• Gujarati News
  • Lifestyle
  • ICMR Scientists Have Discovered A Formula, Which Can Get Rid Of The Disease By Making This Change In Diet

રિવર્સ કરો ડાયાબિટીસ:ICMRના વૈજ્ઞાનિકોએ ફોર્મ્યુલા શોધી, ડાયટમાં આ બદલાવ કરીને બીમારીને દૂર કરો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના સંશોધકોએ ડાયાબિટીસની બીમારીને દૂર કરવાની એક ફોર્મ્યુલા બહાર પાડી છે. આની મદદથી જ ડાયાબિટીસને પ્રારંભિક સ્તરમાં ધીમું પાડી શકાય છે. વૈજ્ઞાનિકો મુજબ પોતની ડેઈલી કેલેરીઝમાં 20% પ્રોટીન, 50-56% કાર્બોહાઈડ્રેટ અને 30% થી ઓછુ ફેટ સામેલ કરવાથી ડાયાબિટીસથી બચાવી શકાય છે.

ડાયટમાં કાર્બોહાઈડ્રેટ ઓછુ રાખો
ICMRની આ રિસર્ચમાં અંદાજે 18 હજાર ઉમેદવારોએ ભાગ લીધો. આ શોધ ડાયાબિટીસ કેર જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે. મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશન (MDRF)ની વાઈસ પ્રેસિડન્ટ ડૉ. આર એમ અંજના કહે છે કે, જૂના અભ્યાસમાં કાર્બોહાઈડ્રેટને ડાયટમાંથી સંપૂર્ણપણે દૂર કરવાની સલાહ આપવામાં આવી છે. જો કે, ભારતીયો માટે આ કરવું ઘણું મુશ્કેલ છે. ડૉ. અંજનાએ આગળ કહ્યું, અમારી રિસર્ચના પરિણામો જણાવે છે કે, વધુ પડતું પ્રોટીન અને હેલ્ધી ફેટની સાથે કાર્બોહાઈડ્રેટની માત્રા થોડી પણ ઓછી હોય તો પણ ડાયાબિટીસને રિવર્સ કરી શકાય છે. આ સાથે જ તેની ગતિને પણ ધીમી કરી શકાય છે.

ખાવાની થાળી કેવી હોવી જોઈએ?

ડાયાબિટીઝના દર્દીઓએ ખોરાકમાં લીલા શાકભાજી અને પ્રોટીન વધુ રાખવું જોઈએ.
ડાયાબિટીઝના દર્દીઓએ ખોરાકમાં લીલા શાકભાજી અને પ્રોટીન વધુ રાખવું જોઈએ.

રિસર્ચમાં સામેલ ડોક્ટર વી મોહને કહ્યું કે, ભોજનની અડધી થાળીમાં માત્ર શાકભાજી જ હોવા જોઈએ. તેમાં બટાકા જેવા સ્ટાર્ચવાળા શાકભાજીને બદલે લીલા પાંદડાવાળા શાકભાજી અને કઠોળ હોવા જોઈએ. પ્લેટનો 1/4 ભાગ માછલી, ચિકન અથવા સોયાબીન જેવા પ્રોટીનથી ભરપૂર હોવો જોઈએ. 1/4 ભાગમાં રાઈસ કે બે રોટી હોય.

દેશમાં ડાયાબિટીસના 7.4 કરોડ દર્દીઓ
ડૉ. મોહને કહ્યું કે,‘ભારતમાં 7.4 કરોડ લોકો ટાઈપ-2 ડાયાબિટીસના શિકાર છે જ્યારે 8 કરોડ લોકો પ્રી-ડાયબેટિક છે. તે જલ્દી-જલ્દી ડાઈબેટિક થઈ રહ્યા છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, 2045 સુધી દેશમાં 13.5 કરોડ લોકો ડાયાબિટીસના દર્દીઓ હશે. આ આંકડા આજની સાપેક્ષે બે ગણા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ની જો માનીએ તો 50%થી વધુ લોકોને તેમના ડાયબેટિક સ્ટેજ વિશે ખ્યાલ જ નથી.

ટાઈપ-2 ડાયાબિટીસ એક સામાન્ય બીમારી છે. તેમાં દર્દીઓનું બ્લડ સુગર લેવલ વધી જાય છે. ઈન્ટરનેશલ ડાયાબિટીસ ફાઉન્ડેશન મુજબ વિશ્વમાં 53.7 કરોડ એડલ્ટ્સ આ બીમારીના શિકાર છે. WHO મુજબ 2019માં ટાઈપ-2 ડાયાબિટીસના કારણે 15 લાખ લોકોએ જીવ ગુમાવ્યો હતો.