• Gujarati News
  • Lifestyle
  • If Girls Stop Going To School As Soon As Periods Start, Stomach Pain, Irritability Are Also Possible.

હેલ્થ ટિપ્સ:પીરિયડ્સ શરૂ થતા જ છોકરીઓ શાળાએ જવાનું બંધ કરી દે, તો પેટમાં દુખાવો, ચિડચિડાપણાની પણ શક્યતા

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

પીરિયડ્સ વિશે મહિલાઓમાં જાગૃતિ હોવા છતાં પણ સમસ્યા ઓછું થવાનું નામ નથી લઈ રહી. પીરિયડ્સ શરૂ થાય તે પહેલાંથી લઈને પુરા થાય ત્યાં સુધી શરીર અને સ્વભાવમાં અનેક પ્રકારના બદલાવ જોવા મળે છે. આ દરમિયાન મૂડમાં બદલાવ આવવો, હતાશ થઇ જવું, નબળાઈ આવી અને વધારે રક્તસ્ત્રાવ સુધી અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ અસર પર પડે છે. જમાનો બદલાઈ ગયો હોવા છતાં પણ મહિલાઓ પોતાની સમસ્યા ખુલ્લીને કહી શકતી નથી. ફરીદાબાદની એકાર્ડ હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાત સબિતા કુમારી આ વિશે જણાવી રહ્યા છે.

પીરિયડ્સ દરમિયાન વધુ રક્તસ્ત્રાવ થઇ જવાને કારણે મહિલાઓમાં એનિમિયા એટલે કે લોહીની ઉણપ થઇ જાય છે, આજે ઘણી મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય ઉપર પણ ધ્યાન નથી આપી શકતી. સ્વાસ્થ્યની વાત તો બહુ દૂરની છે પરંતુ પેડ ખરીદવામાં પણ સંકોચ અનુભવે છે.

ભારતમાં મહિલાઓમાં જાગૃતિનો અભાવ
રિપોર્ટ અનુસાર ભારતમાં 2.3 કરોડ મહિલાઓ અને છોકરીઓને પીરિયડ્સ આવે છે. એક અભ્યાસ અનુસાર, 71 ટકા છોકરીઓને તેમના પીરિયડની શરૂઆત પહેલાં તેના વિશે ખબર હોતી નથી.

મેસ્ટ્રુઅલ હેલ્થ ઈન ઇન્ડિયા, કન્ટ્રી લેન્ડસ્કેપ એનાલિસિસના એક રિપોર્ટ અનુસાર, જયપુર અને રાજસ્થાનની શાળાએ જતી છોકરીઓએ પ્રથમ વખત તેમના પીરિયડ્સ દરમિયાન થતી ઉતાર-ચઢાવની જાણ કરી હતી. જેનો ડેટા આ મુજબ છે.

  • 25% છોકરીઓ હેરાન હતી.
  • 30% છોકરીઓ ડરના કારણે હેરાન હતી.
  • 69% છોકરીઓ ડિપ્રેશનમાં હતી.
  • 22% શાળાની છોકરીઓના મનમાં અપરાધની લાગણી આવી.
  • 22% છોકરીઓમાં ચિડચિડાપણું હતું.
  • 70% મહિલાઓએ કહ્યું કે તેમના ઘરની આર્થિક સ્થિતિ એટલી સારી નથી કે પેડ ખરીદી શકે.
  • ભારતની 88% મહિલાઓ પેડને બદલે જૂના કપડા, રાખ, રેતી અને સ્ટ્રોનો ઉપયોગ કરે છે.

ફર્સ્ટ પીરિયડ્સને 'મીનાર્કી' કહેવામાં આવે છે
પહેલીવાર પીરિયડ્સને 'મીનાર્કી' કહેવામાં આવે છે. સામાન્ય રીતે 10-13 વર્ષની ઉંમરમાં પીરિયડ્સ શરૂ થતા હોય છે. યુવાવસ્થામાં જ્યારે અંડાશય એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સ બનાવે છે, ત્યારે અંડાશય ઇંડા છોડે છે. આ હોર્મોન્સને કારણે ગર્ભાશયમાં બહારનું પડ મોટું થઇ જાય છે. જ્યારે એગ ફર્ટિલાઇઝ નથી થતા ત્યારે આ પડ તૂટી જાય છે પછી પીરિયડ્સ આવે છે.

(PMS) પ્રી મેન્સ્ટ્રુઅલ સિંડ્રોમ
પીરિયડ્સ શરૂ થવાના ચાર કે પાંચ દિવસ પહેલાં શરીરના હોર્મોન્સમાં બદલાવ આવે છે. જેના કારણે થાક, ચીડિયાપણું, પેટ-પીઠમાં દુખાવો, મૂડ બદલાઈ જવો, ગેસ થવું, ચક્કર આવવા અને બેહોશીની સમસ્યા રહે છે. ઘણી મહિલાઓને તો ચિંતા અને ડિપ્રેશન પણ થઇ જાય છે.

