કારણે નિર્દોષ છૂટી ગયો હતો.

આરોપીને ટ્વિટ કરવાની સજા
સ્પેનના એક જજે બદનક્ષીના કેસમાં આરોપી બિઝનેસમેનને એક મહિનાસુધી માફીનામું ટ્વિટ કરવાનો આદેશ આપ્યો છે. ટ્વિટ કરવાનો સમય પણ જજે પોતે જ નક્કી કર્યો હતો.

ગધેડા સાથે માર્ચ
2003માં અમેરિકાના શિકાગો શહેરના એક ચર્ચમાંથી બે યુવકોએ ઈસુ ખ્રિસ્તની પ્રતિમાની ચોરી કરી હતી. કોર્ટે તેને મૂર્તિની ચોરી કરવા બદલ 45 દિવસની જેલની સજા ફટકારી હતી. આ સાથે તેને 45 દિવસ સુધી ગધેડા સાથે માર્ચ કરવાની પણ સજા થઈ હતી

કાર્ટૂન જોવાની સજા
અમેરિકાનો રહેવાસી ડેવિસ બેરીએ યુવાવસ્થામાં સેંકડો હરણનો શિકાર કર્યો હતો. કોર્ટે એક વર્ષ સુધી જેલમાં રહેવાની સજા ફટકારી હતી અને આ સાથે જ ટીવી પર કાર્ટૂન જોવાની પણ સજા ફટકારી હતી.

વિચિત્ર સજા મામલે વકીલ શું કહે છે?
સુપ્રીમ કોર્ટના વકીલ નિપુન સક્સેનાનું કહેવું છે કે, ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 53 હેઠળ માત્ર 6 પ્રકારની સજાનો ઉલ્લેખ છે. જેમાં મૃત્યુદંડ, આજીવન કેદ, કેદ, સખત કેદ, મિલકત જપ્તી અને દંડનો સમાવેશ થાય છે. આ સિવાય વિચિત્ર સજાની જોગવાઈ નથી. કલમ 482 હેઠળ માત્ર હાઈકોર્ટ અને કલમ 142માં સુપ્રીમ કોર્ટને અલગ-અલગ સજા આપવાની સત્તા છે, જેમ કે સંજીવ નંદા હિટ એન્ડ રન કેસમાં પણ કોમ્યુનિટી સર્વિસને સજા ફટકારવામાં આવી હતી, પરંતુ અન્ય ઘણી સજાઓ પણ હતી.