છેલ્લાં ઘણા સમયથી ફ્લાઇટમાં મુસાફરો સાથે અનેક પ્રકારની ઘટના બનતી હોય છે, જે મીડિયામાં ચર્ચાનો વિષય બને છે. થોડા દિવસ પહેલા એક મહિલા પર મુસાફર પેશાબ કરી દીધો હતો. તો વિસ્તારા એરલાઇનની ફ્લાઇટમાં એક મહિલાઓ બધા મુસાફરોની સામે કપડાં કાઢી નાખ્યા હતાં. આ બાદ તો આ મહિલાઓ તમામ હદ પાર કરી દઇને ક્રુ મેમ્બર સાથે મારપીટ, ગાળો અને થુંકવા લાગી હતી. આ બાદ અબુધાબીથી મુંબઇ જતી વિસ્તારા એરલાઇનમાં મુસાફરી કરતી 45 વર્ષિય ઇટલીની મહિલા યાત્રી પર એક ક્રુ સભ્યને કથિત રીતે મારવા અને બીજા મેમ્બર પર થુંકવાના આરોપને કારણે બીજા દિવસે ધરપકડ કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં પેસેન્જર સાથે ખરાબ વર્તનમાં વધારો, કોઇની ધરપકડ કરવામાં આવી તો કોઇ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો
બીજી ત્રણ ઘટના વિશે વાત કરીએ પહેલી ઘટના 26 નવેમ્બર 2022ના દિવસે બની હતી. એર ઇન્ડિયાની ન્યૂયોર્ક- દિલ્હીની ફ્લાઇટમાં નશામાં રહેલા એક મુસાફરે વૃધ્ધ મહિલા પર પેશાબ કર્યો હતો. તો બીજી ઘટના વિશે વાત કરવામાં આવે તો એર ઇન્ડિયાની પેરિસ-દિલ્હીની ફ્લાઇટમાં એક પુરુષે એક મહિલાનાં બ્લેન્કેટ પર પેશાબ કર્યો હતો. જો ત્રીજી ઘટના વિશે વાત કરવામાં આવે તો બેંગકોકથી કોલકાતા આવી રહેલી ફ્લાઇટમાં એક મુસાફરે ભારતીય મુસાફરોને મારમાર્યા હતાં.
હવે સવાલ એ થાય છે કે, પેસેન્જરના આ પ્રકારના વર્તનમાં કંટ્રોલ કરવા માટે કોઇ નિયમ કે કાયદો છે કે નહી. આવો જાણીએ...
પેસેન્જરનું વર્તન નમ્ર હોય તે જરૂરી, પાઇલટ પાસે ખાસ અધિકાર હોય છે
ફ્લાઇટમાં પેસેન્જરનું નમ્ર વર્તન ખૂબ જ જરૂરી છે. જો તમે ફ્લાઇટમાં યોગ્ય વર્તન કરો છો તો તમને સન્માન પણ મળે છે. જો તમે આમ નહીં કરો તો તમારી સામે પણ કાર્યવાહી થઈ શકે છે, પછી તમારી એક અલગ ઓળખ બની જશે એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ(DGCA) ફ્લાઈટના પાઈલટ-ઈન-કમાન્ડને અમુક સત્તાઓ આપી છે, જેમાં તે તમારા ગેરવર્તન પર પેસેન્જરને ફ્લાઈટમાંથી નીચે પણ ઉતારી શકે છે.
એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ(DGCA) ફ્લાઈટના પાઈલટ-ઈન-કમાન્ડને અમુક સત્તાઓ આપી છે.
આવો જાણીએ DGCAના નિયમો વિશે
ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તણૂક
જો કોઈ પેસેન્જર ફ્લાઇટના ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તણૂક કરશે તો ફ્લાઇટમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સાથે જ ધમકીભર્યા કે, અપમાનજનક શબ્દો અથવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરો છો, તો તમને ફ્લાઈટમાં પ્રસ્થાન કરતા રોકી શકાય છે અને તમારી વિરુદ્ધ કાર્યવાહી પણ થઈ શકે છે
.આટલું જ નહીં, જો તમે ફ્લાઇટ ઓપરેશન દરમિયાન ક્રૂ મેમ્બર (ક્રૂ)ના કામમાં ઇરાદાપૂર્વક અવરોધ કરો છો અને અસભ્ય વર્તન પણ કરો છો, તો કમાન્ડમાં પાઇલટ તમને ફ્લાઇટ છોડવા માટે કહી શકે છે. એટલે કે તમને મુસાફરી કરતા અટકાવી શકે છે.
હાલમાં જ લોકો ફ્લાઇટમાં મુસાફરો સાથે ખરાબ વર્તન કરે છે તો તે નિયમ પણ જાણીએ
ખરાબ વ્યવહાર કરવો પણ મોંધો પડી શકે છે
જો તમે ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન કોઇ ખરાબ વ્યવહાર કરો છો તો તમને મોંઘુ પડી શકે છે. જો તમારા કારણે ફ્લાઈટને ઈર્મજન્સીમાં લેન્ડ કરવું પડ્યું હોય તો લેન્ડિંગ વખતે તમારી ધરપકડ થઈ શકે છે.તેથી મુસાફરી દરમિયાન શિષ્ટતા જાળવો જેના કારણે એરલાઇન વધુ સારી કામગીરી અને પેસેન્જર ચેઇન સાથે મુસાફરી કરી શકે.
