ઘર પર જ પ્રેગ્નન્સી ટેસ્ટનું પરિણામ 99% સાચું:પિરિયડ્સ મિસ થાય છે તો કરો ટેસ્ટ, અબોર્શન, કેન્સર અને વંધ્યત્વમાં રિઝલ્ટ ખોટું આવે

3 મહિનો પહેલાલેખક: ઐશ્વર્યા શર્મા
  • કૉપી લિંક

દરેક મહિલા માટે માતા બનવું એ એક ખૂબસૂરત અહેસાસ છે. આ પળની રાહ ઘણીવાર તો વર્ષો સુધી જોવી પડે છે, પરંતુ ખુશી મળશે કે નહિ તેની જાણકારી તમે ઘરે બેસીને પ્રેગ્નન્સી કિટથી 5 મિનિટમાં જાણી શકો છો. તો આ પ્રેગ્નન્સી કિટથી પ્રેગ્નન્સી કન્ફર્મ કરવી પણ ખૂબ જ સરળ છે, તો એનું રિઝલ્ટ પણ 99% સુધી સાચું જ હોય છે.

પ્રેગ્નન્સી કિટ દ્વારા કરવામાં આવે છે હોર્મોનની તપાસ
પટિયાલાની મણિપાલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો. ગોલ્ડી કંબોઝે જણાવ્યું હતું કે પ્રેગ્નન્સી ટેસ્ટ 2 રીતે કરવામાં આવે છે : યુરિન ટેસ્ટ અથવા બ્લડ ટેસ્ટ. મહિલા પ્રેગ્નન્ટ ત્યારે જ થાય છે જ્યારે શરીરમાં એગ ફર્ટિલાઇઝ થઈને ગર્ભાશયમાં જાય છે.

પ્રેગ્નન્ટ થતાં જ મહિલાઓના શરીરમાં એક ચોક્કસ પ્રકારનો હોર્મોન ઉત્પન્ન થાય છે, જે ફક્તને ફક્ત પ્રેગ્નન્સી દરમિયાન જ શરીરમાં જોવા મળે છે. આ હોર્મોનનું નામ હ્યુમન કોરિઓનિક ગોનાડોટ્રોપિન (human chorionic gonadotropin (HCG)) છે. આ હોર્મોનને યુરિન અને બ્લડ દ્વારા જ સરળતાથી ઓળખી શકાય છે.

આ હોર્મોન પ્રેગ્નન્સી કિટ પર ડિટેક્ટ થાય છે. કિટની ટેસ્ટ વિન્ડો એટલે કે વચ્ચેની પટ્ટી પર પેશાબના 3 ટીપાં નાખીને 5 મિનિટ માટે રાખવામાં આવે છે. કિટ પર 2 લાઇન હોય છે.

ટેસ્ટ લાઇન અને કંટ્રોલ લાઇન. જ્યારે બંને લાઇન ડાર્ક થઈ જાય છે ત્યારે સમજવું જોઈએ કે પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ છે. જો 1 લાઇન આવે છે તો ટેસ્ટ નેગેટિવ છે. પ્રેગ્નન્સી કિટનું રિઝલ્ટ મોટે ભાગે તો સાચું જ આવે છે.

આવો... જાણીએ કેવી રીતે પ્રેગ્નન્સી ટેસ્ટ કિટનું રિઝલ્ટ જાણી શકાય

આ કારણે રિઝલ્ટ આવે છે નેગેટિવ
ડો. ગોલ્ડીના જણાવ્યા અનુસાર, પ્રેગ્નન્સી ટેસ્ટ કિટથી ખોટા રિઝલ્ટની સંભાવના માત્ર 1% જ છે. આ રિઝલ્ટ ત્યારે નેગેટિવ આવે છે જ્યારે મહિલાઓને સમયસર પિરિયડ્સ ન આવતા હોય. એેને કારણે એગને પણ ફર્ટિલાઇટ થવામાં સમય લાગે છે. જો આવી મહિલાઓને ભલે પિરિયડ્સ ન હોય આમ છતાં પણ ટેસ્ટ તો નેગેટિવ જ આવે છે. આ સમયે ડોકટર બીજીવાર ટેસ્ટ કરવાની સલાહ આપે છે.

