• Gujarati News
  • Lifestyle
  • If Girlfriend Cheated, Got 25 Thousand, Twitter User's Unique Idea Of 'Heartbreak Insurance Fund'

કોણ કહે છે પ્રેમ રિફંડ પોલિસી સાથે આવતો નથી?:ગર્લફ્રેન્ડે છેતરપિંડી કરી તો મળ્યા 25 હજાર, ટ્વિટર યૂઝરનો ‘હાર્ટબ્રેક ઇન્સ્યુરન્સ ફંડ’નો અનોખો વિચાર

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

તૂટેલા હૃદયને જોડવા માટે ટ્વિટર યૂઝરે એક અનોખો અને નવીન વિચાર રજૂ કર્યો છે, જેણે ઇન્ટરનેટ પર અન્ય લોકોને પ્રભાવિત કર્યા છે. પ્રતીક આર્યન નામના ટ્વિટર યુઝરે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને ખુલાસો કર્યો કે, ‘તેણે પોતાની પૂર્વ ગર્લફ્રેન્ડ સાથે 'હાર્ટબ્રેક ઇન્શ્યોરન્સ ફંડ' શરૂ કર્યું હતું. આ ટ્વીટ મુજબ, આ સોદામાં સંયુક્ત ખાતામાં માસિક ₹500 જમા કરાવવાનો સમાવેશ થાય છે અને જે વ્યક્તિ સંબંધમાં છેતરપિંડી કરે છે તેણે ફંડમાંના સંપૂર્ણ નાણાં છોડી દેવા પડશે અને જેની સાથે છેતરપિંડી થઈ છે તે ખાતાની બધી જ રકમ મેળવી શકે છે.’

ગર્લફ્રેન્ડે છેતરપિંડી કરતા ₹25,000 મળ્યા
પ્રતીકે શેર કર્યું હતું કે, ‘બે વર્ષની તેની ગર્લફ્રેન્ડે તેની સાથે છેતરપિંડી કર્યા પછી તેને 'હાર્ટબ્રેક ઇન્સ્યુરન્સ ફંડ'માં એકત્રિત કરેલા ₹25,000 મળ્યા હતા.’ તેણે ટ્વિટ કર્યું હતું કે, ‘મને ₹25000 મળ્યા કારણ કે, મારી ગર્લફ્રેન્ડે મારી સાથે છેતરપિંડી કરી હતી. જ્યારે અમારા સંબંધોની શરૂઆત થઈ ત્યારે અમે સંબંધ દરમિયાન માસિક ₹500 સંયુક્ત ખાતામાં જમા કરાવ્યા અને એવી નીતિ બનાવી કે, બંનેમાંથી જે પણ છેતરપિંડીનો ભોગ બનશે, તે બધા જ પૈસા લઈ જશે. આ રકમ તે હાર્ટબ્રેક ઇન્શ્યોરન્સ ફંડનાં નામે એકત્રિત કરતા હતા.’

હાર્ટબ્રેક ઇન્શ્યોરન્સ ફંડ (HIF)નો અનોખો વિચાર
તેમણે વધુમાં લખ્યું છે કે, ‘મહિલાઓને નથી લાગતું કે તમે રિલેશનશિપમાં હાર્ટબ્રેક ઇન્શ્યોરન્સ ફંડ (HIF)નો લાભ મેળવી શકો. જો કે, આ પોલિસી માત્ર વફાદાર લોકો માટે જ કામની છે.’ આ ટ્વીટ પર ઘણા બધા લોકોએ કોમેન્ટ કરી હતી. જો કે, લોકોને આ વાર્તાની સત્યતા વિશે શંકા હતી. અમુક યૂઝર્સે તેને ‘જીનિયસ’ વિચાર ગણાવ્યો હતો તો કેટલાક યૂઝર્સે આ સોદાને અજમાવવામાં રસ દાખવ્યો હતો, જ્યારે કેટલાકે વૈકલ્પિક યોજનાઓ સૂચવી હતી, જે વધુ વળતર આપી શકે છે.

કોણે કહ્યું હતું કે, ‘પ્રેમ રિફંડ પોલિસી સાથે આવતો નથી’
એક યૂઝરે કોમેન્ટ કરી હતી કે, ‘જો તમે સમાન રકમનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં વાર્ષિક 8% દર સાથે કર્યું હોત તો ફોર્બ્સ 30 અંડર 30માં તમારુ નામ હોત.’ બીજા યૂઝરે ભલામણ કરી કે, ‘એકબીજા માટે શેર ખરીદવા એ એક સારો વિચાર છે. જે કોઈ પણ વ્યક્તિ સાથે છેતરપિંડી કરવામાં આવશે તેને તમામ નફા + સિદ્ધાંતની રકમ મળશે અને નુકસાનના કિસ્સામાં તે ચીટર દ્વારા ચૂકવવી આવશ્યક છે.’ ધારો કે, આજે તમારું બ્રેકઅપ થઈ ગયું છે, તો પછી જો તમે તે બધા પૈસા એશિયન પેઇન્ટ્સ કે શેરમાં રોક્યા હોત, તો વાર્તા અલગ હોત.’ એક વ્યક્તિએ તેને 'ફાઇનાન્સિયલ એન્જિનિયરિંગ જીવનને કેવી રીતે વધુ સારું બનાવી શકે છે તેનું એક ઉત્તમ ઉદાહરણ' ગણાવ્યું હતું, જ્યારે બીજાએ લખ્યું હતું, ‘કોણે કહ્યું હતું કે પ્રેમ રિફંડ પોલિસી સાથે આવતો નથી.’