શ્રદ્ધા વોકર મર્ડર કેસમાં દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે પરંતુ, હજુ સુધી પોલિસને ન તો તેનું માથુ મળ્યું કે, ન તો તે હથિયાર કે જેનાથી તેની હત્યા કરવામાં આવી હતી. અત્યાર સુધી જે સ્ટોરી સામે આવી છે તે આરોપી આફ્તાબનુ કબૂલનામુ જ છે. એવામાં પ્રશ્ન એ ઊભો થાય છે કે, જો શ્રદ્ધાનું માથુ અને મર્ડરનું હથિયાર જો ન મળ્યું તો પોલિસ કેવી રીતે સાબિત કરશે કે આ હત્યા આફ્તાબે કરી છે? જો કોર્ટમાં જઈને આફ્તાબ પોતાની વાતથી ફરી જાય તો તે સાબિત કરવું અઘરું બની જશે કે, આ હત્યા આફ્તાબે જ કરી છે અને તે ગુનેગાર છે.
આ કેસમાં સ્કલ સુપરઈમ્પોઝિશન ટેકનોલોજી કામ આવી શકે છે. ચાલો જાણીએ કે, આ ટેકનોલોજી શું છે? અને તે કેવી રીતે કામ આવશે?
ફેસ રિકન્સ્ટ્રક્શન અને સ્કલ સુપર ઈમ્પોઝિશન શું છે?
શ્રદ્ધા મર્ડર કેસની તપાસમાં હજુ સુધી પોલીસને તેનો માથાનો ભાગ નથી મળ્યો એટલે પ્રયત્નો એવા થઈ રહ્યા છે કે, તેનો માથાનો ભાગ શક્ય તેટલું જલ્દી મળી જાય. જો તેનો માથાનો ભાગ મળી પણ જાય તો મુશ્કેલી ત્યાં જ ખત્તમ નથી થતી. તે કન્ફર્મ કરવું જરુરી છે કે, તે માથાનો ભાગ શ્રદ્ધાનો જ છે. જો માથાનો ભાગ મળી જશે તો પોલીસ સૌથી પહેલા ફોરેન્સિક ટીમની મદદ લેશે અને ફેસ રિકન્સટ્રક્શન-3D સ્કલ સુપર ઈમ્પોઝિશનનાં માધ્યમથી કન્ફર્મ કરશે કે, તે માથાનો ભાગ શ્રદ્ધાનો જ છે.
સ્કલ સુપર ઈમ્પોઝિશન કે ફેસ રિકન્સ્ટ્રક્શન ટેકનોલોજી ફોટોગ્રાફિક, વીડિયો અને કમ્પ્યૂટર આસિસ્ટ ત્રણ રીતે કામ કરે છે. આ ટેકનોલોજીમાં 3D ટેકનોલોજીની મદદથી મૃતકનો ફેસ ડિઝાઈન કરવામાં આવે છે. કોઈપણ કેસમાં આ ટેકનોલોજીનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે DNA, ફિંગર પ્રિન્ટસ અને બાકીનાં વિકલ્પો કામમાં આવતા નથી.
ફેસ રિકન્સ્ટ્રક્શનનો ઈતિહાસ 125 વર્ષ જૂનો
ફેશિયલ રિકન્સ્ટ્રક્શનનો ઈતિહાસ ઘણો જૂનો છે. વર્ષ 1895માં જર્મન એનાટોમિસ્ટ વિલ્હેમ હિજે પહેલું ફેસ રિકન્સ્ટ્ર્ક્શન કર્યું હતું. વિલ્હેમે જર્મન કમ્પોઝર જોહાન સેબેસ્ટિન બાખનો ફેસ ફરી બનાવવામાં આવ્યો હતો. આ ફોરેન્સિક ફેસ રિકન્સ્ટ્ર્ક્શન ટેકનોલોજીનો ઉપયોગ ફક્ત ક્રિમિનલ કેસમાં પીડિતની ઓળખ મેળવવા માટે કરવામાં આવે છે.
ફોરેન્સિક ફેશિયલ રિકન્સટ્રક્શન ત્રણ પ્રકારે થાય છે
રિકન્સ્ટ્રક્શન ત્રણ પ્રકારે થાય છે. ટૂ ડાયમેન્શનલ, થ્રી ડાયમેન્શનલ અને સુપરઈમ્પોઝિશન. ટૂ ડાયમેન્શનલ ટેક્નોલોજીમાં મૃત્તકની જૂની ફોટો અને ખોપરીનાં કંકાલને મેચ કરવામાં આવે છે. તેમાં સ્કલ રેડિયોગ્રાફીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જો કે, તેમાં ક્યારેક ભૂલોની સંભાવના પણ રહે છે. આ પદ્ધતિમાં ઘણીવાર એક આર્ટિસ્ટ અને એક ફોરેન્સિક એન્થ્રોપોલોજિસ્ટ મળીને કામ કરે છે.
થ્રી ડાયમેન્શનલ વાસ્તવમાં ટુ ડાયમેન્શનલનું અપડેટેડ વર્ઝન છે. તેંમાં બે સાઈડથી નહીં પણ એક સાઈડથી જ તપાસ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં આર્ટિસ્ટ અને ફોરેન્સિક એન્થ્રોપોલોજિસ્ટ બંનેની જરુરિયાત પડે છે. મેન્યુઅલ મેથડમાં પીડિતની ખોપરી પર સીધી માટી. પ્લાસ્ટિક કે મીણનો ઉપયોગ કરીને ફેસ ફરી બનાવવામાં આવ્યો હતો અથવા તમે એમ કહી શકો કે, એક પ્રકારની પ્રતિકૃતિ બનાવવામાં આવે છે. કમ્પ્યૂટર પ્રોગ્રામથી અનઆઈડેન્ટિફાઈ સ્કલ (ખોપરી)ની સ્કેન કરેલી ફોટો, ફેસ ફીચર્સની સ્ટોક ફોટો અને રિકન્સ્ટ્રક્શન માટે આપવામાં આવેલી માહિતી પરથી ફેસ તૈયાર કરવામાં આવે છે.
ટુ ડાયમેન્શનલ, થ્રી ડાયમેન્શનલથી અલગ છે સુપરઈમ્પોઝિશન
સુપર ઈમ્પોઝિશન ટેકનોલોજી 2D અને 3D ટેક્નોલોજીથી અલગ છે. 2D અને 3Dમાં ખોપરી વિશે કેટલીક માહિતી હોય છે, પરંતુ આ ટેક્નિકમાં ખોપરી વિશે કોઈ નક્કર માહિતી નથી હોતી. તેમાં ફોટો અને ખોપરીની કમ્પયૂટરથી મેપિંગ કરવામાં આવે છે. જો ખોપરી અને ફોટોગ્રાફ એક જ વ્યક્તિની છે તો બંને મેચ થઈ જાય છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ ખૂબ જ ઓછો કરવામાં આવે છે.
હિટલરની ઓળખ માટે આ ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો
જેમ અમે શરુઆતમાં જ જણાવ્યું હતું કે, આ ટેકનોલોજી એકદમ જૂની છે. વર્ષ 1945માં હિટલરનું નિધન થયા પછી તેની ઓળખ માટે આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો વર્તમાન સમયની વાત કરીએ તો, દેશની ચર્ચિત શીના બોરાનાં મર્ડર કેસમાં પણ ડિજિટલ સ્કલ સુપરઈમ્પોઝિશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શીના બોરા કેસમાં તેનું સ્કલ આ ટેકનોલોજીકલ તપાસમાં 100% મેચ થયું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.