જો પ્રેગ્નન્સી ગર્ભાશયની બહાર હોય, તો લાઇટ લાઇન આવે છે
મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, દિલ્હીનાં અનુરાધા કપૂર જણાવે છે, જો કોઈ સ્ત્રીને એક્ટોપિક પ્રેગ્નન્સી હોય, એટલે કે ગર્ભાશયની બહાર ફેલોપિયન ટ્યૂબમાં ગર્ભ હોય તો પ્રેગ્નન્સી ટેસ્ટ કાર્ડ ((PTC)માં ડાર્કને બદલે લાઇટ લાઇન હોય છે. આ સાથે જ મહિલાઓને બ્લડ સ્પોટિંગની સાથે-સાથે પેટમાં દુખાવો પણ થાય છે. જો તમને પણ કોઇ આવી સમસ્યા હોય તો તરત જ ડોકટરની સલાહ લેવી જોઇએ.

પ્રેગ્નન્સી કિટ બાદ બ્લડ ટેસ્ટ જરૂરી
પ્રેગ્નન્સી કિટથી ફક્ત પ્રેગ્નન્સી અંગેની જાણકારી મળે છે, તેથી ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં બ્લડનું ટેસ્ટિંગ કરવું જોઈએ. આ ટેસ્ટથી HCG લેવલની તપાસ કરવામાં આવે છે, તેથી ખબર પડે છે કે પ્રેગ્નન્સી હેલ્દી છે કે નહિ.

જાતે ટેસ્ટ કર્યા બાદ ગાયનેકોલોજિસ્ટ પાસે ચેક કરાવો
ડો. અનુરાધા કપૂરના જણાવ્યા અનુસાર, જ્યારે સ્ત્રીનો ટેસ્ટ કિટ પોઝિટિવ આવે છે ત્યારે ગર્ભનો વિકાસ સીરમ બીટા એચસીટી ટેસ્ટ (બ્લડ ટેસ્ટ)માં જોવા મળે છે. સામાન્ય પ્રેગ્નન્સીમાં એ 48 કલાકમાં 60% વધે છે. જો એના કરતાં ઓછું હોય તો અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવે છે, તેથી ખબર પડે છે કે પ્રેગ્નન્સી ક્યાં છે. ઘણી વખત પ્રેગ્નન્સી ગર્ભાશયની બહાર થાય છે, જે ખતરનાક સાબિત થઈ શકે છે.

ઘણી વખત અપરિણીત છોકરીઓ જાતે ટેસ્ટ કરે છે અન રિઝલ્ટ પોઝિટિવ આવે તો પછી ગર્ભપાતની ગોળીઓ જાતે ખાય છે. જો એક્ટોપિક પ્રેગ્નન્સી હોય તો તેમને વધુપડતું બ્લીડિંગ થઈ શકે છે, જે તેમના માટે જીવલેણ પણ બની શકે છે, તેથી સેલ્ફ ટેસ્ટ બાદ પ્રેગ્નન્સી પોઝિટિવ આવે તો ડોકટરની સલાહ અચૂક લેવી જોઇએ.

આવો... જાણીએ... પહેલી પ્રેગ્નન્સી કિટ કોને બનાવી હતી?

ક્યારેક પોઝિટિવ રિઝલ્ટ પણ ખોટું હોઈ શકે
ઘણીવાર ઘણી વખત પ્રેગ્નન્સી ટેસ્ટ કાર્ડ (PTC)માં રિઝલ્ટ પોઝિટિવ આવે છે જ્યારે મહિલાઓને પ્રેગ્નન્સી હોતી નથી. આ રિઝલ્ટને 'ફોલ્સ પોઝીટિવ' કહેવામાં આવે છે.નોઈડાના ભાંગેલમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના ગાયનેકોલોજિસ્ટ મીરા પાઠકે જણાવ્યું હતું કે ઘણા કિસ્સાઓમાં ફોલ્સ પોઝિટિવ' રિઝલ્ટ જોવા મળે છે.

