તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • If A Pipe Breaks In The Kitchen, The Plumber Asks For Millions Of Rupees After The Repair, The Bill Goes Viral

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લંડન:રસોડામાં પાઈપ તૂટી ગઈ તો, રિપેરિંગ બાદ પ્લમ્બરે લાખો રૂપિયા માગ્યા, બીલ વાઈરલ થયું

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્લમ્બરે એશ્લે ડગલસ નામના વિદ્યાર્થીને આશરે 4 લાખ રૂપિયાનું બીલ હાથમાં પકડાયું - Divya Bhaskar
પ્લમ્બરે એશ્લે ડગલસ નામના વિદ્યાર્થીને આશરે 4 લાખ રૂપિયાનું બીલ હાથમાં પકડાયું

બ્રિટનમાં એક પ્લમ્બર પોતાની ઈચ્છા પ્રમાણે રેટ લિસ્ટના કારણે ચર્ચામાં છે. હકીકતમાં આ વ્યક્તિ એક વિદ્યાર્થીના ઘરે પહોંચ્યો અને તેને એક તૂટેલી પાઈપને રિપેરિંગ કરવા માટે આ વ્યક્તિએ ચાર લાખ રૂપિયાનું બીલ બનાવ્યું. આ જોઈને 23 વર્ષીય એશ્લે ડગલસ નામનો વિદ્યાર્થી આશ્ચર્યચકિત થઈ ગયો.

પાઈપ રિપેરિંગ કરવા માટે 4 લાખ રૂપિયાનું બીલ
ધ સનના રિપોર્ટ પ્રમાણે, પ્લમ્બરે એશ્લે ડગલસ નામના વિદ્યાર્થીને આશરે 4 લાખ રૂપિયાનું બીલ હાથમાં પકડાયું છે અને તે પણ માત્ર પાઈપ રિપેરિંગ કરવાના નામે. એશ્લેએ ખુદ આખી કહાની જણાવી.

એશ્લેએ કહ્યું કે તે હેન્ટસમાં રહે છે. એક દિવસ તેના રસોડામાં પાણી ભરાઈ ગયું હતું. ત્યારબાદ તેને રિપેરિંગ કરવા માટે એમ પીએમ પ્લમ્બર સર્વિસના પ્લમ્બર મેહદી પૈરવીને કોલ કરીને તેને સરખી કરવા માટે બોલાવ્યો. પરંતુ મેહદી પૈરવીએ કામ કર્યા બાદ જે બીલ આપ્યું, તે જોઈને એશ્લેના હોશ ઉડી ગયા. કેમ કે તે રકમ લગભગ 4 લાખ રૂપિયા જેટલી છે.

ઘણી બધી વખત પ્લમ્બરને રિપેરિંગનો ચાર્જ પૂછવામાં આવ્યો હતો
એશ્લેએ ધ સન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં મેં આ વ્યક્તિને પૈસા વિશે પૂછ્યું હતું પરંતુ આ પ્લમ્બરે મારા સવાલ પર ધ્યાન ન આપ્યું અને પોતાનું કામ કરતો રહ્યો. પરંતુ કામ પૂરું થયા બાદ આ વ્યક્તિએ મારું બીલ લગભગ 3900 પાઉન્ડ્સ ( લગભગ ચાર લાખ)નું બનાવી દીધું.

હું ઈચ્છું તો એક કરોડનું બીલ બનાવી દઉં
એશ્લેએ જણાવ્યું કે, આ વ્યક્તિ તે જ સમયે પૈસા પણ માગવાનું શરૂ કર્યું. જ્યારે આ સમગ્ર કેસમાં પ્લમ્બર મેહદી પૈરવીને પૂછવામાં આવ્યું તો તેને કહ્યું કે, હું મારી સર્વિસ માટે ગમે તેટલો ચાર્જ લઈ શકું છું. જો હું ઈચ્છું તો એક કલાક માટે 1 કરોડની રકમ પણ લઈ શકું છું. તેનાથી કોઈને કોઈ ફરક ન પડવો જોઈએ. કેમ કે, હું તેનો એક્સપર્ટ છું અને એક એક્સપર્ટ તરીકે ગમે એટલો ચાર્જ નક્કી કરી શકું છું. જો કે અન્ય પ્લમ્બિંગ સર્વિસ સાથે સંકળાયેલા નીલ ડગલસે કહ્યું કે, આ કામ 250 યુરો (25 હજાર)માં થઈ શકતું હતું અને તે સ્પષ્ટ છે તે મેહદી એશ્લેને લૂંટવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ કિસ્સમાં એશ્લે હવે પોલીસ ફરિયાદ કરવાનું વિચારી રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો