• Gujarati News
  • Lifestyle
  • If Girls Fail, The Sword Of Marriage Hangs, SSC Exam Taken Out In The Third Time, Now I Motivate Everyone

બિહારથી દિલ્હીની સફર:સારો મૂરતિયો શોધવા SSC પરીક્ષા પાસ નથી કરી, બે વખત ફેલ થઈ અને ત્રીજા ટ્રાયલે મનગમતી નોકરી પાસ કરી

મીનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેલ થવાને લીધે ઘરેથી લોકો લગ્નનું પ્રેશર કરતા હતા
  • મીનાક્ષીએ ટેંશન સાઈડમાં રાખીને વાંચ્યું તો પાસ થઈ ગઈ

‘જિદ્દી છું, જૂનૂની છું અને ઘણા બધા મહત્ત્વકાંક્ષાઓથી ભરેલી છું. છોકરા માટે મોસ્ટ એલિજિબલ છોકરી બનું એટલા માટે અભ્યાસ નથી કર્યો. મનપસંદ નોકરી મળે અને પોતાની રીતે જિંદગીની બાયોગ્રાફી લખી શકું તેટલા માટે ભણી. હવે મને લોકો ટ્રાન્સલેટરના નામેથી ઓળખે છે.’ હિંમત અને સફળતા ભર્યા શબ્દો છે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં કામ કરતી જુનિયર ટ્રાન્સલેટર મીનાક્ષી રાયના...

બે વાર ફેલ થઈ
બિહારમાં ઉછેરેલી 28 વર્ષીય મીનાક્ષીએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં કહ્યું, મેં ત્રણ વખત સ્ટાફ સિલેક્શન કમિશનમાં ટ્રાન્સલેટરની પોસ્ટની પરીક્ષા આપી. બે વખત નિષ્ફ્ળ ગઈ. ત્રીજી વાર પેપર આપ્યું અને સિલેક્શન થઈ ગયું. 86મો રેન્ક આવ્યો. જે લોકો સરકારી નોકરીની તૈયારી કરે છે તેમને જ ખબર હોય છે કે પરીક્ષામાં પાસ ના થવું એ કેટલી દુઃખની વાત છે. અનેક લોકોના ટોણા સાંભળવા પડે છે. ઘણીવાર એવું લાગે છે કે સરકારી નોકરીની તૈયારી કોના માટે કરી રહ્યા છીએ, પોતાના માટે કે બીજાના માટે? હું બે વખત ફેલ થઇ એ પછી ઘરેથી લોકોએ મેરેજ માટે પ્રેશર કર્યું, પરંતુ મારે લગ્ન કરવા નહોતા.

ટર્નિંગ પોઇન્ટ
ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યા પછી બનારસ હિંદુ યુનિવર્સીટીમાં ઇંગ્લિશ લિટરેચરમાં BA અને MA કર્યું. મારુ અંગ્રેજ઼ી સારું નહોતું આથી નક્કી કરી લીધું કે આ જ ભાષાને સ્ટ્રોંગ બનાવવી છે. બિહારથી 320 કિમી દૂર જવું એ મારા માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો. અહીં આવીને ખબર પડી કે દુનિયાભરના બાળક શું કરી રહ્યા છે. મેં ટ્રાન્સલેશનમાં કરિયર બનાવવાનું વિચાર્યું અને એ પછી PG ડિપ્લોમા ઈન ટ્રાન્સલેશન કોર્સ કરવા દિલ્હી આવી.

એક સમયે લાગતું હતું બધા દરવાજા બંધ થઈ ગયા
વર્ષ 2017માં ટ્રાન્સલેશનની પ્રી એક્ઝામમાં પાસ થઇ પણ મેન્સ ક્લિયર ના થયું. વર્ષ 2018માં બંને એક્ઝામ ક્લિયર કરી પણ મેરીટમાં મારું નામ ના આવ્યું. બીજીવાર નિષ્ફ્ળ જતા હું ડિપ્રેસ્ડ થઇ ગઈ. ત્યારે લાગતું હતું, બધા દરવાજા બંધ થઈ ગયા અને હવે હું કઈ જ કરી નહીં શકું. માતા મિત્રોનું સિલેક્શન થઈ ગયું હતું. હું જ બાકી રહી ગઈ. તે સમયે હું UPSCની તૈયારી પણ કરતી હતી કારણકે ત્યારે કઈ સમજાતું નહોતું હવે શું કરું?

ટેંશન વગર એક્ઝામ આપી​​​​​​​
ફેલ થવાને લીધે ઘરેથી લોકો લગ્નનું પ્રેશર કરતા હતા. મેં જીદ પકડી હતી કે એક્ઝામમાં એવું તો શું છે કે હું પાસ ના કરી શકી? એ પછી વાંચવા બેસતી તો ટેંશન સાઈડમાં રાખીને વાંચતી હતી. ત્રીજા ટ્રાયમાં એક્ઝામ પાસ કરી. પોસ્ટિંગ પણ મારી ફેવરિટ જગ્યા દિલ્હીમાં થયું.

આજની પેઢીને મેસેજ​​​​​​​
હું મારા અનુભવ પરથી કહું છું કે કોઈ પણ પરીક્ષાની તૈયારી વખતે ટેંશન સાઈડમાં મૂકી દો. ફોર્મ ભર્યા પહેલાં તમારી યોગ્યતા જોઈ લો. જો પ્રથમ ટ્રાયમાં એક્ઝામ ક્લિયર ના થાય તો દુઃખી ના થાઓ. બીજી, ત્રીજીવાર એક્ઝામ આપવી પડે તો આપી દો, પણ હાર ના માનો. જો કોઈ પરીક્ષા પાસ કરવાનું વિચાર્યું હોય તો તે ક્લિયર કરીને રહો. પોતાના પર ભરોસો રાખો અને રોજ પોતાને કહો હું આ કરી લઈશ.