દુખાવો થવા પાછળ શું કારણ છે?
પીરિયડ્સ દરમિયાન પેટના નીચેના ભાગમાં, કમરમાં ખૂબ જ દુખાવો થાય છે. જેની સીધી અસર મેન્ટલ હેલ્થ કામ અને લાઈફસ્ટાઇલ પર પડે છે. પીરિયડ્સ દરમિયાન, પ્રોસ્ટાગ્લેન્ડિન હોર્મોન્સ નીકળે છે, જે ગર્ભાશય પર દબાણ લાવે છે, જેના કારણે પેટમાં દુખાવો થાય છે.

પીરિયડ્સ બાદ છોકરીઓ સ્કૂલે જવાનું બંધ કરી દે છે
NGO ડાસરાના એક રિપોર્ટ અનુસાર, ભારતમાં દર વર્ષે લગભગ 2 કરોડ 30 લાખ છોકરીઓ પીરિયડ્સ બાદ સ્કૂલે જવાનું બંધ કરી દે છે.

2016માં YouGov દ્વારા કરવામાં આવેલા BBC સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે, 52% સ્ત્રીઓ પીરિયડસના દુખાવામાંથી પસાર થાય છે, જેની સીધી અસર કામ પર પડે છે.

પીરિયડ્સ દરમિયાન સ્વભાવમાં કેમ બદલાવ આવે છે? પીરિયડ્સ દરમિયાન શરીરમાં એસ્ટ્રોજન હોર્મોન્સ ઓછા થઇ જાય. તે મગજના કેમિકલને પણ અસર કરે છે. સેરોટોનિન હોર્મોન પણ ઓછું નીકળે છે. સેરોટોનિન સુખ માટે જવાબદાર છે. આ કારણથી મહિલાઓ તણાવ અને ડિપ્રેશનમાં રહે છે.

વધારે રક્તસ્ત્રાવ થાય છે ડોક્ટરની સલાહ લો
પીરિયડ્સ દરમિયાન ઘણી મહિલાઓને વધારે રક્તસ્ત્રાવની પણ સમસ્યા થઈ છે, જેને મેનોરેજિયા કહેવામાં આવે છે. સામાન્ય રીતે 5થી 6 દિવસ સુધી રક્તસ્ત્રાવ થાય છે, પરંતુ 7 દિવસથી વધારે થાય છે અને દર 2 કલાકે પેડ્સ બદલવું પડે છે તો ડોક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ.

મેનોરેજિયાને કારણે એનિમિયા પણ થઇ શકે છે. એનિમિયા વધારે હોય તો ઘણીવાર પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓનું મોત પણ થઇ જાય છે. જો બરાબર ડાયટ કરવામાં આવે તો લોહીની ઉણપને દૂર કરી શકાય છે .

શું પીરિયડ્સ દરમિયાન ભારે રક્તસ્ત્રાવ એનિમિયાનું કારણ બને છે?
નોર્મલ પીરિયડ સાયકલ 4 થી 7 દિવસની હોય છે, પરંતુ દિવસ દરમિયાન 6 કે તેથી વધુ પેડ બદલવા પડે તો તે જોખમ કારક છે. જેના કારણે શરીરમાં લોહીની ઉણપ થાય છે. આ કારણે ભારતની 66.6% મહિલાઓ એનિમિયાનો શિકાર છે. એક તૃતીયાંશ સ્ત્રીઓ પહેલેથી જ આયર્ન સપ્લિમેન્ટ્સ લે છે.

વધારે રક્તસ્ત્રાવ થયો છે, તે કયારે ખબર પડશે?
પિરિયડ સાઇકલ દરમિયાન મેન્સ્ટ્રુઅલ કપમાં 80mLથી વહંદુ બ્લડ એકઠું થયું હોય અથવા 6 થી વધુ પેડ બદલવા પડ્યા હોય તો તેનો અર્થ એ છે કે તમારા સમયગાળા દરમિયાન તમને વધુ રક્તસ્ત્રાવ થયો છે.

ડાયટિશિયન સુનિતા જણાવે છે કે, જે મહિલાઓને એનિમિયાની બીમારી હોય તે લોકોએ ડાયટનું ધ્યાન રાખવું પડે છે. ડાયટમાં આ વસ્તુ સામેલ કરવાથી લોહીની ઉણપ દૂર થાય છે.

નટ્સ અને ડ્રાયફ્રૂટ્સ
કિસમિસ, અખરોટ અને ખજૂરમાં આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. લોહીની ઉણપ દૂર થાય છે ને ઇમ્યુન સિસ્ટમ પણ મજબૂત થાય છે.

કઠોળ
ચણા, સોયાબીન અને વટાણામાં પોષક તત્વો ભરપૂર હોય છે. તેમાં ફોલેટ, મેગ્નેશિયમ અને પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે.તે મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.

બ્રોકલી
બ્રોકલીમાં આયર્નની ઉણપમાં જ ફાયદાકારક નથી. તેમાં ઈન્ડોલ, ગ્લુકોસિનોલેટ્સ અને સલ્ફોરાફેન હોય છે. આ તત્વ શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને કેન્સર સામે લડવામાં મદદ કરે છે.