ગર્ભપાત પછીનાં 4 અઠવાડિયાં સુધી:
પ્રેગ્નન્સીમાં ઉત્પન્ન થતા હોર્મોન, જેને HCG કહેવામાં આવે છે, ગર્ભપાત અથવા એમટીપી હોવા છતાં શરીરમાંથી બહાર નીકળવામાં 2-4 અઠવાડિયાં અથવા ક્યારેક તો 2 મહિના જેટલો સમય લાગે છે. તેથી, ઘણી વખત, ગર્ભનો નાશ થાય તો પણ, પ્રેગ્નન્સી કિટમાં પોઝિટિવ રિઝલ્ટ જોવા મળે છે.

કેન્સર:
જે સ્ત્રીઓને અંડાશયના ગાંઠો, અંડાશયના કોથળીઓ અથવા સ્તન કેન્સર હોય છે, તેઓ જ્યારે પ્રેગ્નન્સી કિટથી ટેસ્ટ કરે છે ત્યારે રિઝલ્ટ પોઝિટિવ જોવા મળે છે. આ મગજની ગાંઠના દર્દીઓ સાથે પણ જોવા મળ્યું છે.

વંધ્યત્વ સારવાર:
​​​​​​જો કોઈ સ્ત્રીને માતા બનવામાં મુશ્કેલી હોય અને તે આઈવીએફ સારવાર હેઠળ હોય, તો તે સમય દરમિયાન એચસીજી હોર્મોનના ઇન્જેક્શન આપવામાં આવે છે. જો આ ટેસ્ટ 10 દિવસ પછી કરવામાં આવે તો પણ ફોલ્સ પોઝિટિવ આવે છે.

દવાઓની અસર:
જો સ્ત્રી સતત પેઇન કિલર અથવા લોહીને પાતળી કરવાની દવા લેતી હોય, તો પણ આ સમસ્યા થઈ શકે છે. લાંબા સમય સુધી એસ્પિરિન અથવા મેથાડોન જેવી દવા ખાધા પછી પણ પ્રેગ્નન્સીમાં પોઝિટિવ રીડિંગ આવી શકે છે.

ક્યારે ટેસ્ટ કરવો, તેની મહિલાઓને જાણકારી હોવી જોઈએ
ડો. અનુરાધા કપૂરના જણાવ્યા પ્રમાણે, યોગ્ય પરિણામ માટે દરેક મહિલાઓએ પ્રેગ્નન્સી કિટનો યોગ્ય ઉપયોગ ક્યારે કરવો તેની જાણકારી હોવી જોઈએ. અનેક મહિલાઓ ખોટી રીતે ટેસ્ટ કરે છે.

સંબંધ બાંધ્યા પછી તરત ટેસ્ટ કરવોઃ
થોડી મહિલાઓ સંબંધ બનાવ્યા પછી તરત પ્રેગ્નન્સી કિટ દ્વારા ટેસ્ટ કરે છે, જેનું પરિણામ નેગેટિવ જ આવે છે. જોકે ઓવ્યુલેશન પછી જ એગ ફર્ટાઇલ થાય છે. તેના 10 દિવસ પછી શરીરમાં HCG હોર્મોન બને છે. એટલે યોગ્ય પરિણામ માટે પિરિયડ મિસ થયા પછી 1 કે 2 દિવસ પછી ટેસ્ટ કરવો જોઈએ.

