તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • If Expensive Makeup Gets Old, Use It This Way, Make A Tinted Lime Balm With Expired Lipstick And Create A New Shade Of Nail Polish From Eyeshadow.

બ્યુટી ટિપ્સ:મોંઘો મેકઅપ જૂનો થઈ જાય તો આ રીતે તેનો ઉપયોગ કરો, એક્સપાયર્ડ લિપસ્ટિકથી ટિન્ટેડ લિમ બામ બનાવો અને આઈશેડોમાંથી નેઈલ પોલીશનો નવો શેડ બનાવો

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેકઅપ પ્રોડક્ટ્સની સેલ્ફ-લાઈફ હોય છે. એક્સપાયર થયા બાદ તેનો ઉપયોગ ન કરવો જોઈએ. પરંતુ એક્સપાયર થયા બાદ તેનો અલગ રીતે ઉપયોગ કરી શકાય છે. અહીં જાણો કેવી રીતે.

1. લિપસ્ટિકઃ એક્સપાયર્ડ લિપસ્ટિકથી ટિન્ટેડ લિમ બામ બનાવી શકાય છે. લિપસ્ટિકને વાટકીમાં કાઢો અને ગરમ પાણીમાં થોડીવાર સુધી રાખો. તેનાથી લિપસ્ટિક ઓગળી જશે અને બેક્ટેરિયા નાશ થઈ જશે. હવે તેને તમારી વેસેલીન અથવા પેટ્રોલિયમ જેલીની સાથે મિક્સ કરો. નાની ડબ્બીમાં કાઢીને ફ્રિજમાં રાખો. લિપ બામ તૈયાર છે.

2. લિપ બામઃ જૂના લિપ બામનો ઉપયોગ નાખની આસપાસ ડ્રાઈ સ્કિનને પોષણ આપવા માટે કરી શકાય છે. તે સિવાય એડિને સોફ્ટ બનાવવામાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. તમારા જૂના લિપ બામનો ઉપયોગ જૂતાને ચમકાવા માટે પણ કરી શકાય છે. પેન્ટની ચેન ખરાબ થઈ ગઈ હોય તો તેના પર લિપ બામ લગાવીને ચેન સરખી કરી શકાય છે.

3. આઈશેડોઃ આઈશેડોની સેલ્ફ લાઈફ એકથી દોઢ વર્ષની હોય છે. એક્સપાયર્ડ આઈશેડોને નેઈલ પોલીશમાં નાખીને નવો શેડ બનાવી શકાય છે. તેને બનાવવા માટે ક્લિયર નેઈલ પોલીશ લો અને તેમાં આઈશેડો પિગ્મેન્ટ નાખીને મિક્સ કરો. હવે તેનો ઉપયોગ તમે કરી શકો છો.

4. મસ્કારાઃ મસ્કારાને 6થી 8 મહિનાની અંદર ઉપયોગ કરી લેવો જોઈએ કેમ કે તે જલ્દી એક્સપાયર થઈ જાય છે પરંતુ એક્સપાયર થયા બાદ તેને ફેંકો નહીં. આઈબ્ર જો ગ્રે હો તો તેને કલર કરવામાં મસ્કારાનો ઉપયોગ કરો. તેનાથી લિપ્સને એક્સફોલિએટ પણ કરી શકાય છે. તેના માટે તેમાં નેચરલ ઓઈલ મિક્સ કરો અને લિપ્સને સ્ક્રબ કરો. લિપ્સ સ્મૂથ થઈ જશે.

5. ફેસ ઓઈલઃ ફેસ ઓઈલ ઘણું મોંઘું આવે છે. જો તમારું ફેસ ઓઈલ એક્સપાયર થઈ ગયું છે, તો તેને બોડી માટે ઉપયોગ કરી શકાય છે. તેમાં ખાંડ મિક્સ કરીને બોડી સ્ક્રબ તરીકે પણ ઉપયોગ કરી શકો છો.