• Gujarati News
  • Lifestyle
  • If Massaged On The Face With The Right Oil Is Beneficial For The Skin, Let's Know About Face Oil

શિયાળામાં ફેસ ઓઇલના ફાયદા:ચહેરા પર જો યોગ્ય ઓઇલથી માલિશ કરવામાં આવે તો સ્કિન માટે ફાયદાકારક, આવો જાણીએ ફેસ ઓઇલ વિશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. લોકો વિવિધ બ્રાન્ડનાં ફેસવોસથી લઇને બોડીવોશ, ક્રિમ, સાબુ અને લિપગાર્ડની ખરીદી કરી લીધી છે. તો સામાન્ય રીતે આપણને ખબર છે કે, ફેસ ઓઇલમાં ફ્રુટ્સ, નટ્સ અને સીડ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જે સ્કિન માટે બેહદ ફાયદાકારક માનવામાં આવે છે. આ ફેસ ઓઇલ સ્કિનને રુક્ષ થતી બચાવે છે ને ચહેરાની ચમક વધારે છે. બ્યૂટી એક્સપર્ટ શહનાઝ હુસૈન જણાવે છે કે, શિયાળામાં ક્યા પ્રકારના ફેસ ઓઇલનો ઉપયોગ ફાયદાકારક માનવામાં આવે છે.

લાંબા સમય સુધી ત્વચાને મોઇશ્ચરાઇઝ રાખવી હોય તો ફેસ ઓઇલ બેસ્ટ છે. જો આ ઓઇલનો દરરોજ ઉપયોગ કરવામાં આવે તો ત્વચાનો ભેજ અકબંધ રહે છે અને શિયાળામાં ચહેરો નિસ્તેજ અને શુષ્ક દેખાતો નથી.

ફેસ ઓઇલ સ્કિન માટે ફાયદાકારક
ફેસ ઓઇલ સ્કિન માટે ફાયદાકારક

હાલ જે રીતે ફેસ સીરમનું ચલણ વધી રહ્યું છે તે જ રીતે ફેસ ઓઇલ પણ હાલ ટ્રેન્ડમાં છે. શિયાળામાં સ્કિનને સોફ્ટ રાખવા માટે હવે લોકો કેમિક્લવાળી પ્રોડક્ટનો વપરાશ કરવાને બદલે હેલ્ધી ફેસ ઓઇલનો ઉપયોગ વધારવા લાગ્યા છે. ફેસ ઓઇલમાં હીલિંગ પાવર હોય છે જે ત્વચાને ઘણી સમસ્યાઓથી બચાવે છે. ફેસ ઓઈલ ત્વચા પર ભેજનું 'સીલ' બનાવે છે, જેના કારણે ત્વચા લાંબા સમય સુધી સોફ્ટ અને ચમકદાર દેખાય છે.

ફેસ ઓઇલનાં ફાયદા...

  • હાલ બજારમાં ટી ટ્રી, આર્ગન, જોજોબા, મારુલા, નારિયેળ, ગુલાબનું તેલ જેવા અનેક ફેસ ઓઈલ સરળતાથી માર્કેટમાં છે. તમે તેમને પાણીની પસંદગી અને સ્કિન અનુસાર પસંદ કરી શકો છો.
  • જે લોકોની ત્વચા ખૂબ જ ડ્રાય હોય છે, તે લોકોએ નાળિયેર અને ગુલાબનું તેલ વાપરી શકે છે. આ ઓઇલનો રોજ ઉપયોગથી ત્વચાની શુષ્કતા ઓછી થાય છે અને ઉંમર પહેલાં કરચલીઓ પડતી નથી.
  • સેંસેટિવ ત્વચા માટેના કોઇ પણ પ્રોડક્ટની પસંદગી ખૂબ જ વિચારપૂર્વક કરવી જોઈએ. આ ત્વચા પર રોઝહિપ અથવા ઓલિવ ઓઇલવનો ઉપયોગ કરી શકાય છે,
  • ફેસ ઓઇલમાં રહેલા એન્ટી ઓક્સિડેન્ટ્સ, વિટામિન ઇ, અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ ત્વચાને પોષણ આપે છે, જે ચહેરા પર ચમક આવે છે અને ત્વચા સ્વસ્થ રહે છે.
  • શિયાળામાં ફેસ ઓઇલ લગાવવાથી ત્વચા મોઇશ્ચરાઇઝ્ડ રહે છે, કરચલીઓ પડતી નથી અને ત્વચાની ચમક વધે છે. ફેસ ઓઇલ ખુલ્લા છિદ્રો, ખીલ અને ત્વચાની બળતરાથી પણ રાહત આપે છે.
  • ક્લીન્ઝિંગ કર્યા બાદ આર્ગન ઓઇલના થોડા ટીપા સીધા ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. તમે તેનો ઉપયોગ સીરમ તરીકે પણ કરી શકો છો.
  • સ્કિન ટોનર બનાવવા માટે 100 મિલી ગુલાબજળમાં જોજોબા તેલના થોડા ટીપા મિક્સ કરો. ત્વચા નરમ બનશે અને ગ્લો વધશે.
  • ત્વચાની ચમક વધારવા અને કરચલીઓથી બચવા માટે પૂરતા પ્રમાણમાં પ્રોટીનનું સેવન કરો. ડાયટમાં દૂધની બનાવટો, કઠોળ, ફળો, સલાડ વગેરેનો સમાવેશ કરો.
  • વિટામિન સી ત્વચા અને વાળ માટે જરૂરી છે. વિટામિન સી શરીરને ડિટોક્સિફાય કરે છે. યોગ્ય માત્રામાં વિટામિન સીનું સેવન કરવાથી ચહેરા પર નેઇલ-પિમ્પલ્સની સમસ્યા રહેતી નથી.