સવારનું યુરિન સેમ્પલ લેવુંઃ
પ્રેગ્નન્સી કિટથી ટેસ્ટ કરી રહ્યા છો તો હંમેશાં સવારનું જ યુરિન સેમ્પલ ઉપયોગમાં લેવું જોઈએ. જોકે આખી રાત ગૉલ બ્લેડરમાં યુરિન જમા થતું રહે છે. જેના કારણે તેમાં HCG હોર્મોનની માત્રા પણ વધારે રહે છે. આ યુરિન સેમ્પલથી ટેસ્ટનું પરિણામ યોગ્ય જ આવે છે. જો સવારનો યુરિન પાસ થઈ ગયો હોય તો આ સ્થિતિમાં 4 કલાક યુરિન રોક્યા પછી ટેસ્ટ કરવાની સલાહ આપવામાં આવે છે.

એક્સપાયરી ચેકઃ પ્રેગ્નેન્સી કિટ ખરીદતી સમયે સૌથી પહેલાં કિટની એક્સપાયરી ડેટ ચેક કરવી જરૂરી છે. એક્સપાયરી ડેટ પછી પરિણામ યોગ્ય આવતું નથી. પ્રેગ્નન્સી ટેસ્ટ કરતી સમયે કંટ્રોલ લાઇનને ચોક્કસ ચેક કરો. જો લાઈન સ્પષ્ટ દેખાય નહીં તો કિટને ફેકી દેવી જોઈએ.

હોર્મોન્સના લેવલથી જાણી શકાય છે કે કેટલા દિવસની પ્રેગ્નન્સી છે. ગ્રાફિક્સ જુઓઃ

પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ શા માટે જરૂરી છે
યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ(UNFPA)ના રિપોર્ટ પ્રમાણે દર વર્ષે દુનિયામાં 12.1 કરોડ મહિલાઓની પ્રેગ્નન્સી પ્લાનિંગ વિનાની હોય છે. ભારતમાં આ સ્થિતિ દર 7માંથી 1 મહિલાની હોય છે.

UNFPAના 2022ના રિપોર્ટ પ્રમાણે, દુનિયામાં દર વર્ષે 12 કરોડથી વધારે મહિલાઓ પ્લાનિંગ વિના માતા બને છે, 61% મહિલાઓનો પ્રેગ્નન્સીનો અંત અબૉર્શન કરાવીને કરે છે. વિકસિત દેશોમાં 13% યુવતીઓ 18 વર્ષની ઉંમર પહેલાં માતા બની જાય છે. તેમાંથી અનેક તો 14 વર્ષની ઉંમર પહેલાં જ માતા બની જાય છે.

ભારતમાં ટીનેજ પ્રેગ્નેન્સી અંગે વાત કરવામાં આવે તો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5), 2019-21 પ્રમાણે 15-19 વર્ષની 1000 કિશોર 43 ડિલિવરી થઈ. આ સર્વે પ્રમાણે ત્રિપુરામાં 21.9% અને આસામમાં 11.7% કિશોરીઓ પ્રેગ્નેન્ટ થઈ.

જો પ્રેગ્નન્સી કિટ પહેલાં જ પ્રેગ્નન્સીની તપાસ કરી લેવામાં આવે તો મા બનવાની કે હોસ્પિટલ જઈને અબૉર્શન કરાવવાની શક્યતા જ ન રહે. આ વિષય અંગે અનેક ગાયનોક્લોજિસ્ટ માને છે કે પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ મેરિડ મહિલાઓ સિવાય અનમેરિડ યુવતીઓમાં પણ પોપ્યુલર છે કેમ કે અનવોન્ટેડ પ્રેગ્નન્સીની પરેશાનીઓ તેઓ વધારે ભોગવે છે.

ગર્ભથી બચવા માટે ઇમર્જન્સી કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ
દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલમાં ગાયનોક્લોજિસ્ટ ડોક્ટર રૂમા સાત્ત્વિક પ્રમાણે, ઇમર્જન્સી કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ તે મહિલાઓ માટે છે, જેઓ અનપ્રોટેક્ટેડ સેક્સમાંથી પસાર થાય છે. આ ગોળીમાં પ્રોજેસ્ટેરોન હોર્મોનના હાઈ ડોઝ હોય છે. ઓવ્યુલેશન 8થી 10 દિવસમાં હોય તો આ ગોળી સર્વાઇકલ મ્યૂકસને મોટા બનાવે છે જેથી પ્રેગ્નન્સી રહે નહીં.