પાઇલોટ પાસે કયા કાયદા હેઠળ અધિકાર છે
એરક્રાફ્ટ રૂલ્સ 1937ના નિયમ 141 ની જોગવાઈઓ હેઠળ પાઈલટ-ઈન-કમાન્ડને તમામ વાજબી પગલાં લેવાનો અધિકાર છે, જેમાં અનિયંત્રિત મુસાફરને શારીરિક રીતે રોકવું અથવા ફ્લાઇટમાંથી નીચે ઉતારવાનો સમાવેશ થઈ શકે છે
તમારી ધરપકડ પણ થઇ શકે છે
જો તમે પ્લેનમાં કોઇ મુસાફરની સુરક્ષાને જોખમમાં નાખવાની કોશિશ કરો છો, ધુમ્રપાન કરવાની કોશિશ કરો છો તો તમારી ધરપકડ થઇ શકે છે. આ સાથે જ જો તમે પાઇલટ-ઇન-કમાન્ડની સૂચનાઓનું પાલન નહીં કરો, તો તમારી સામે કાનુની પગલાં લેવામાં આવી શકે છે.
મુસાફરો માટે એરલાઇન્સ ગાઇડ-લાઇન પણ જાહેર કરી શકે છે
2017ની માર્ગદર્શિકામાં પાઇલટને રિપોર્ટ ફાઇલ કરવાનો અધિકાર,
કેન્દ્ર સરકારે 2017માં વિમાનની મુસાફરી દરમિયાન મુસાફરોના ખરાબ વર્તનને રોકવા માટે એક માર્ગદર્શિકા બહાર પાડી હતી. ગાઈડલાઈન મુજબ જો કોઈ મુસાફર ગેરવર્તન કરે છે તો પાઈલટે રિપોર્ટ ફાઈલ કરવાનો રહેશે અને તેની આંતરિક તપાસ કરવામાં આવશે. આ તપાસ દરમિયાન, એરલાઇનને તે પેસેન્જરને 30 દિવસ માટે નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાનો અધિકાર છે. જો એરલાઇન કંપની નિશ્ચિત સમયની અંદર આવો નિર્ણય લેવામાં સક્ષમ ન હોય તો તે વ્યક્તિ ફ્લાઇટની મુસાફરી ચાલુ રાખી શકે છે
.
એરલાઈન્સ પેસેન્જરો અંગેપોતાની ગાઈડલાઈન્સ બનાવી શકે છે
આવનારા સમયમાં એરલાઈન્સ પેસેન્જરોને લઈને પોતાની ગાઈડલાઈન્સ બહાર પાડી શકે છે. જો કોઈ મુસાફર દારૂના નશામાં ખરાબ વર્તન કરે છે. જેના કારણે પ્લેનના અન્ય મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. અથવા જો મુસાફર ધૂમ્રપાન કરે છે અને ઇરાદાપૂર્વક અન્ય મુસાફરો પર સિગારેટનો ધુમાડો છોડે છે, ગેરવર્તન કરે છે, અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે, તો આ બધું મુસાફર દ્વારા ગેરવર્તણૂકની શ્રેણીમાં આવે છે. આ બધાને લગતા નિયમો અનુસાર, એરલાઇન્સ પોતાની માર્ગદર્શિકા નક્કી કરી શકે છે.
મુસાફરો એરલાઇન્સ સામે પણ ફરિયાદ કરી શકે છે,
જો મુસાફરને લાગે છે કે તેની સાથે ખોટું થયું છે, તો તે નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ કાર્યરત જાહેર ફરિયાદ અધિકારી અને નોડલ એપેલેટ ઓથોરિટી ઓફ પબ્લિક ગ્રીવન્સિસ પાસે જઈ શકે છે અને ફરિયાદ નોંધાવી શકે છે.
એર ઈન્ડિયામાં મુસાફરોનું સુરક્ષા મોનિટરિંગ ચુસ્ત રહેશે
જો કે, એર ઈન્ડિયામાં તાજેતરની ત્રણ ઘટનાઓને કારણે ટાટા જૂથે ચોક્કસપણે એરક્રાફ્ટની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે કેટલાક પગલાં લીધાં છે. એર ઈન્ડિયાના એરક્રાફ્ટમાં કોઈપણ સુરક્ષા ખામી હવે મિનિટોમાં શોધી કાઢવામાં આવશે ખરેખર, કંપની કોરુસનનો ઉપયોગ કરશે, એક ક્લાઉડ સોફ્ટવેર એપ્લિકેશન જે રીઅલ-ટાઇમ માહિતી આપશે.
આ પગલું સલામતી વ્યવસ્થાપનને વધારવા અને ફ્લાઇટમાં થતી ઘટનાઓના રીઅલ-ટાઇમ રિપોર્ટિંગની સુવિધા આપવા માટે લેવામાં આવ્યું છે. ગયા વર્ષે બે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં મુસાફરો દ્વારા ગેરવર્તણૂકની ત્રણ ઘટનાઓને પગલે આ પગલું લેવામાં આવ્યું છે .એરલાઇન કેરિયરને ઉડ્ડયન નિયમનકાર DGCA દ્વારા આ ઘટનાઓ અંગે રિપોર્ટિંગમાં કેટલીક ક્ષતિઓ બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.