• Gujarati News
  • Lifestyle
  • Icy Winds Will Run From 18 To 21 December, Don't Ignore The Shivering Much, The Patient's Talking Nonsense Is Also A Disease

ઠંડીથી સાવધાન:હાઇપોથર્મિયા બીમારી ‘સાઇલન્ટ કિલર’ની જેમ અટેક કરે છે, દર વર્ષે અનેક લોકો ઠંડીને લીધે મોતને ભેટે છે, આને હળવાશમાં ના લો

નિશા સિંહાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શરીરનું તાપમાન 95 ડિગ્રીથી નીચે જાય તો હાઇપોથર્મિયા થઈ શકે છે

હવામાન વિભાગની ચેતવણી પ્રમાણે 21 ડિસેમ્બર સુધી રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડી પડશે. હાડ કંપાવનારી આ ઠંડીથી હાઇપોથર્મિયાની શક્યતા વધી જાય છે. આના લક્ષણો ખબર નથી પડતી આથી આને સાઇલન્ટ કિલર કહેવાય છે.

તમારા માટે જોખમી તાપમાન
શરીરનું તાપમાન 95 ડિગ્રીથી નીચે જાય તો હાઇપોથર્મિયા થઈ શકે છે. શરીરનું નોર્મલ તાપમાન 98.4 ડિગ્રી ફેરનહીટ માનવામાં આવે છે. જો કોઈનું ટેમ્પરેચર 99.9 ડિગ્રીથી ઉપર જાય તો તેને તાવ માનવામાં આવે છે. 95થી ઓછું હોય તો હાઇપોથર્મિયાનું જોખમ રહે છે.

આ બીમારી અગમચેતી વગર અટેક કરે છે
​​​​​​​હાઇપોથર્મિયાના લક્ષણો સરળતાથી સમજી શકાતા નથી આથી તેને સાઇલન્ટ કિલર માનવામાં આવે છે. ગુરુગ્રામ સ્થિત મણીપાલ હોસ્પિટલના ઇન્ટર્નલ મેડિસિન વિભાગના કન્સલ્ટન્ટ ડૉ. અમિતાભ ઘોષે કહ્યું, જ્યારે બોડીનું તાપમાન અચાનક ઓછું થઈ જાય ત્યારે ધ્રુજારી શરૂ થઈ જાય છે. શરૂઆતમાં લોકો આને ઇગ્નોર કરી છે. આથી આ તકલીફ વધી જાય છે. બોડી ટેમ્પરેચર ઓછો હોવાથી પલ્સ રેટ ઓછી થવા લાગે છે.ધીમે-ધીમે શરીરનો ફ્લો સ્લો થઈ જાય છે તેની અસર મગજ પર પડે છે અને બ્રેન ફંક્શન પણ ધીમું કરી દે છે.

ભારતીય હવામાન વિભાગમાં જાન્યુઆરી 2021માં પબ્લિશ થયેલા રિપોર્ટ પ્રમાણે જાન્યુઆરીમાં ઠંડીને લીધે 150 લોકોના મૃત્યુ થયા હતા. તેમાંથી 88 લોકો ઉત્તર પ્રદેશ, 46 બિહાર અને 16 ઝારખંડના રહેવાસી હતા.

સરકારી નિર્દેશો પ્રમાણે, હાઇપોથર્મિયા થાય તો તરત જ ગરમ કપડાં પહેરી લો. દર્દીને ગરમ ચાદર અને ધાબળો ઓઢાડો. તેનો રૂમ ગરમ રાખો. શરીરની તાપમાન વધારવા ગરમ પીણાં આપો. આલ્કોહોલથી દૂર રહેવું.

ઠંડીની અસર તે લોકો પર વધારે થાય છે જેઓ શારીરિક રીતે નબળા હોય. કુપોષણની શિકાર મહિલાઓ પર પણ હાઇપોથર્મિયાની અસર વધારે થાય છે. નાના બાળકો અને વૃદ્ધજનો પણ સરળતાથી ઝપેટમાં આવી જાય છે. હાર્ટ પેશન્ટે વધારે ધ્યાન રાખવું.

સરકારે જાહેર કરેલી ગાઈડલાઇન્સ
​​​​​​​એકથી વધારે લેયર કપડાં પહેરો. હાથ અને પગની આંગળીઓ, કાન, નાકને સફેદ કે પીળા ના પડવા દો. આ અંગોને સુન્ન થતા બચાવવા માટે શરીરને ગરમ રાખો. કાન અને ગળાને ગરમ રાખો. વસ્તુઓ લેવા માટે રોજ ઘરની બહાર ના નીકળો. સ્ટોક રાખો.

ઠંડીમાં કારણ વગર ઘરની બહાર ના નીકળવું. કોઈ કારણોસર કપડાં ભીના થઈ જાય તો તરત જ બદલી લો. ગ્લવ્ઝને બદલે મિટન્સ પહેરો. હવામાન વિભાગની સૂચનાઓ લેતા રહો. ગરમ પાણી કે સૂપ પીઓ.