આ સિવાય આ ગોળી યૂટ્રસમાં એગ અને સ્પર્મને મળવાથી અટકાવે છે. આ ગોળીને સંબંધ બાંધ્યા પછી 72 કલાકની અંદર ખાઈ લેવી જોઈએ, પરંતુ આ ગોળીને આદત બનાવશો નહીં. આ ગોળીને ડોક્ટરની સલાહ લઇને ઇમર્જન્સીની પરિસ્થિતિમાં જ લેવી જોઈએ.

ડોક્ટર રૂમા સાત્ત્વિકે કહ્યું હતું કે ગર્ભનિરોધક ગોળી આપતાં પહેલાં દર્દીની ઉંમર, વજન, મેડિકલ બેકગ્રાઉન્ડ, સેક્સ્યૂઅલ બિહેવિયર, ફેમિલી મેડિકટ હિસ્ટ્રી જેવી દરેક વસ્તુઓની તપાસ કરવામાં આવે છે.

જો કોઈ મહિલાને બ્લડ ક્લોટિંગ, હાર્ટ પ્રોબ્લેમ, બ્રેસ્ટ કેન્સર, મેન્સ્ટ્રુઅલ માઇગ્રેન, અનિયંત્રિત ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર હોય કે ક્યારેય પ્રેગ્નન્સી દરમિયાન કમળો કે લિવરની બીમારી થઈ ગઈ હોય તો તેમને ગર્ભનિરોધક ગોળીઓ ખાવાની સલાહ આપવામાં આવતી નથી.

ભારતમાં પ્રેગ્નન્સી ટેસ્ટ કિટની ખૂબ જ ડિમાન્ડ છે. ગ્રાફિક્સ વાંચોઃ

2008માં પહેલીવાર પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ વહેંવામાં આવી હતી
ભારતમાં પહેલીવાર સેલ્ફ ટેસ્ટ પ્રેગ્નન્સી કિટ 2008માં રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન હેઠળ બધાં રાજ્યોમાં મફતમાં વહેંચવામાં આવી હતી. આ કિટને વહેંચવાનું ધ્યેય ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓને ફેમિલી પ્લાનિંગ અંગે જાગ્રત કરવાનો હતો. આજે પણ સરકારી હોસ્પિટલોમાં પ્રેગ્નન્સી કિટથી મફત ટેસ્ટની સુવિધા છે.

પ્રેગા ન્યૂઝનો દાવો- દર મહિને 1 કરોડ પ્રેગ્નેન્સી કિટ વેચાય છે
2010માં મેનકાઇન્ડ ફાર્મા કંપનીની પ્રેગા ન્યૂઝ નામની પ્રેગ્નન્સી કિટે ભારતીય બજારમાં પગ રાખ્યો હતો. તેમણે એ જ વર્ષે જાહેરાત શરૂ કરી, જેમાં બાલિકાવધૂની એસ્ટ્રેસ નેહા મરદાનાને બ્રાન્ડ-એમ્બેસેડર બનાવવામાં આવી.

એ પછી આ કિટની એડની જાહેરાતમાં શિલ્પા શેટ્ટી, કરીના કપૂર અને અનુષ્કા શર્મા જેવી સેલિબ્રિટીઝે કામ કર્યું. કંપનીએ પોતાના પ્રમોશન માટે #SheIsCompleteInHerself, #SundayIsMomDay જેવા કેમ્પ ચલાવ્યા. 2021માં ફોર્બ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પ્રેગા ન્યૂઝે જણાવ્યું હતું કે ભારતમાં તેમની કંપની દર મહિને 1 કરોડ પ્રેગ્નન્સી કિટ વેચે છે.